- વાદળ ફાટવાથી ધારચુલાના જુમ્મા ગામમાં તબાહી
- ઘટનામાં 7 લોકો ગુમ
- રેસ્ક્યુ ટીમો તાત્કાલિક સ્થળ પર રવાના થઈ
પિથૌરાગઢ: ઉત્તરાખંડના સરહદી જિલ્લા પિથૌરાગઢના ધારચુલામાં આવેલા જુમ્મા ગામમાં વાદળ ફાટવાના કારણે વિનાશ થયો છે. જુમ્મા ગામમાં માકનોને ભારે નુકસાન થયું છે.તો આ સાથે જ સાત લોકો ગુમ થયા હોવાના અહેવાલ છે. ઘટનાની માહિતી મળ્યા બાદ રેવન્યુ, એસએસબી, પોલીસ, એસડીઆરએફ અને રેસ્ક્યુ ટીમો તાત્કાલિક સ્થળ પર રવાના થઈ ગઈ છે.
-
2 people were killed, 5 buried under debris due to a landslide near Jumma village of Pithoragarh district. District Magistrate ordered to intensify the rescue mission, tweets Uttarakhand CM Pushkar Singh Dhami pic.twitter.com/AiYeF0HohD
— ANI (@ANI) August 30, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">2 people were killed, 5 buried under debris due to a landslide near Jumma village of Pithoragarh district. District Magistrate ordered to intensify the rescue mission, tweets Uttarakhand CM Pushkar Singh Dhami pic.twitter.com/AiYeF0HohD
— ANI (@ANI) August 30, 20212 people were killed, 5 buried under debris due to a landslide near Jumma village of Pithoragarh district. District Magistrate ordered to intensify the rescue mission, tweets Uttarakhand CM Pushkar Singh Dhami pic.twitter.com/AiYeF0HohD
— ANI (@ANI) August 30, 2021
જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષક પણ ઘટના સ્થળે રવાના
ધારચુલામાં વાદળ ફાટવાથી વિનાશ થયો છે. મોડી રાત્રે જુમ્મા ગામમાં વાદળ ફાટવાના કારણે થયેલા ભૂસ્ખલન બાદ સાત લોકો ગુમ થયા હોવાના એહવાલ છે. તો આ સાથે જ આ ઘટનામાં ધણા મકાનો પણ નુકસાન થયું છે.ઘટનાની માહિતી પર, ડીએમ આશિષ ચૌહાણે જિલ્લા ડિઝાસ્ટર ઓપરેશન સેન્ટરમાં આઈઆરએસ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને સ્થળ પર રાહત અને બચાવ કાર્ય હાથ ધરવા તેમજ આ વિસ્તારમાં રાહત સામગ્રી મોકલવાના નિર્દેશ આપ્યા હતા. જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષક પણ ઘટના સ્થળે રવાના થઈ રહ્યા છે.
આ પણ વાંચો : પ્રભુનું સામરાજ્ય દ્રારકા થી લઈને સુરતના કોસંબા સુધી હતું વિસ્તેરેલું, આજે પણ જોવા મળે છે અવશેષ
બચાવ કાર્ય માટે હેલિપેડ તૈયાર કરવામાં આવ્યું
ડીએમ આશિષ ચૌહાણે જણાવ્યું હતું કે આ વિસ્તારમાં રસ્તાની નાકાબંધીને કારણે હેલિકોપ્ટર દ્વારા બચાવ કાર્ય કરવા માટે આ વિસ્તારમાં હેલિપેડ તૈયાર કરવામાં આવી રહ્યું છે. સાથે જ આ વિસ્તાર માટે NDRF ની ટીમ પણ મોકલવામાં આવી રહી છે.
આ પણ વાંચો : Tokyo Paralympics : ભારતની દિકરી અવની લેખારાએ ઇતિહાસ રચ્યો, ટોક્યો પેરાલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીત્યો