- યોગી આદિત્યનાથે ફૈઝાબાદ જંક્શનનું નામ બદલ્યું
- ફૈઝાબાદ જંક્શન હવે અયોધ્યા કેંટ નામે ઓળખાશે
- મુખ્યપ્રધાન કાર્યાલયે આપી જાણકારી
લખનૌ: ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે (Yogi Adityanath) ફૈઝાબાદ રેલવે જંક્શન (Faizabad Railway Junction)નું નામ બદલીને અયોધ્યા કેંટ (Ayodhya Cantt) કરવાનો નિર્ણય લીધો છે. આ સંબંધિત નોટિફિકેશન જલદી જાહેર કરવામાં આવશે. આને લઇને ભારત સરકાર પાસેથી મંજૂરી મળી ગઈ છે. મુખ્યપ્રધાનના કાર્યાલય (CMO) તરફથી કહેવામાં આવ્યું છે કે યુપીના CM યોગી આદિત્યનાથે ફૈઝાબાદ રેલવે જંક્શનનું નામ બદલીને અયોધ્યા કેંટ કરવાનો નિર્ણય લીધો છે.
ફૈઝાબાદને બનાવ્યો અયોધ્યા જિલ્લો
આ પહેલા 2018માં યોગી આદિત્યનાથે જાહેરાત કરી હતી કે ફૈઝાબાદને અયોધ્યા જિલ્લા તરીકે બોલાવવામાં આવશે. 6 નવેમ્બર 2018ના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં ઉત્તર પ્રદેશ કેબિનેટે ફૈઝાબાદ જિલ્લાનું નામ બદલીને અયોધ્યા કરવાનો અને જિલ્લાના વહીવટી મથકને અયોધ્યા શહેરમાં સ્થાનાંતરિક કરવાની મંજૂરી આપી હતી.
અલ્હાબાદનું નામ પ્રયાગરાજ, મુગલસરાય દીન દયાલ ઉપાધ્યાય નગર
ઉલ્લેખનીય છે કે યોગી સરકારે અલ્હાબાદનું નામ પણ બદલીને પ્રયાગરાજ કરી દીધું છે, જ્યારે મુગલસરાયનું નામ બદલીને દીન દયાલ ઉપાધ્યાય નગર કરવામાં આવી ચૂક્યું છે. રાજ્ય સરકારે કેટલાક સમય પહેલા ઝાંસી રેલવે સ્ટેશનનું નામ બદલીને રાણી લક્ષ્મીબાઈ નામ રાખવાની ભલામણ કરી છે. આ ઉપરાંત તાજેતરમાં જ યોગી સરકારે દિલ્હીમાં યુપી સદનનું નામ બદલીને ઉત્તર પ્રદેશ ત્રિવેણી જ્યારે યુપી ભવનનું નામ ઉત્તર પ્રદેશ ભવન સંગમ રાખવાની જાહેરાત કરી હતી.
આ પણ વાંચો: વડાપ્રધાન મોદીએ આત્મનિર્ભર ભારતના લાભાર્થીઓને કહ્યું-ગોવા એટલે વિકાસનું નવું મોડેલ
આ પણ વાંચો: વિધાનસભાની ચૂંટણી પૂર્વે વડાપ્રધાન મોદીની ઉત્તરપ્રદેશને ભેટ: 9 મેડિકલ કોલેજોનું કરશે લોકાર્પણ