ETV Bharat / bharat

ત્રિપુરામાં કોંગ્રેસ અને ભાજપના સમર્થકો વચ્ચે અથડામણ, 19 ઘાયલ

author img

By

Published : Jun 27, 2022, 7:27 AM IST

ત્રિપુરામાં પેટાચૂંટણીના પરિણામો (clash in Agartala) જાહેર થયા બાદ કોંગ્રેસ-ભાજપના કાર્યકરો વચ્ચે હિંસક અથડામણ (BJP and Congress workers clash) થઈ હતી. ત્યારથી બંને પક્ષના નેતાઓ આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરી રહ્યા છે. સીએમ માણિક સાહાએ શાંતિ જાળવવાની અપીલ કરી છે.

કોંગ્રેસ અને ભાજપના સમર્થકો વચ્ચે અથડામણ

અગરતલા: પેટાચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ (Clashes after Tripura bypoll result) ત્રિપુરાના અગરતલામાં (clash in Agartala) પ્રદેશ કોંગ્રેસ સમિતિ (PCC)ના મુખ્યાલયની બહાર ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે હિંસક અથડામણ થઈ (BJP and Congress workers clash ) હતી. રવિવારે અહીં કોંગ્રેસ ભવન સામે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી (BJP) સમર્થકો વચ્ચેની અથડામણમાં ત્રિપુરા પ્રદેશ કોંગ્રેસ સમિતિ (TPCC)ના વડા બિરજીત સિંહા સહિત ઓછામાં ઓછા 19 લોકો ઘાયલ થયા હતા. રાજ્યની ચાર વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ બંને પક્ષોના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસે ભીડને વિખેરવા માટે ટીયર ગેસના સેલ છોડ્યા હતા.

આ પણ વાંચો: હવે સોનિયા પર લાગ્યો તિસ્તાને મદદ કરવાનો આરોપ, કોંગ્રેસમાં ફેલાયો ફફડાટ

કોંગ્રેસ ભવન પર હુમલો: ઉલ્લેખનીય છે કે, ત્રિપુરામાં ચાર વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીમાં (clash occurred between BJP and Congress) ભાજપે ત્રણ અને કોંગ્રેસે એક બેઠક પર જીત મેળવી છે. અથડામણ બાદ પોસ્ટ ઓફિસ ચૌમુહાની સ્થિત કોંગ્રેસ ભવન આસપાસનો સમગ્ર વિસ્તાર નિર્જન થઈ ગયો હતો. કોંગ્રેસના નેતા આશિષ કુમાર સાહાએ કહ્યું, "અગરતલા વિધાનસભા બેઠકના વિજેતા (Clashes between BJP and Congress workers) ઉમેદવાર સુદીપ રોય બર્મન સાથે કોંગ્રેસના સમર્થકો બપોરે 1 વાગ્યે મતગણતરી કેન્દ્રથી કોંગ્રેસ ભવન પરત ફર્યા." "જ્યારે અમે લંચની તૈયારી કરી રહ્યા હતા, ત્યારે ભાજપના સમર્થકોના એક જૂથે કોંગ્રેસ ભવન પર હુમલો કર્યો. ત્રિપુરા પ્રદેશ કોંગ્રેસ કમિટી (TPCC) પ્રમુખને માથા પર ઇંટો વડે મારવામાં આવ્યો હતો જ્યારે કોંગ્રેસના અન્ય કાર્યકર રોમી મિયાંને ભાજપના સમર્થકોએ છરો માર્યો હતો.

