ETV Bharat / bharat

ચીન બધી દિશાઓથી ભારતને ઘેરી રહ્યું છે - પાકિસ્તાન

પૂર્વી લદ્દાખમાં છેલ્લા સાત મહિનાથી ચાલી રહેલા તણાવનો કોઈ અંત નથી તેમ લાગે છે. ડ્રેગન સેનાને સરહદે જાળવી રાખીને ભારતને આર્થિક રીતે નબળા બનાવવાના લાંબા ગાળાના લક્ષ્ય સાથે આગળ વધી રહ્યું છે, અને તેના દ્વારા ભારત પર તીવ્ર દબાણ લાવવા માગે છે. બ્રિગેડ કમાન્ડરના સ્તરે બંને દેશો વચ્ચે ડઝન વાટાઘાટો થઈ હતી. વિદેશ વિભાગના અધિકારીઓના સ્તરે અનેક ચર્ચાઓ કરવામાં આવી હતી. જોકે, કોઈ પરિણામ આવ્યું નહીં. આવી પરિસ્થિતિ કોઈ માટે સારી નથી તે અંગે સંમત હોવાનો ઢોંગ કરતી વખતે, તે દેશ તેનાં દુષ્ટ કાવતરાઓ ચાલુ રાખી રહ્યો છે. તણાવ વધારનારાં પગલાંથી દૂર રહેવાના અને વાસ્તવિક નિયંત્રણ લાઇનમાં શાંત રહેવાનાં નિર્ણયથી સંમત થઈને, તે ભવિષ્યમાં તણાવ પેદા કરવા માટે નવા ષડયંત્રો ઘડી રહ્યું છે.

ચીન બધી દિશાઓથી ભારતને ઘેરી રહ્યું છે
ચીન બધી દિશાઓથી ભારતને ઘેરી રહ્યું છે
author img

By

Published : Dec 25, 2020, 6:08 PM IST

ભારત માટે આનો ઉપાય છે, તમામ સમયે સાવધ રહેવું.

જોકે, મોસ્કોમાં ભારતના વિદેશ પ્રધાન જયશંકર અને ચીનના વિદેશ પ્રધાન વાંગ યી વચ્ચેની વાતચીત દરમિયાન પંચસૂત્ર યોજના બનાવવામાં આવી હતી, પરંતુ પાછળથી ડ્રેગને તેને કોઈ ધ્યાન આપ્યું નહીં. તે પ્યોંગ્યાંગ તળાવની આસપાસથી એક ઇંચ પણ પાછું હટ્યું નથી, જે તણાવપૂર્ણ ક્ષેત્ર બની ગયું છે. ત્યાં તેની ૬૦,૦૦૦ સૈનિકોની જાળવણી ઉપરાંત, તે અરુણાચલ પ્રદેશમાં, અને ભારત-તિબેટીયન સરહદ નજીક નવાં ગામડાં બનાવી રહ્યું છે. આ જ વાતની પુષ્ટિ થોડા દિવસો પહેલા ભારતીય કમાન્ડર-ઇન-ચીફ દ્વારા કરવામાં આવી હતી. એવું પણ બહાર આવ્યું હતું કે, ભારતીય સૈનિકો ડોકલામ વિસ્તારમાં ચીની સૈન્યની ગતિવિધિઓ પર સતત નજર રાખે છે. ચીન હાન ચાઇનીઝ લોકો અને સામ્યવાદી પક્ષના સભ્યોને તિબેટમાં એવાં સ્થળોએ મૂકવાની વ્યવસ્થા કરી રહ્યું છે કે જ્યાં તેની સરહદો પર સૈન્ય નથી. તેણે ભૂતકાળમાં માછીમારોને દક્ષિણ ચીન સમુદ્ર પર પોતાનો અધિકાર જમાવવા માટે તૈનાત પણ કર્યા છે. તે હવે હિમાલયમાં ઘૂસણખોરી વધારવા માટે પશુપાલકોનો ઉપયોગ કરવાની તૈયારી કરી રહી છે. તે સમગ્ર સરહદ પર તણાવને સ્થાયી રાખવાનું કાવતરું ઘડી રહ્યું છે.

ડ્રેગન ધૂર્ત રાજકારણ ખેલી રહ્યું છે

ભારતે ચીનને સરહદ પૂર્વી લદ્દાખમાં લગભગ ૫૦,૦૦૦ સૈનિકો તૈનાત કર્યા છે, કેમ કે નજીકના ભવિષ્યમાં સરહદ વિવાદનો કોઈ રસ્તો નીકળે તેમ નથી. આ પ્રદેશમાં હવે માઇનસ ૨૦ થી માઇનસ ૪૦ ડિગ્રીના ગાત્રો ગાળી દેતી ઠંડી અને ભારે હિમ વર્ષાનો અનુભવ છે. આપણા દેશમાં પહેલેથી જ સૈનિકો માટે અમેરિકાથી નવીનતમ ગરમ કપડાં આયાત કરવામાં આવ્યાં છે અને ભારે ઠંડા વાતાવરણનો સામનો કરવા માટે જરૂરી તમામ સુવિધાઓ પૂરી પાડી છે. છેલ્લાં 30 વર્ષથી આપણી સેના સિયાચીન અને કારગિલ ક્ષેત્રોમાં કાર્યરત છે – તે લદ્દાખ જેટલાં જ ઠંડાં સ્થળો છે. તેમની પાસે પાકિસ્તાન સાથે આ જ પરિસ્થિતિઓમાં ત્રણ યુદ્ધો લડવાનો અનુભવ છે. જ્યારે આપણું સૈન્ય પોતાના ઘરમાં છે, ત્યારે ચીનનું સૈન્ય, જેને લગભગ ચાલીસ વર્ષથી આવો કોઈ અનુભવ નથી, તે મુશ્કેલીમાં મુકાયું છે. તે તેના સૈનિકોને યોગ્ય સુવિધા પૂરી પાડવા માટે પણ સંઘર્ષ કરી રહ્યું છે. એવું નોંધવામાં આવ્યું છે કે ડ્રેગન સૈન્ય, સબળ ગુણવત્તાવાળાં કપડાંઓની ઉતાવળે સપ્લાયથી અસંતુષ્ટ હતું. માહિતી એ છે કે ખૂબ જ ઠંડુગાર વાતાવરણ તેમના માટે નવું હોવાથી ઘણા ચીની સૈનિકો મરી રહ્યા છે.

