ETV Bharat / bharat

ચીને અરૂણાચલ પ્રદેશની સાથે આવેલા વિવાદિત ક્ષેત્રમાં વસાવ્યું ગામઃ અમેરિકા - ભારત ચીન ન્યૂઝ

ભારત માટે ફરી એક વાર ચિંતાજનક સમાચાર આવ્યા છે. કારણ કે, અમેરિકી સંરક્ષણ વિભાગે એક રિપોર્ટમાં (Report of US Department of Defense) દાવો કર્યો છે કે, ચીને તિબેટ સ્વાયત્ત પ્રદેશ (Tibet Autonomous Region) અને અરૂણાચલ પ્રદેશની (Arunachal Pradesh) વચ્ચે વિવાદિત ક્ષેત્રની અંદર એક મોટું 100 ઘરનું ગામ વસાવ્યું છે. પેંટાગનના આ રિપોર્ટમાં અનેક ચોંકાવનારા ખૂલાસા કરવામાં આવ્યા છે.

ચીને અરૂણાચલ પ્રદેશની સાથે આવેલા વિવાદિત ક્ષેત્રમાં વસાવ્યું ગામઃ અમેરિકા

author img

By

Published : Nov 6, 2021, 9:50 AM IST

  • ભારત માટે ફરી એક વાર ચિંતાજનક સમાચાર આવ્યા છે
  • ચીને તિબેટ સ્વાયત્ત પ્રદેશ અને અરૂણાચલ પ્રદેશની વચ્ચે એક મોટું ગામ વસાવ્યું
  • અમેરિકી સંરક્ષણ વિભાગે એક રિપોર્ટમાં કર્યો દાવો

નવી દિલ્હીઃ ચીને તિબેટ સ્વાયત્ત ક્ષેત્ર (Tibet Autonomous Region) અને અરૂણાચલ પ્રદેશની (Arunachal Pradesh) વચ્ચે વિવાદિત ક્ષેત્રની અંદર (Village within the disputed area) એક મોટું 100 ઘરોના નાગરિકોનું ગામ વસાવ્યું છે. અમેરિકી સંરક્ષણ વિભાગે (US Department of Defense) ચીન સાથે જોડાયેલી સૈન્ય અને સુરક્ષા વિકાસ પર કોંગ્રેસમાં રજૂ કરેલો પોતાના વાર્ષિક રિપોર્ટમાં આ દાવો કર્યો છે.

આ પણ વાંચો- ભારત-ચીન સરહદી વિવાદ: પિનાકા ડ્રેગનને આપશે જવાબ, ભગવાન શિવના ધનુષ પરથી રાખવામાં આવ્યું નામ

ચીની મીડિયાએ LACની પાસે ભારતના પાયાના ઢાંચાના વિકાસને અસર કરવાનો પ્રયાસ કર્યો હતો

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, પીપુલ્સ રિપબ્લિક ઓફ ચાઈના (PRC) રાષ્ટ્ર-નિયંત્રિત મીડિયાએ તે દરમિયાન બેઈજિંગના દાવાઓને જોરશોરથી ઉઠાવ્યો હતો અને ભારતના દાવાનો અસ્વીકાર કરવાનું ચાલુ રાખ્યું હતું. એ પણ કહેવામાં આવ્યું છે કે, ચીની મીડિયાએ LACની પાસે ભારતના પાયાના ઢાંચાના વિકાસને અસર કરવાનો પ્રયાસ કર્યો હતો. આ કામ માટે ચીની મીડિયા (China Media) તણાવ વધારવાનો આરોપ ભારત પર લગાવી રહ્યું છે. ચીને પોતાના દાવાવાળી જમીનથી સેનાને પાછળ હટાવવાથી પણ સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો. તેમણે શરત રાખી હતી કે, તેઓ ત્યાં સુધી સેનાને પાછળ નહીં હટાવે, જ્યાં સુધી તેમના દાવાવાળી જમીનથી ભારતીય સેના પાછળ નહીં હટી જાય અને તે ક્ષેત્રમાં પાયાના ઢાંચામાં સુધારના કામને રોકવામાં નહીં આવે.

અમેરિકાથી સંબંધ મજબૂત કરવાથી રોકવાનો પ્રયાસ

અમેરિકી સંરક્ષણ વિભાગે આ રિપોર્ટમાં (Report of US Department of Defense) દાવો કર્યો હતો કે, ચીને ભારતને અમેરિકા સાથે સંબંધોને મજબૂત બનાવવાથી રોકવાનો પ્રયાસ કર્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, પીપુલ્સ રિપબ્લિક ઓફ ચાઈના (PRC)ના અધિકારીઓએ સત્તાવાર નિવેદનો અને રાષ્ટ્રીય મીડિયાના માધ્યમથી ભારતને વોશિંગ્ટનની સાથે પોતાના સંબંધોને વધુ ગાઢ કરવાથી રોકવા માટે અસફળ પ્રયાસ કર્યો છે.

આ પણ વાંચો- આપણે ચીનની સાથે સીમા વાર્તાના દરેક તબક્કામાં અનુકુળ પરિણામની આશા ન રાખવી જોઈએઃ સેના પ્રમુખ

સીમા તણાવને ઓછો કરવા વ્યૂહાત્મક કાર્યવાહી ચાલુ છે

છેલ્લા 18 મહિનાઓમાં ભારત અને ચીનના સીમા વિવાદ અંગે વિસ્તારમાં જણાવતા આમાં કહેવામાં આવ્યું છે કે, સીમા તણાવને ઓછો કરવા માટે ચાલી રહેલા રાજદ્વારી અને સૈન્ય સંવાદ (Diplomatic and military dialogue) સિવાય, PRCએ LAC પર પોતાના દાવાને મજબૂત કરવા માટે વ્યૂહાત્મક કાર્યવાહી કરવાનું ચાલું રાખ્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, LAC પર ભારતની સાથે તણાવે મે 2020ના મધ્યમાં ચીની અને ભારતીય સૈનિકોની વચ્ચે ચાલી રહેલા ગતિરોધને જન્મ આપ્યો, જે સદીઓ સુધી ચાલ્યું. અમેરિકાના આ રિપોર્ટમાં કહેવાયું છે કે, જૂન 2021 સુધી PRC અને ભારત LACની સાથે મોટા પાયે તહેનાતી ચાલુ રાખી રહ્યું છે અને આ બળોને યથાવત રાખવાની તૈયારી પણ કરી રહ્યું છે, જ્યારે સૈનિકોને પાછળ હટાવવા માટે વાર્તાને મર્યાદિત પ્રગતિ આપી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.