ભાજપના સમર્થકોએ પથ્થરમારો કર્યો: તેમણે આરોપ લગાવ્યો કે, યુવા મોરચાના નેતાની આગેવાની હેઠળના ભાજપના સમર્થકોએ બિલ્ડિંગ પર પથ્થરમારો કર્યો અને બહાર પાર્ક કરેલી ઘણી મોટરસાઇકલને નુકસાન પહોંચાડ્યું. સાહાએ આરોપ લગાવ્યો કે, જ્યારે હુમલો થઈ રહ્યો હતો ત્યારે પોલીસ મૂક પ્રેક્ષક બની રહી હતી. બીજી બાજુ, માહિતી અને સાંસ્કૃતિક બાબતોના પ્રધાન સુશાંત ચૌધરીએ આક્ષેપ કર્યો હતો કે, કોંગ્રેસના સમર્થકોએ અગાઉ અગરતલા મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ભાજપના કાઉન્સિલર શિલ્પી સેન પર પથ્થરમારો કર્યો હતો અને તે ઘટનાથી પક્ષના સમર્થકો ગુસ્સે થયા હતા. "કોંગ્રેસ દ્વારા પ્રાયોજિત હુમલામાં અમારી પાર્ટીના લગભગ છ સમર્થકો ઘાયલ થયા હતા. પેટાચૂંટણીમાં ચારમાંથી એક વિધાનસભા બેઠક જીત્યા બાદ તે મુશ્કેલી ઊભી કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. તેઓ કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા-માર્કસિસ્ટની મદદથી સત્તામાં પાછા ફરવાનું સપનું જોઈ રહ્યા છે.

લોકો સામે કાર્યવાહીની માંગ: પોલીસે જણાવ્યું કે, ત્રણ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, પરંતુ હજુ સુધી કોઈ FIR નોંધવામાં આવી નથી. એક પોલીસ અધિકારીએ કહ્યું, “TPCC પ્રમુખને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. છરીનો ભોગ બનેલા કોંગ્રેસ સમર્થકની પણ સારવાર ચાલી રહી છે. ભાજપના સમર્થક વિશાલ ચક્રવર્તીને માથામાં ઈજા થઈ છે અને તેમને 12 ટાંકા આવ્યા છે. રોય બર્મનની આગેવાની હેઠળ કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ પશ્ચિમ ત્રિપુરાના પોલીસ અધિક્ષકને મળ્યું અને ઘટના અંગે એક મેમોરેન્ડમ સુપરત કર્યું. સુશાંત ચૌધરીએ કહ્યું કે ભાજપના નેતાઓ પોલીસ અધિકારીઓને પણ મળ્યા છે અને ભાજપના કાઉન્સિલર અને અન્યો પર હુમલામાં સામેલ લોકો સામે કાર્યવાહીની માંગ કરી છે.

આ પણ વાંચો: પાકિસ્તાન જેલમાં માર્યા ગયેલા સરબજીત સિંહની બહેન દલબીર કૌરનું અવસાન

મુખ્યપ્રધાને હિંસા ન કરવાની કરી અપીલ: મુખ્યપ્રધાન સાહાએ તેમની જીત માટે ભાજપને મત આપનારા લોકોનો આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે, આ ચૂંટણીમાં કોંગ્રેસ અને સીપીઆઈ (એમ) ની ભાગીદારી સાબિત થઈ છે. તેમણે પત્રકારોને કહ્યું કે, જેમણે મને મત આપ્યો તેમનો હું આભાર માનું છું. આ ભાજપના કાર્યકરોની જીત છે. મને અપેક્ષા હતી કે તફાવત થોડો વધુ હશે. જોકે, પરિણામો સીપીઆઈ(એમ) અને કોંગ્રેસ વચ્ચેની મિલીભગત સાબિત કરે છે. અમે ભવિષ્યમાં પણ આ રીતે કામ કરીશું. લોકોએ મિલીભગતને નકારી કાઢી છે. "અમે ઘણા વર્ષોથી રાજ્યમાં મતદાન પછીની હિંસા જોઈ છે, તેથી અમે લોકોને આવી વસ્તુઓથી દૂર રહેવા વિનંતી કરી છે," તેમણે કહ્યું. લોકોનો વિશ્વાસ સૌથી મહત્વની બાબત છે અને અમે ઈચ્છીએ છીએ કે, તેમને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે. હું વિરોધ પક્ષોને પણ શાંતિ જાળવવા વિનંતી કરું છું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.