- ભારતીય જનતા પાર્ટી અને શિવસેના વચ્ચે કડવાશ
- ટમહારાષ્ટ્ર અને કેન્દ્રમાં સત્તામાં શિવસેના અને ભારતીય જનાતા પાર્ટ હતા 'સાથી'
- કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેની ટિપ્પણીને લઈને બંને પક્ષોના કાર્યકરોમાં ઘર્ષણ
મહારાષ્ટ્ર: ભારતીય જનતા પાર્ટી અને શિવસેના વચ્ચે કડવાશ વધી રહી છે, જે એક સમયે મહારાષ્ટ્ર અને કેન્દ્રમાં સત્તામાં 'સાથી' હતા. મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેની ટિપ્પણીને લઈને બંને પક્ષોના કાર્યકરોએ મંગળવારે મુંબઈમાં એકબીજા સાથે વિરોધ કર્યો હતા. ઉલ્લેખનીય છે કે શિવસેનાના કાર્યકરોએ આ મામલે કેન્દ્રિય પ્રધાન રાણે સામે કેસ દાખલ કર્યો છે. બાદમાં આ સંદર્ભમાં તેમણે ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું.
જન આશીર્વાદ યાત્રા' દરમિયાન રાણેએ જણાવ્યું
સોમવારના રોજ રાયગઢ જિલ્લામાં 'જન આશીર્વાદ યાત્રા' દરમિયાન રાણેએ જણાવ્યું કે, "આ શરમજનક બાબત છે કે, મુખ્યપ્રધાનને ખબર નથી કે આઝાદી પછી કેટલા વર્ષો થયા છે. ભાષણ દરમિયાન, તે પાછળ જોતા અને તેના વિશે પૂછપરછ કરતા જોવા મળ્યા હતા. જો હું ત્યાં હોત તો મેં તેને એક જોરદાર થપ્પડ આપી હોત. "ખાસ વાત એ છે કે, રાણે પોતે એક સમયે શિવસેનામાં રહેતા હતા. રાણે, જે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન હતા, અગાઉ શિવસેનામાં હતા, બાદમાં તેમણે કોંગ્રેસમાં પ્રવેશ કર્યો અને પછી, 2019 માં, તેઓ ભાજપમાં જોડાયા હતા. આ પછી મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું હતું.
રાણેના આ નિવેદનની શિવસેનાએ સખત નિંદા કરી
પાર્ટીના કાર્યકરોએ મુંબઈ અને અન્ય ઘણી જગ્યાએ પોસ્ટર લગાવ્યા હતા. જેમાં રાણેને 'કોમ્બડી ચોર' (ચિકન ચોર) તરીકે વર્ણવવામાં આવ્યા હતા. લગભગ પાંચ દાયકા પહેલા રાણે ચેન્બુરમાં પોલ્ટ્રીની દુકાન ચલાવતા હતા.