નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર(National convener of Aam Aadmi Party) અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ આગામી તારીખ 6 અને 7 ઓગસ્ટના ફરી એક વખત ગુજરાતવની મુલાકાતે આવી રહ્યા(Arvind Kejriwal Gujarat Visit) છે. તેઓ 6 ઓગસ્ટે જામનગરમાં વેપારીઓને ટાઉન હોલમાં ખાસ સંબોધન કરશે. 7 ઓગસ્ટના રોજ તેઓ છોટા ઉદેપુરમાં પણ એક જનસભાને સંબોધશે. આ દરમિયાન તેઓ જનસભામાં કોઈ મોટી જાહેરાત કરી શકે છે.
આ પણ વાંચો - ભાજપના ભ્રષ્ટાચારને કારણે દેવામાં ડૂબ્યું ગુજરાત: કેજરીવાલ
ગુજરાતની મુલાકાતે કેજરીવાલ - આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ રાજ્યામાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, તેથી સતત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આજ મહિનામાં બીજી વખત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. અગાઉ તેઓ 1 ઓગસ્ટના રોજ ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. જ્યાં તેમને રાજકોટમાં જાહેર સભાને સંબોધતા ગુજરાતમાં રોજગારી આપવાની જાહેરાત કરી હતી. અગાઉ પણ તેમણે 300 યુનિટ મફત વીજળીની પ્રથમ જાહેરાત કરી(Declaration of 300 units of free electricity) હતી.
આ પણ વાંચો - Delhi CM Arvind Kejriwal in Rajkot : કેજરીવાલે ટાઉન હોલમાં વ્યાપારીઓ સાથે બેઠક યોજી, આપી 5 ગેરંટી
આ પ્રકારની જાહેરાત કરી શકે છે - આમ આદમી પાર્ટી આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત છે. ગુજરાતમાં સત્તા પર રહેલી ભાજપને પાર્ટી દ્વારા સતત નિશાન બનાવવામાં આવી રહી છે. પાર્ટીનો આરોપ છે કે ગુજરાતમાં સત્તા પર રહેલી ભાજપે છેલ્લા 27 વર્ષમાં કોઈ વિકાસ કામ કર્યું નથી.