ETV Bharat / bharat

Eknath Shinde: એકનાથ શિંદે અચાનક પહોંચી ગયા દિલ્હી, મહારાષ્ટ્રમાં રાજકીય માહોલ ગરમાયો

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે શુક્રવારે દિલ્હી પહોંચ્યા હતા. જેને લઈને મહારાષ્ટ્રમાં ફરી એકવખત રાજકીય માહોલ ભર ચોમાસે ગરમાઈ રહ્યો છે. તેઓ બીજી વખત એકાએક દિલ્હી પહોંચ્યા છે. સુત્રોમાંથી મળેલી વિગત અનુસાર અજીત પવારનું જુથ સત્તા પર આવ્યા બાદ શિંદે જુથના સમર્થકો તથા ધારાસભ્યો નારાજ થયા હતા. જોકે, હકીકત એ પણ છે કે, કેબિનેટનું વિસ્તરણ અટકી ગયું છે.

Etv Bharatએકનાથ શિંદે અચાનક પહોંચી ગયા દિલ્હી, મહારાષ્ટ્રમાં રાજકીય માહોલ ગરમાયો

author img

By

Published : Jul 22, 2023, 1:07 PM IST

મુંબઈઃ એકનાથ શિંદે શુક્રવારે અચાનક દિલ્હી પહોંચી ગયા હતા. દિલ્હીમાં મોનસુન સત્ર ચાલી રહ્યું છે. રાજ્ય વિધાનમંડળનું પહેલું અઠવાડિયું આવતી કાલે પૂર્ણ થયું હતું. એ પછી તેઓ અચાનક મુંબઈથી દિલ્હી ગયા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે, શિંદે પોતાના કોઈ વ્યક્તિગત કામથી દિલ્હી ગયા છે. પણ સુત્રો જણાવે છએ કે, તેઓ ભાજપના મોટા નેતાઓ સાથે મુલાકાત કરી શકે છે. પણ તેઓ ક્યા નેતાઓને મળે છે એ નક્કી નથી. તારીખ 18 જુલાઈના રોજ એકનાથ શિંદે તથા અજીત પવાર ભાજપ તરફથી આયોજીત NDAની બેઠકમાં ભાગ લેવા માટે દિલ્હી ગયા હતા.

મુંબઈ પરતઃ આ બેઠક બાદ બન્ને પ્રધાન મુંબઈમાં પરત આવી ગયા હતા. અજીત પવારે વડાપ્રધાન મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડા, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે અડધો કલાક સુધી વાતચીત કરી હતી. આ મુલાકાતથી શિંદે જુથમાં અનેક પ્રકારના પ્રશ્નો ચર્ચામાં છે. એક ચર્ચા એવી પણ છે કે, દિલ્હીના નેતાઓએ એમને ફરીવાર દિલ્હી બોલાવ્યા છે. એક વર્ષથી અટકેલા કેબિનેટ વિસ્તરણથી નારાજ, શિંદે જૂથના ધારાસભ્યો અજિત પવારના સત્તામાં જોડાવાથી વધુ નારાજ છે. અજિત પવારના 9 ધારાસભ્યોએ પ્રધાન તરીકે શપથ લીધા ત્યારે શિંદે જૂથના ધારાસભ્યો માટે આગમાં બળતણ ઉમેરવા જેવું છે.

નારાજગી ઊભી થઈઃ આ કારણે એકનાથ શિંદેએ પણ કેબિનેટ વિસ્તરણનો આગ્રહ રાખ્યો છે. દિલ્હીથી આવ્યા બાદ કહેવામાં આવી રહ્યું છે કે ચોમાસુ સત્ર બાદ તેઓ કેબિનેટ વિસ્તરણ માટે બીજેપી પાર્ટી ચીફ તરફથી લીલી ઝંડી લાવશે. એક વર્ષથી અટકેલા કેબિનેટ વિસ્તરણથી નારાજ શિંદે જૂથના ધારાસભ્યો અજિત પવારના સત્તામાં જોડાવાથી વધુ નારાજ છે. અજિત પવારના 9 ધારાસભ્યોએ મંત્રી તરીકે શપથ લીધા બાદ કેબિનેટ વિસ્તરણમાં વિલંબ તેમને ખૂબ પરેશાન કરી રહ્યો છે. શિંદે જૂથના ધારાસભ્યો એક વર્ષથી કેબિનેટ વિસ્તરણની રાહ જોઈ રહ્યા છે.

વિસ્તરણની શક્યતાઓઃ તે જ સમયે, પાછળથી સત્તામાં આવેલા એનસીપીના અજિત પવારે પણ તેમની સાથે 9 ધારાસભ્યોને પદના શપથ લેવડાવ્યા હતા. આ સાથે અજિત પવાર પણ મહત્વના પોર્ટફોલિયો કબજે કરવામાં સફળ રહ્યા હતા. મહારાષ્ટ્ર વિધાનસભાનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. આ સમાપ્ત થયા પછી પણ મહારાષ્ટ્રમાં મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે. શિંદે જૂથના ધારાસભ્યોને આશા છે કે તેમને આ વિસ્તરણમાં સ્થાન મળશે.

  1. એકનાથ શિંદે બળવાખોર ધારાસભ્યો સાથે શા માટે બીજી વખત કામાખ્યાની મુલાકાત લિધી, જાણો કારણ...
  2. અમે ટૂંક સમયમાં મહાનગર મુંબઈ પાછા ફરીશુંઃ એકનાથ શિંદે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.