લખનઉઃ રાજ્યના મુખ્યપ્રધાન તરીકે સતત બીજી વખત શપથ લીધા (Yogi Adityanath took the oath) બાદ પોતાના પ્રથમ સંબોધનમાં મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે (The first address of Yogi Adityanath) કહ્યું કે, જનસેવા સિવાય બીજું કોઈ પુણ્ય નથી. વફાદારી સાથે જવાબદારીઓ નિભાવવાથી આધ્યાત્મિક સંતોષ અને પ્રતિબદ્ધતા મળે છે. પ્રધાનોને પ્રજા અને રાજ્યની સેવા કરવાનો પવિત્ર અવસર મળ્યો છે. આ તકને સિદ્ધિમાં રૂપાંતરિત કરીને આપણે સૌએ રાજ્યના વિકાસ અને લોકોની ખુશી માટે સતત પ્રયત્નો કરવા પડશે. હકીકતમાં, અહીંના લોક ભવનમાં પ્રધાનમંડળના સભ્યો (Yogi Adityanath's address to the new cabinet) સાથેની પરિચયાત્મક બેઠકમાં, મુખ્યપ્રધાને રાષ્ટ્રવાદ, સુરક્ષા, સુશાસન અને વિકાસમાં વિશ્વાસ દર્શાવવા બદલ રાજ્યના લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચો:યોગી આદિત્યનાથના શપથ ગ્રહણની આગોતરી તૈયારી
પ્રધાનમંડળનો આભાર વ્યક્ત કર્યો: તેમણે રાજ્યની પ્રગતિ અને સમૃદ્ધિમાં યોગદાન આપવા બદલ અગાઉની રાજ્ય સરકારના પ્રધાનમંડળનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. આ દરમિયાન તેમણે કહ્યું કે, જાહેર જીવનમાં પારદર્શિતા અને ઈમાનદારી ખૂબ જ મહત્વપૂર્ણ છે. નીતિ અને નિયમો મુજબ કામો કરવા પર ભાર મુકતા તેમણે જણાવ્યું હતું કે, ફાઈલોનો નિકાલ સમયમર્યાદા સાથે થવો જોઈએ. કોઈપણ સંજોગોમાં ફાઈલો પેન્ડીંગ ન રહેવી જોઈએ.
ટ્રાન્સફર-પોસ્ટિંગનું કામ: મુખ્યપ્રધાને કહ્યું કે, પ્રધાનોએ તેમની કચેરીમાં સમયસર હાજર રહીને કામો કરવા જોઈએ. સારા કાર્યો પર ધ્યાન આપો. તેમણે કહ્યું કે, ટ્રાન્સફર-પોસ્ટિંગનું કામ કોઈપણ ભેદભાવ વિના સંપૂર્ણ પારદર્શિતા સાથે થવું જોઈએ. તેમજ ઓનલાઈન ટ્રાન્સફર પદ્ધતિ અપનાવવા પર ભાર મુકતા તેમણે જણાવ્યું હતું કે, સરકારની ટ્રાન્સફર પોલિસી મુજબ ટ્રાન્સફર થવા જોઈએ.
આ પણ વાંચો:યોગી આદિત્યનાથની કેબિનેટમાં જ્ઞાતિ સમીકરણ પર ફોકસ, જાણો ક્યા જાતિના પ્રધાનોને મળ્યું સ્થાન
લોકપ્રતિનિધિ તરીકે પ્રધાનો: મુખ્યપ્રધાને કહ્યું કે, લોકપ્રતિનિધિ તરીકે પ્રધાનોએ જનતા સાથે અસરકારક સંપર્ક અને સંવાદ કરવો જોઈએ. જાહેર ફરિયાદો અને સમસ્યાઓના નિરાકરણ માટે નિયમિત જાહેર સુનાવણી યોજવી જોઈએ. પ્રભારી પ્રધાન તરીકે દર મહિને જિલ્લામાં જાઓ. આ દરમિયાન વિકાસના કામોની સમીક્ષા કરવાની સાથે સાથે ફિઝિકલ વેરિફિકેશનની સાથે તેના અંગે લોકોના પ્રતિભાવો પણ લેવા જોઈએ. સાથે જ જિલ્લાના રોકાણ દરમિયાન જનપ્રતિનિધિઓ સાથે બેઠકો પણ જરૂરી છે.
તમામની નજર પ્રધાનોના કામ પર: મુખ્યપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, સરકારના પ્રતિનિધિ તરીકે તમામની નજર પ્રધાનોના કામ, વાણી અને વર્તન પર છે. આવી સ્થિતિમાં સાદગી અને પવિત્રતાનું ઉદાહરણ તમારા બધા પ્રધાનોએ બેસાડવું જોઈએ. પરિવારે પ્રધાનોના જાહેર જીવન સાથે સંબંધિત ફરજો અને કાર્યોમાં કોઈપણ સ્તરે દખલ ન કરવી જોઈએ.
રાજ્યનો વિકાસ: એ જ રીતે પ્રધાનોએ પણ તેમના અંગત સ્ટાફ પર વિશેષ ધ્યાન આપીને તેમની પ્રવૃત્તિઓ પર નજર રાખવી જોઈએ. મુખ્યપ્રધાને કહ્યું કે, રાજ્યપાલ સાથે કેબિનેટની બેઠકનો પ્રસ્તાવ મૂકવો જોઈએ. રાજ્યના વિકાસને નવી ગતિ આપવા માટે, IIM લખનઉ ખાતે મંત્રીમંડળના સભ્યો માટે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવું જોઈએ.