ETV Bharat / bharat

Chicago University Scholarship 2021: ખેડૂતની 17 વર્ષીય પૂત્રીની સફળતા, શિકાગો યુનિવર્સિટીએ આપી સ્કોલરશિપ - ડેક્સટેરિટી ગ્લોબલ એકેડમીમાં સ્વેગાની તાલીમ

છોકરીઓ કોઈ પણ ક્ષેત્રમાં છોકરાઓથી પાછળ નથી, તે વાતને સાબિત કરી બતાવી છે. તમિલનાડુની ખેડૂત પરિવારની સ્વેગા સ્વામિનાથે (Chicago University Swega Saminathan scholarship) અમેરિકાની શિકાગો યુનિવર્સિટીથી તરફથી 3 કરોડ રૂપિયાની સ્કોલરશિપ (Chicago University Scholarship 2021) મેળવી છે. સ્વેગા ભવિષ્યમાં વૈજ્ઞાનિક બનવા માગે છે, તેની સફળતા લોકોને પ્રેરણા પૂરી પાડી રહી છે.

Chicago University Scholarship 2021: ખેડૂતની 17 વર્ષીય પૂત્રીની સફળતા, શિકાગો યુનિવર્સિટીએ આપી સ્કોલરશિપ

author img

By

Published : Dec 23, 2021, 11:18 AM IST

ચેન્નઈઃ ખેડૂતની પૂત્રી સ્વેગા સ્વામિનાથનને અમેરિકાથી 3 કરોડ રૂપિયાની શિષ્યવૃત્તિ (Chicago University Swega Saminathan scholarship) મળી છે. ઈરોડ જિલ્લાના કસીપાલયમ ગામમાં રહેતી સ્વેગા સ્વામિનાથનને શિકાગો યુનિવર્સિટીએ સ્નાતકની ડિગ્રી (Chicago University Swega Saminathan scholarship) મેળવવા માટે શિષ્યવૃત્તિ મળી છે. શિકાગો યુનિવર્સિટી વિશ્વ સ્તર પરની પ્રથમ 10 નંબર માંથી એક છે.

આ પણ વાંચો- Research of Surat Students: વિદ્યાર્થીઓએ સંશોધનથી મેળવી સિદ્ધિ, હ્યુમન યુરિનમાંથી પાણી અને ખાતર બનાવશે

સ્વેગા અત્યારે લીડરશિપ અને કરિયર ડેવલપમેન્ટની તાલીમ લઈ રહી છે

સ્વેગા સ્વામિનાથન 14 વર્ષની ઉંમરથી ડેક્સટેરિટી ગ્લોબલ (Dexterity Global) એકેડમીમાં લીડરશિપ ડેવલપમેન્ટ અને કરિયર ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સમાં તાલીમ લઈ રહી છે. તેણે તેમની સરળતા અને ડેક્સટેરિટીમાં મળેલી તાલીમ (Swaga training at Dexterity Global Academy) પછી આ અદભૂત (Achievements of Swaga Swaminathan) તક મેળવી છે. સ્વેગા સ્વામિનાથન આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં પહેલાથી જ અનેક પુરસ્કાર જીતી ચૂકી છે, રસપ્રદ છે કે સ્વેગાના પરિવારમાં કોઈને પણ સ્નાતકની ડિગ્રી નથી મળી.

સમગ્ર પરિવાર માટે ગર્વની વાતઃ સ્વેગા

શિકાગો યુનિવર્સિટીથી શિષ્યવૃત્તિની ઉપલબ્ધિ (Achievements of Swaga Swaminathan) પર સ્વેગા સ્વામિનાથને ETV Bharatને કહ્યું હતું કે, આ તેમના આખા પરિવાર માટે ખૂબ જ ગર્વની વાત છે. તેમણે પોતાની આ ઉપલબ્ધિ માટે પોતાના માતાપિતા, શિક્ષકો અને એ તમામ સંબંધીઓનો આભાર વ્યક્ત કર્યો હતો, જેમણે આ યાત્રામાં તેનો સાથ આપ્યો હતો. સ્વેગાને ડેક્સટેરિટી ગ્લોબરના CEO શરદ વિવેક સાગરથી પ્રેરણા મળી છે. સ્વેગાએ જણાવ્યું હતું કે, ગણતંત્ર દિવસ પર તેમની સ્કૂલમાં સાગરનું ભાષણ હતું. ત્યારબાદ ડેક્સટેરિટી ગ્લોબલે અમેરિકી યુનિવર્સિટીથી તેમનો પરિચય કરાવ્યો હતો.

આ પણ વાંચો- BAALVEER: એક હાથે દિવ્યાંગ છતાં પણ રાજકોટના યુવાનની અનેરી સિદ્ધિ, આજે દેશ વિદેશમાં પણ જાણીતો

વિશ્વની ટોચ 10માંથી એક યુનિવર્સિટી શિકાગો યુનિવર્સિટી છે

ડેક્સટેરિટી ગ્લોબલના સ્થાપક શરદ વિવેક સાગરે એક ટ્વિટમાં જણાવ્યું હતું કે, તે બહુ મોટું સન્માન છે. તેણે લખ્યું કે, 17 વર્ષની ખેડૂતની દીકરી સ્વેગાને તમિલનાડુના ઈરોડથી કૉલેજ ફેલો માટે 3 કરોડ રૂપિયાની સંપૂર્ણ શિષ્યવૃત્તિ મળી છે. સ્વેગાને આ શિષ્યવૃત્તિ યુનિવર્સિટી ઓફ શિકાગો તરફથી મળી છે, જે વિશ્વની ટોચની 10 યુનિવર્સિટીઓમાંની એક છે. શરદ સાગરે ઉમેર્યું હતું કે, ડેક્સટેરિટી ગ્લોબલ એ બિન-લાભકારી, રાષ્ટ્રીય સંસ્થા છે, જે આગામી પેઢીના નેતાઓને શૈક્ષણિક તકો અને તાલીમ પૂરી પાડે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.