આત્મનિર્ભરતા અતિ આવશ્યક છે

પાક, ચીની અત્યાચારને સખત હાથે ડામી દેવા ભારતે સખત સંરક્ષણ પગલાં લેવાની જરૂર છે. આધુનિક શસ્ત્રોથી સજ્જ કરવા ઉપરાંત, શક્ય તેટલું ઝડપથી ક્ષેત્રની યુક્તિઓમાં નિપુણતા પ્રાપ્ત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. જેવા સાથે તેવા બનતાં, આપણા દેશમાં અગાઉથી જ લગભગ ૨૧૦ ચાઇનીઝ એપ્લિકેશનો પર ત્રણ અઠવાડિયામાં પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ દેશ પર આર્થિક રીતે વધુ દબાણ લાવવા પગલાં ભરવાની જરૂર છે. ચીનની આયાતનું મૂલ્ય આપણી નિકાસ કરતાં ત્રણ ગણું વધારે છે. તેથી જ આપણે આયાતના વિકલ્પ વિશે વિચારવાની જરૂર છે અને તેને સસ્તી કિંમતે ભારતમાં બનાવવાની સંભાવનામાં સુધારો કરવો જોઇએ. પહેલેથી જ, યુનાઇટેડ સ્ટેટ્સ અને ઑસ્ટ્રેલિયા ચીનને રોકવા અને નિયંત્રિત કરવા માટે તેમના કાયદાઓમાં ફેરફાર કરી રહ્યા છે. 'ક્વાડ' જેમાં ભારત, યુનાઇટેડ સ્ટેટ્સ, જાપાન અને ઑસ્ટ્રેલિયા સભ્યો છે તેમણે ડ્રેગનનો વ્યાપ ઓછો કરવા માટે અસરકારક પગલાં લેવાં જોઈએ. તે પહેલાં, આપણા દેશે તાત્કાલિક ધોરણે પાકિસ્તાન અને ચીન સિવાયના સરહદી દેશો સાથેના રાજદ્વારી સંબંધોને સુધારવાની જરૂર છે.

પાકિસ્તાન સાથે મળીને ષડયંત્ર

યુ.એસ.એ પાકિસ્તાન, જે આતંકવાદનું આશ્રયસ્થાન બની ગયું છે, તેને આર્થિક સહાય લગભગ સ્થગિત કરી દીધી છે અને આધુનિક શસ્ત્રો પણ આપવાનો ઇનકાર કર્યો હોવાથી, પાકિસ્તાને ચીનનો આશ્રય લીધો છે. તેનો ફાયદો ઉઠાવતાં, ચીન પાકિસ્તાન ક્ષેત્રથી પણ આપણી પજવણી કરવાની વ્યૂહરચના તૈયાર કરી રહ્યું છે. તેના ભાગ રૂપે, ૭૦ અબજ ડૉલરના ખર્ચે બનાવવામાં આવી રહેલા સીઇપીઇસી (ચાઇના-પાકિસ્તાન ઇકૉનૉમિક કૉરિડોર)ના બહાના હેઠળ ષડયંત્ર રચવામાં આવી રહ્યાં છે. બંને દેશોએ કૉરિડોરની સુરક્ષાના બહાને પાકિસ્તાન હસ્તકના કાશ્મીરમાં આવેલી પાકિસ્તાન-ભારત સરહદ પર ૨૫,૦૦૦ સૈનિકો તૈનાત કરવાનો નિર્ણય લીધો છે. ડ્રેગન પાકિસ્તાન સૈન્યને ખૂબ અદ્યતન શસ્ત્રોથી સજ્જ કરશે. એકવાર કૉરિડોર પૂર્ણ થયા બાદ ચીન હિંદ મહાસાગરમાં ઝડપથી પહોંચી શકશે. આ ઉપરાંત પાકિસ્તાનને આઠ અત્યાધુનિક સબમરિન અને સંરક્ષણ હેલિકૉપ્ટર વેચવાનો નિર્ણય પણ તેણે કર્યો છે. બીજી તરફ, થોડા મહિના પહેલાં, પીપલ્સ લિબરેશન આર્મી એરફોર્સ (પીએલએએફ) એ પણ સાઇબર, ઇલેક્ટ્રૉનિક લડાઈ અને આધુનિક નિરીક્ષણ (સર્વેલન્સ) સુવિધાઓની સ્થાપના માટે પાકિસ્તાનમાં એક ઑફિસ શરૂ કરી હતી. આ બધી બાબતો ભારતને દરેક રીતે મુશ્કેલીમાં મૂકવા માટે ડ્રેગન દ્વારા રચાયેલ કાવતરાં છે.

- એમ.એસ.વી.ત્રિમુર્તુલુ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.