અમરાવતી: ભારતના મુખ્ય ન્યાયાધીશ એનવી રમનાએ શનિવારે આંધ્રપ્રદેશના વિજયવાડામાં આશરે રૂપિયા 100 કરોડના ખર્ચે નવા આધુનિક સિટી કોર્ટ સંકુલનું ઉદ્ઘાટન (inauguration of new City Court Complex in Vijayawada) કર્યું હતું. CJI રમનાએ નવ વર્ષ પહેલાં જ્યારે તેઓ (અવિભાજિત) આંધ્ર પ્રદેશ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ હતા, ત્યારે શિલાન્યાસ કર્યો હતો. જસ્ટિસ રમનાએ કહ્યું કે, તે તેમના માટે પણ ગર્વની ક્ષણ છે કારણ કે તે જ કોર્ટમાં તેમણે બેઝવાડા બાર એસોસિએશનના સભ્ય તરીકે વરિષ્ઠ વકીલ કે રવિન્દ્ર રાવ હેઠળ 1983માં વકીલ તરીકે પ્રેક્ટિસ કરવાનું શરૂ કર્યું હતું. new modern city court complex
આ પણ વાંચો : CJI એનવી રમનાએ બનાવ્યો રેકોર્ડ, સૌથી વધુ ન્યાયાધીશોની કરી નિમણૂક
બહુમાળી ઈમારતનો શિલાન્યાસ : આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન વાયએસ જગન મોહન રેડ્ડી, હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ પ્રશાંત કુમાર મિશ્રા, ઘણા પ્રધાનો, ન્યાયાધીશો અને બેઝવાડા બાર એસોસિએશનના સભ્યોએ ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપી હતી. CJI રમણાએ કહ્યું કે, '1 મે, 2013ના રોજ મેં આ બહુમાળી ઈમારતનો શિલાન્યાસ કર્યો હતો. રાજ્યના વિભાજન અને સરકારો દ્વારા ભંડોળની ફાળવણી ન કરવાને કારણે અને અન્ય કારણોને લીધે તેનું બાંધકામ વિલંબિત થયું હતું. હું ખુશ છું કે તે હવે તૈયાર છે અને તેનું ઉદ્ઘાટન કરીને હું પોતાને ભાગ્યશાળી માનું છું.
પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે ભંડોળ : આઠ માળની આ ઈમારતનું બાંધકામ પૂર્ણ થવામાં પાંચ વર્ષનો વિલંબ થયો છે. આ અગાઉ, હાઇકોર્ટે પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે ભંડોળ મંજૂર ન કરવા અને બિલની ચૂકવણી ન કરવા બદલ વર્તમાન YRS કોંગ્રેસ સરકારની ટીકા કરી હતી. આનો ઉલ્લેખ કરતાં ચીફ જસ્ટિસે કહ્યું કે, તેમણે વડા પ્રધાન, કેન્દ્રીય પ્રધાનો અને અનેક મુખ્ય પ્રધાનોને ન્યાયિક માળખાકીય પ્રોજેક્ટ્સ માટે જરૂરી ભંડોળ પૂરું પાડવા વિનંતી કરી હતી. તેમણે ખાસ કરીને કેન્દ્રને નાણાકીય સહાય પૂરી પાડવા કહ્યું કારણ કે ઘણા રાજ્યો નાણાકીય તંગીનો સામનો કરી રહ્યા છે.
આ પણ વાંચો : ભારતના મુખ્ય ન્યાયાધીશ NV રમનાએ HNLUના કોન્વોકેશનમાં આપી હાજરી...
પ્રસ્તાવનો કેન્દ્ર દ્વારા વિરોધ : ચીફ જસ્ટિસે કહ્યું કે, 'કોર્ટ કોમ્પ્લેક્સ બનાવવા માટે રાજ્યોને વધારાના ફંડ આપવાના મારા પ્રસ્તાવનો કેન્દ્ર દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. હું આભારી છું કે બંગાળ, આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને કેટલાક અન્ય રાજ્યોના મુખ્યપ્રધાનોએ અમારા પ્રસ્તાવને સમર્થન આપ્યું હતું. તેમણે કહ્યું કે, વિશાખાપટ્ટનમમાં કોર્ટના નિર્માણનું કામ અંતિમ તબક્કામાં પહોંચવા છતાં ભંડોળની અછતને કારણે રોકી દેવામાં આવ્યું છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે, મુખ્યપ્રધાન તેને પૂર્ણ કરવા માટે ભંડોળની ખાતરી કરશે. modern city court complex in Vijayawada, modern city court inaugurated by CJI N V Ramana