ETV Bharat / bharat

તાલિબાન અંગે યોગીનું નિવેદન, કહ્યું - "કેટલાક લોકો અહીં પણ તાલિબાનીકરણ કરવા માંગે છે" - મહિલાઓ અને બાળકો પર ક્રૂરતા

ઉત્તરપ્રદેશ વિધાનસભાના ચોમાસુ સત્રના ત્રીજા દિવસે ગુરુવારે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે પૂરક બજેટ 2021-2022 પર ચર્ચા દરમિયાન જવાબ આપતી વખતે વિપક્ષ પર અનેક મુદ્દાઓ પર આકરા પ્રહારો કર્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, વિપક્ષના કેટલાક લોકો અફઘાનિસ્તાનમાં બેશર્મીપૂર્વક તાલિબાનને સમર્થન આપી રહ્યા છે, જે મહિલાઓ અને બાળકો પર ક્રૂરતા લાવી રહ્યા છે. મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું કે, કેટલાક લોકો અહીં પણ તાલિબાનીકરણ કરવા માંગે છે.

યોગીએ તાલિબાન અંગે આપ્યું નિવેદન
યોગીએ તાલિબાન અંગે આપ્યું નિવેદન
author img

By

Published : Aug 19, 2021, 5:49 PM IST

  • તાલિબાનને લઈને ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગીનું નિવેદન
  • કેટલાક લોકો બેશર્મીથી તાલિબાનને આપી રહ્યા છે સમર્થન : યોગી
  • યોગીએ કહ્યું કે, 'કેટલાક લોકો અહીં પણ તાલિબાનીકરણ કરવા માંગે છે'

લખનઉ ઉત્તરપ્રદેશ : વિધાનસભાના ચોમાસુ સત્રના ત્રીજા દિવસે ગુરુવારે પૂરક બજેટ 2021-2022 પર ચર્ચા દરમિયાન જવાબ આપતા મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે ઘણા મુદ્દાઓ પર વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, વિપક્ષના કેટલાક લોકો અફઘાનિસ્તાનમાં તાલિબાનને બેશર્મીથી સમર્થન આપી રહ્યા છે, જે મહિલાઓ અને બાળકો પર નિર્દયતા દાખવી રહ્યા છે. આ ઉપરાંત, મુખ્યપ્રધાને કહ્યું કે કેટલાક લોકો અહીં પણ તાલિબાનીકરણ કરવા માંગે છે.

આ પણ વાચો: તાલિબાને હિન્દુઓ અને શીખોને લઈને આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું...

કેટલાક લોકો દ્વારા બેશર્મીથી તાલિબાનને સમર્થન

મુખ્યપ્રધાન યોગીએ કહ્યું કે, પંચાયતની ચૂંટણીમાં 46 ટકા મહિલા નેતાઓ ચૂંટાયા હતા અને બ્લોક મુખ્ય ચૂંટણીઓમાં 56 ટકા મહિલા નેતાઓ ચૂંટાયા હતા. કેટલાક લોકો (વિપક્ષ) બેશર્મીથી તાલિબાનને સમર્થન આપી રહ્યા છે અને પછી તેઓ મહિલા કલ્યાણની વાત કરે છે, આ લોકોને ખુલ્લા પાડવા જોઈએ.

આ પણ વાચો: પાકિસ્તાનમાં શિયા સમુદાયના ધાર્મિક જુલૂસમાં બ્લાસ્ટ, 3ના મોત, 50થી વધુ ઇજાગ્રસ્ત

વિપક્ષ પર કર્યો કટાક્ષ

આ સાથે તેમણે કોંગ્રેસ સરકાર પર કટાક્ષ કર્યો અને કહ્યું કે કેટલીક સરકારો માફિયાઓને બચાવવામાં વ્યસ્ત છે. ચેતવણી આપતા તેમણે કહ્યું કે, માફિયાઓ જ્યાં પણ જશે, બુલડોઝર તેમની પાછળ ચાલશે. અમારી સરકારમાં માફિયાઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે, તેમની પાસેથી લગભગ 1500 કરોડ રૂપિયાની સંપત્તિ છૂટી કરવામાં આવી છે. ગરીબ, પછાત અને દલિત લોકો આ માફિયાઓથી મુક્ત થયેલી જમીનો પર રહેશે અને તેમના માટે મકાનો બનાવવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.