ETV Bharat / bharat

પ્રચારના પ્રતિબંધો પૂરા થતાંની સાથે જ મમતાએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા

ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ પૂર્ણ થયાની થોડી મિનિટ પછી પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ મંગળવારે કહ્યું હતું કે, તેમના ચૂંટણી પ્રચારને રોકવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

મમતા બેનર્જી
મમતા બેનર્જી
author img

By

Published : Apr 14, 2021, 9:24 AM IST

Updated : Apr 14, 2021, 2:51 PM IST

  • ચૂંટણી પંચ દ્વારા મમતાને 24 કલાક ચૂંટણી પ્રચારથી અટકાવવામાં આવ્યા
  • મમતાને ચૂંટણી પ્રચારથી અટકાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા
  • ભગવા પક્ષના નેતાઓને પ્રચાર કરવા દેવાની શરતે નિર્ણય લેશે
  • ધાર્મિક લહજાવાળા નિવેદનોને લીધે મમતા પર પ્રતિબંધ મુક્યો હતો

બારાસત (પશ્ચિમ બંગાળ) : ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ પૂર્ણ થયાની થોડીક મિનિટ પછી પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ મંગળવારે કહ્યું હતું કે, તેમને ચૂંટણી પ્રચારથી અટકાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બેનર્જીએ કહ્યું કે, તે જમીન સાથે જોડાયેલી યોદ્ધા છે અને ભાજપને ધમકાવવાની રણનીતિ સામે ઝૂકીશ નહિ.

બેનર્જીએ દિવસના સાડા ત્રણ કલાક ધરણા કર્યા

ચૂંટણી પંચ દ્વારા તેમને 24 કલાક ચૂંટણી પ્રચારથી અટકાવવામાં આવ્યા ત્યારે બેનર્જીએ દિવસના સાડા ત્રણ કલાક ધરણા કર્યા હતા. મમતાએ કહ્યું હતું કે, રાજ્યના લોકો તેમને પ્રચાર કરતા અટકાવવા અને ભગવા પક્ષના નેતાઓને પ્રચાર કરવા દેવાની શરતે નિર્ણય લેશે.

આ પણ વાંચો : મમતા બેનર્જીના ચૂંટણી પ્રચાર પર ચૂંટણી પંચે પ્રતિબંધ લગાવ્યો

મમતાએ પોતાને જમીન સાથે જોડાયેલા યોદ્ધા ગણાવ્યા

બેનર્જીએ બારાસતમાં એક સભાને સંબોધન કરતાં કહ્યું હતું કે, ભાજપ પ્રચાર કરી શકે છે અને મને મંજૂરી આપવામાં ન આવી. હું કંઈ બોલીશ નહિ, બંગાળના લોકો આ અંગે નિર્ણય લેશે. તેઓ બધુ જોઈ રહ્યા છે. પોતાને જમીન સાથે જોડાયેલા યોદ્ધા ગણાવતા મુખ્યમંત્રીએ કહ્યું કે, તેઓ ભાજપની ધાક-ધમકીઓ સામે ઝૂકશે નહિ. તેમણે કહ્યું કે, ભાજપ અને તેની એજન્સીઓ દ્વારા મને ચૂંટણી પ્રચાર કરતા રોકવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો : ચૂંટણી પંચે મમતા બેનર્જી પછી રાહુલ સિન્હાના પ્રચાર પર પ્રતિબંધ મુક્યો

ભાજપ મમતાને પ્રચાર કરતા રોકવા માંગે

મમતાએ કહ્યું હતું કે, ભાજપ મને પ્રચાર કરતા રોકવા માંગે છે. કારણ કે, તેઓ હારનો અંદાજો આવી ગયો છે. ચૂંટણી પંચે કેન્દ્રીય સુરક્ષા દળો વિરુદ્ધ ટિપ્પણી અને ધાર્મિક લહજાવાળા નિવેદનો પ્રચાર માટ મમતાના પ્રચાર પર સોમવારે રાત્રે 8 વાગ્યાથી પ્રતિબંધ મૂક્યો હતો.

Last Updated : Apr 14, 2021, 2:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.