ETV Bharat / bharat

મુખ્તારની શિફ્ટીંગ પર CM યોગીની નજર, માગ્યા દરેક ક્ષણના સમાચાર

યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે મંગળવારે સવારે મુખ્ય સચિવ ગૃહ અવનિશ અવસ્થીને ફોન કર્યો હતો અને મુખ્તાર અન્સારીને યુપી ખસેડવાની બાબતે સંપૂર્ણ માહિતી લીધી હતી. આ દરમિયાન મુખ્યપ્રધાને બાંદા જેલમાં સુરક્ષા વ્યવસ્થા અંગેની વિગતો પણ માગી હતી. તે જ સમયે મુખ્યપ્રધાને આ મુદ્દા સંબંધિત દરેક પળની માહિતી પ્રદાન કરવા માટે મુખ્ય સચિવ ગૃહ અવનિશ અવસ્થીને પણ સૂચના આપી હતી.

cm yogi
cm yogi
author img

By

Published : Apr 6, 2021, 2:58 PM IST

  • મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથની મુખ્તાર કેસ પર સીધી નજર
  • અવનિશ અવસ્થી પાસે મુખ્તાર અન્સારીની દરેક ક્ષણની માહિતી માગી
  • મુખ્યપ્રધાને જણાવ્યું આ મામલાની નિષ્પક્ષ તપાસ થવી જોઇએ

લખનૌ: મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથની મુખ્તાર કેસ પર સીધી નજર છે. મંગળવારે સવારે યોગીએ મુખ્ય સચિવ ગૃહ અવનિશ અવસ્થીને બોલાવીને મુખ્તાર અન્સારીને યુપીમાં લાવવા સંબંધિત તમામ માહિતી અંગે અપડેટ માગવા જણાવ્યું હતું. તેમણે મુખ્તારને લેવા 100 સુપર કોપ પોલીસકર્મીઓની ટીમની વિગતો પણ માગી હતી. CM યોગીએ મુખ્ય સચિવ ગૃહને નિર્દેશ આપ્યો કે આ મામલે બેદરકારી બિલકુલ સહન કરવામાં આવશે નહીં. તેમને દરેક ક્ષણની અપડેટ મળવી જોઈએ. મુખ્યપ્રધાને પણ મુખ્તારની એમ્બ્યુલન્સ કેસમાં નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે, આ મામલાની નિષ્પક્ષ તપાસ થવી જોઇએ અને કોઈ ગુનેગારને બક્ષવામાં આવશે નહીં.

બાંદા જેલના મુખ્ય દરવાજા પર ચેકપોસ્ટ અને 5 ટાવર તૈયાર છે

સૂત્રોના જણાવ્યા અનુસાર મુખ્ય સચિવ ગૃહે મુખ્તાર અન્સારીને યુપી સ્થળાંતર કરવાની બાબતે મુખ્ય પ્રધાનને માહિતી આપી હતી. અવનિશ અવસ્થીએ વિશ્વાસ સાથે કહ્યું કે, આ મામલે તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. બાંદા જેલમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. જેલમાં મુખ્તાર અન્સારી પર નજર રાખવા માટે 5 ટાવર બનાવવામાં આવ્યા છે. સુરક્ષા જવાનો આ ટાવરો પરથી મુખ્તારની વિશેષ બેરેકની દેખરેખ રાખશે. તેમજ જેલના મુખ્ય દરવાજા પર એક ચેકપોસ્ટ બનાવવામાં આવી છે, જેમાં પોલીસ કર્મચારીઓ તૈનાત રહેશે. પોલીસ ચોકી પર મુખ્તારને મળનારાની પ્રવૃત્તિઓ પર નજર રહેશે.

આ પણ વાંચો : UP સરકારે ચૂંટણી ડ્યૂટીમાં પોસ્ટ કરેલી કંપનીઓને મળવાપાત્ર સહાયની રકમ વધારવાનો નિર્ણય કર્યો

બાંદામાં ભાડે રહેતા બહારના લોકોની તપાસ કરવામાં આવશે

અવનીશ અવસ્થીએ એવી પણ માહિતી આપી હતી કે બંદામાં ભાડા પર રહેતા બાહ્ય લોકોની પણ તપાસ કરવામાં આવી રહી છે. તેની જવાબદારી સ્થાનિક LIU વિભાગને સોંપવામાં આવી છે. ગુપ્ત રીતે, LIU આ અંગે બાંદા જિલ્લાની સ્થાનિક કક્ષાએ તપાસ કરશે.

આ પણ વાંચો : ઉત્તર પ્રદેશમાં 144મી કલમ લાગૂ, 5થી વધુ લોકોના એકત્રિત થવાં પર પ્રતિબંધ

આ છે સમગ્ર મામલો

પંજાબ સરકારે વધારાના મુખ્ય સચિવ ગૃહ અવનિશ અવસ્થીને માફિયા ધારાસભ્ય મુખ્તાર અંસારીને રોપર જેલથી બાંદા જેલમાં ખસેડવા પત્ર લખ્યો હતો. પત્ર મળ્યા પછી જ યુપી સરકારે મુખ્તારની જેલ ખસેડવાની કવાયત શરૂ કરી હતી. પંજાબ સરકારે લખ્યું હતું કે, યુપી પોલીસે મુખ્તાર અન્સારીને 8 એપ્રિલ સુધીમાં જેલ દ્વારા કસ્ટડીમાં લેવો જોઈએ. મુખ્તારને રૂપનગર જેલમાંથી યુપી પોલીસને સોંપવામાં આવશે. મુખ્તારને ઘણા રોગો છે. જેની વિશેષ કાળજી લેવી જોઈએ. તબીબી રિપોર્ટને ધ્યાનમાં રાખીને મુખ્તારનું સ્થળાંતર થવું જોઈએ. મુખ્તારને યુપી લઈ જવા માટે સલામતીની યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ. મુખ્તારને 12 એપ્રિલે પંજાબમાં વર્ચ્યુઅલ રીતે હાજર કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.