ETV Bharat / bharat

પેંગોંગ તળાવના ફિંગર 4ને ખાલી કરી રહી છે ચીની સેના, ધ્વસ્ત કર્યા શેલ્ટર - Chinese vacating Finger 4 area

ચીની સેનાએ પૂર્વ લદ્દાખમાં LAC પર પેંગોંગ તળાવની ઉત્તર કાંઠે ફિંગર 4 ક્ષેત્રને ખાલી કરવાનું શરૂ કર્યું છે. LAC પર ભારત અને ચીન વચ્ચે સૈન્યને પાછળ હટાવવા માટેના કરાર થઈ રહ્યા છે. એક અધિકારીના જણાવ્યા અનુસાર, ફિંગર 4 વિસ્તારમાં સૈનિકોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

Pangong lake
Pangong lake
author img

By

Published : Feb 16, 2021, 9:29 AM IST

  • પેંગોંગ તળાવના ફિંગર 4ને ખાલી કરી રહી છે ચીની સેના
  • ભારતીય અને ચીની સેનાએ દક્ષિણ કાંઠેથી પીછેહઠ શરૂ કરી
  • ભારતીય અને ચીની સેના LAC પર લગભગ 10 મહિનાથી આમને-સામને

નવી દિલ્હી: ચાઇનીઝ પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) આખરે પેંગોંગ તળાવની ઉત્તરી કાંઠે ફિંગર 4 વિસ્તાર ખાલી કરવાનું શરૂ કરી દીધું છે, જેના પર તેઓએ ગયા વર્ષે કબ્જો કર્યો હતો અને વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પરની સ્થિતી પર બદલાવ કર્યો હતો.

ભારત અને ચીન વચ્ચે કરાર મુજબ ચાલી રહી છે ગતિવિધિઓ

કરારમાં કહેવામાં આવ્યું છે કે, પોતાના રહેવા માટે બનાવવામાં આવેલા શેલ્ટરને ધ્વસ્ત કરી રહ્યા છે અને અન્ય રચનાઓને પણ દૂર કરી રહ્યા છે, જે તેમણે કબ્જો કર્યો ત્યારે સ્થાપિત કરી હતી. ભારત અને ચીન વચ્ચે LAC સાથે અનેક મુદ્દાઓ પર ચાલી રહેલી બાબતને સમાપ્ત કરવાના સૈનિકો પરત ખેંચવાના કરાર મુજબ આ થઈ રહ્યું છે.

કરાર મુજબ બંને દેશો પોતપોતાની પોસ્ટ પર પરત ફરી જશે

કરારમાં કહેવામાં આવી રહ્યું છે કે, ચીની સૈનિક ફિંગપ 8 પર પરત જતાં રહેશે અને ભારતીય સેના પૈંગોંગ તળાવના તટ પર ફિંગર 2 અને 3 વચ્ચે ધન સિંહ થાપા પોસ્ટ પર પરત આવી જશે. આ ઉપરાંત પરંપરાગત વિસ્તારોમાં પેટ્રોલિંગ સહિત સૈન્ય પ્રવૃત્તિઓ પર અસ્થાયી પ્રતિબંધ રહેશે.

ફિંગર 4 વિસ્તારમાં સૈનિકોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો

એક વરિષ્ઠ સરકારી અધિકારીએ કહ્યું કે, ફિંગર 4 વિસ્તારમાં સૈનિકોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. અધિકારીએ એમ પણ કહ્યું હતું કે, ચીની સૈન્ય તેમની બોટો તળાવમાંથી બહાર કાઢી રહી છે.

ભારતીય અને ચીની સેનાએ દક્ષિણ કાંઠેથી પીછેહઠ શરૂ કરી

આ ઉપરાંત ભારતીય અને ચીની સૈનિકોએ તળાવના દક્ષિણ કાંઠેથી પણ પીછેહઠ શરૂ કરી છે, જ્યાં બંને દેશોના સૈનિકો સામ-સામે હતા. એટલું જ નહીં, તળાવની દક્ષિણ કાંઠે ગોઠવેલા ટેન્ક પણ બંને દેશોની સૈન્ય દ્વારા પાછા લઈ લેવામાં આવ્યા છે.

ભારતીય અને ચીની સેના LAC પર લગભગ 10 મહિનાથી આમને-સામને

ભારતીય અને ચીની સેના LAC પર લગભગ 10 મહિનાથી આમને-સામને છે અને બંને દેશો હાલ ગતિવિધિઓને સમાપ્ત કરવા અંગેના પગલાં લઈ રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.