- CM કેજરીવાલે દિલ્હીની હોસ્પિટલમાં રસીનો પ્રથમ ડોઝ લીધો
- કેજરીવાલ લાંબા સમયથી ડાયાબિટીઝથી પીડિત છે
- અરવિંદ કેજરીવાલે લોકોને કોરોના રસી લેવા કરી અપીલ
દિલ્હી: મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને ગુરુવારે કોરોના રસી લીધી છે. અરવિંદ કેજરીવાલને દિલ્હીની લોક નાયક જયપ્રકાશ હોસ્પિટલમાં રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે, તેમને કોવિશિલ્ડ રસી મૂકવામાં આવી છે, અરવિંદ કેજરીવાલની સાથે તેમના માતાપિતાને પણ રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. અરવિંદ કેજરીવાલ 52 વર્ષના છે, પરંતુ તેઓ લાંબા સમયથી ડાયાબિટીઝથી પીડિત છે, તેથી તેમને પણ આ રસી આપવામાં આવી છે. રસી મળ્યા બાદ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે કહ્યું કે, અમને કોઈપણ પ્રકારની મુશ્કેલી આવી નથી. તે દરેકને અપીલ કરવા માગે છે કે, જે પણ રસી લગાવવાને પાત્ર છે, તેઓએ રસી લેવી જ જોઇએ.
આ પણ વાંચો: ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો
દેશમાં 1.5 કરોડથી વધુ લોકોને રસી અપાઈ
દેશમાં કોરોના રસીકરણનો બીજો તબક્કો 1 માર્ચથી શરૂ થયો છે. આ અંતર્ગત, 60 વર્ષથી વધુ ઉંમરના અને 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને (ગંભીર બિમારીથી પીડિત) રસી આપવામાં આવી રહી છે, છેલ્લા ત્રણ દિવસમાં દેશભરમાં 5 લાખથી વધુ લોકોને કોરોના રસી આપવામાં આવી છે. દેશમાં હાલ કોવિશિલ્ડ અને કોવાક્સિનનો ડોઝ આપવામાં આવી રહ્યો છે. જો સંપૂર્ણ આંકડાની વાત કરવામાં આવે તો 1.5 કરોડથી વધુ લોકોને રસી આપવામાં આવી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, એનસીપી નેતા શરદ પવાર સહિત દેશના ઘણા મોટા ચહેરાઓને રસી આપવામાં આવી છે.
આ પણ વાંચો: વડાપ્રધાન મોદી સહિત રાજકીય નેતાઓએ વેક્સિન લીધી