નવી દિલ્હીઃ દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ સિંગાપોરમાં (Delhi CM Arvind Kejriwal) આયોજિત થનારી વર્લ્ડ ક્લાસ કોન્ફરન્સમાં (World Class Conference Singapore) ભાગ લેવા જવાના હતા, પરંતુ કેજરીવાલને હજુ સુધી સિંગાપોર જવાની મંજૂરી મળી નથી. અરવિંદ કેજરીવાલે આ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને (PM Narendra Modi) પત્ર લખીને સિંગાપોર જવાની પરવાનગી રોકવાને ખોટું ગણાવ્યું છે.
આ પણ વાંચોઃ મુસ્લિમ કારીગરોએ બનાવી અયોધ્યામાં રામ મંદિરના દરવાજાની ફ્રેમ, લાગે છે અદ્ભૂત
દેશના હીતમાંઃ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે પત્રમાં લખ્યું છે કે, સિંગાપોર સરકારે ગયા મહિને જૂન મહિનામાં વિશ્વસ્તરીય પરિષદમાં દિલ્હી મોડલ રજૂ કરવા આમંત્રણ આપ્યું હતું. જેમાં દુનિયાભરના ઘણા મોટા નેતાઓની સામે દિલ્હી મોડલ રજૂ કરવામાં આવનાર છે. આજે આખી દુનિયા દિલ્હી મોડલ વિશે જાણવા માંગે છે. આ આમંત્રણ દેશ માટે ગર્વ અને સન્માનની વાત છે. એક મુખ્યપ્રધાનને આટલા મહત્વના મંચ પર જતા રોકવા એ દેશના હિતની વિરુદ્ધ છે. તેમણે વહેલી તકે કોન્ફરન્સમાં જવાની પરવાનગી માંગી છે. જેથી તે દેશનું નામ ઉન્નત કરી શકે.
પ્રોટોકોલ છેઃ પ્રોટોકોલ મુજબ મુખ્યપ્રધાન સહિત કોઈપણ પ્રધાને એ વિદેશ પ્રવાસ માટે સત્તાવાર રીતે ગૃહ મંત્રાલય પાસેથી મંજૂરી લેવી પડે છે. આ ફાઇલને મંજૂરી માટે લેફ્ટનન્ટ ગવર્નરની ઓફિસ મારફતે ગૃહ મંત્રાલયને મોકલવામાં આવે છે. મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની સિંગાપુર મુલાકાતની ફાઈલ લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાને પણ મોકલવામાં આવી છે. હજુ ત્યાંથી મંજૂરી નથી મળી. મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે શહેરો પર વિશ્વ સમિટમાં ભાગ લેવાની પરવાનગી માંગી છે. મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ દિલ્હી મોડલ પ્રદર્શિત કરવા જવા માંગે છે. મુખ્યપ્રધાન કેજરીવાલને સિંગાપોરના હાઈ કમિશનર સિમોન વાંગે તેમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું હતું.
આ પણ વાંચોઃ શ્રીલંકાથી ઘરે પરત ફરેલા હોટલના વ્યવસાયી શફી બનાવી રહ્યા છે પાપડ
એક મહિનાથી સ્ટેઃ સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલના સિંગાપોર જવાની ફાઇલ લેફ્ટનન્ટ ગવર્નરની ઓફિસમાં છેલ્લા એક મહિનાથી અટકી પડી છે. પાર્ટીના પ્રવક્તા આતિશી કહે છે કે પહેલા લેફ્ટનન્ટ ગવર્નરની ઓફિસમાંથી ફાઇલ એક-બે દિવસમાં પાછી આવતી હતી. પરંતુ સિંગાપોરના પ્રવાસને લઈને ત્યાંથી કોઈ પરવાનગી મળી નથી.
દેશહિત ધ્યાને લોઃ CM અરવિંદ કેજરીવાલે પત્રના અંતમાં લખ્યું છે કે દેશની અંદર ભલે રાજકીય મતભેદ હોય, પરંતુ બહારની દુનિયાની સામે આપણે આપણા મતભેદોને ભૂલીને માત્ર દેશના હિતને જ સામે રાખવું જોઈએ. જ્યારે તમે ગુજરાતના મુખ્યપ્રધાન હતા અને જ્યારે અમેરિકાએ તમને વિઝા નકાર્યા ત્યારે આખા દેશે અમેરિકાના આ પગલાની ટીકા કરી અને તમારું સમર્થન કર્યું. આજે જ્યારે તમારી સરકાર એક મુખ્યપ્રધાને આવા મહત્વના મંચ પર જતા અટકાવે છે તે દેશના હિતની વિરુદ્ધ છે. સિંગાપોર સરકારે મને 1 ઓગસ્ટના કાર્યક્રમમાં ભાગ લેવા વિનંતી કરી છે. હું તમને વિનંતી કરું છું કે આને વહેલી તકે મંજૂરી આપો, જેથી હું સમયસર પ્રવાસ કરીને દેશને ગૌરવ અપાવી શકું.