ETV Bharat / bharat

ઓડિશામાં સરકારી નોકરીઓ માટે અરજી કરવાની વય મર્યાદામાં કરાયો ત્રણ વર્ષનો વધારો - Statement of Chief Secretary SC Mahapatra

નવીન પટનાયકની સરકારે (CM Naveen Patnaik Govt Decision) એવા લોકોને રાહત આપી છે કે જેઓ કોરોનાને કારણે ઓડિશાની સરકારી નોકરીઓ માટે અરજી કરી શક્યા ન હતા અને તેમની વય મર્યાદા (Raises Upper Age limit in govt jobs) વટાવી ગયા હતા.

odisha cabinet
odisha cabinet
author img

By

Published : Jan 11, 2022, 10:13 AM IST

ભુવનેશ્વર: ઓડિશા સરકારે (CM Naveen Patnaik On Odisha Govt Job) સરકારી નોકરીઓ માટે અરજી કરવાની વય મર્યાદા ત્રણ વર્ષ વધારી છે. હવે ત્યાં જનરલ કેટેગરીના અરજદારો 38 વર્ષની ઉંમર સુધી સરકારી નોકરીઓ માટે આવનારી ખાલી જગ્યાઓમાં અરજી કરી શકશે. ST, SC, SEBC અને મહિલા ઉમેદવારો માટે વય મર્યાદા 43 વર્ષ નક્કી કરવામાં આવી છે.

સરકારી નોકરીઓ માટે વય મર્યાદા વધારવાનો નિર્ણય લેવાયો

સોમવારે ઓડિશા રાજ્ય કેબિનેટની બેઠક (odisha cabinet) યોજાઈ હતી. મુખ્યપ્રધાન નવીન પટનાયકની (CM Naveen Patnaik Govt Decision) અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં રાજ્ય સરકારે સરકારી નોકરીઓ માટે અરજી કરવા માટે વય મર્યાદા વધારવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. આ રાહત 2021થી 2023 દરમિયાન આવનારી ખાલી જગ્યાઓ માટે આપવામાં આવી છે. ઓડિશાના મુખ્ય સચિવ એસ.સી.મહાપાત્રાએ કહ્યું કે, કોવિડ- 19ને કારણે ભરતી પ્રક્રિયામાં વિલંબ થઈ રહ્યો છે. આ દરમિયાન ઘણા અરજદારો તેમની ઉંમર કરતાં વધી ગયા હતા અને તેમને ભરતી પરીક્ષામાં ભાગ લેવાની પૂરતી તકો મળી ન હતી. આ કારણોસર, સરકારે સરકારી નોકરીઓ માટે વય મર્યાદા (Raises Upper Age limit in govt jobs) વધારવાનો નિર્ણય લીધો છે.

અનામત શ્રેણીના વિકલાંગ અરજદારો માટે વય મર્યાદા 53 વર્ષ

મુખ્ય સચિવ એસ.સી.મહાપાત્રાએ (Statement of Chief Secretary S.C.Mahapatra) કહ્યું કે, આ છૂટછાટ કેલેન્ડર વર્ષ 2021, 2022 અને 2023 દરમિયાન આવતી નોકરીની જાહેરાતો પર લાગુ થશે. આ અંતર્ગત જનરલ કેટેગરીના અરજદારો 38 વર્ષ સુધી અરજી કરી શકશે. ST, SC, SEBC અને અનામતના દાયરામાં આવતા મહિલા ઉમેદવારો માટે 43 વર્ષની ઉપલી વય મર્યાદા નક્કી કરવામાં આવી છે. સામાન્ય વર્ગના વિકલાંગ ઉમેદવારો માટે વય મર્યાદા 38 વર્ષથી વધારીને 48 વર્ષ કરવામાં આવી છે. અનામત શ્રેણીના વિકલાંગ અરજદારો માટે વય મર્યાદા 53 વર્ષ નક્કી કરવામાં આવી છે.

સરકારનો IIT ભુવનેશ્વરને 618.665 એકર સરકારી જમીન મફતમાં આપવાનો નિર્ણય

મુખ્ય સચિવ એસ.સી.મહાપાત્રાના જણાવ્યા અનુસાર કેબિનેટે જિલ્લાઓમાં રૂપિયા 1,338.69 કરોડના પાંચ મેગા ગ્રામીણ પીવાના પાણી પુરવઠાના પ્રોજેક્ટ માટે ટેન્ડરોને પણ મંજૂરી આપી છે. મયુરભંજ, સંબલપુર અને કટક જિલ્લામાં આ પ્રોજેક્ટ્સ બે વર્ષમાં પૂર્ણ થવાની સંભાવના છે. સરકારે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT), ભુવનેશ્વરને 618.665 એકર સરકારી જમીન મફતમાં આપવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો: Shashi Tharoor sarcasm : શશિ થરૂરે મોદી સરકાર પર આપ્યો નવો શબ્દ 'ANOCRACY', જાણો તેનો અર્થ

આ પણ વાંચો: Precaution Doses India: પહેલા દિવસે લગાવાયાં દેશમાં 9 લાખથી વધુ સાવચેતીના ડોઝ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.