- સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે થયેલા એન્કાઉન્ટરમાં 22 સૈનિકો શહીદ
- એન્કાઉન્ટર દરમિયાન 31 સૈનિકો ઇજાગ્રસ્ત થયા છે
- બહાદુર શહીદોના બલિદાનને ક્યારેય ભૂલી શકાશે નહિ
છત્તીસગઢ : રાયપુરના બીજપુર જિલ્લામાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે થયેલા એન્કાઉન્ટરમાં 22 સૈનિકો શહીદ થયા છે અને 31 સૈનિકો ઇજાગ્રસ્ત છે તથા 21 સૈનિકો લાપતા છે. જોકે, હજી સુધી તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. આ એન્કાઉન્ટર બીજપુરના ટેરેમના જોનાનાગુડામાં થયું હતું. ઇજાગ્રસ્ત સૈનિકોને રાયપુર માટે એરલિફ્ટ કરવામાં આવ્યા હતા. 7 ઇજાગ્રસ્ત સૈનિકોની સારવાર રાયપુરમાં થઇ રહી છે અને તેઓ ખતરામાંથી બહાર છે. STF, DGR અને CRPFના જવાનો શનિવારે નક્સલી ઓપરેશન માટે રવાના થયા હતા. આ દરમિયાન એક એન્કાઉન્ટર થયું હતું. આ એન્કાઉન્ટર લગભગ ત્રણ કલાક ચાલ્યું હતું.
વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરી દુ:ખ વ્યક્ત કર્યું
વડાપ્રધાન મોદીએ આ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, તેમના બલિદાનને ક્યારેય ભૂલી શકાય નહિ. વડાપ્રધાને એક ટ્વિટમાં કહ્યું કે, મારી સંવેદના છત્તીસગઢમાં માઓવાદીઓ સામે લડતા શહીદ થયેલા સૈનિકોના પરિવાર સાથે છે. બહાદુર શહીદોના બલિદાનને ક્યારેય ભૂલી શકાય નહિ. ઈજાગ્રસ્તો જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરૂં છું.
છત્તીસગઢના મુખ્યપ્રધાને શહીદોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી
છત્તીસગઢના મુખ્યપ્રધાન ભૂપેશ બઘેલે જણાવ્યું કે, તેઓ શહીદોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. સૈનિકોની શહાદત વ્યર્થ નહિ જાય. મુખ્યપ્રધાન બઘેલના જણાવ્યા અનુસાર, તેમણે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સાથે ફોન પર વાતચીત કરી છે. CRPFના ડીજીને પણ મોકલવામાં આવી રહ્યા છે. આ સંયુક્ત કામગીરી થઇ રહી છે. શોધખોળ દરમિયાન આ ઘટના બની હતી. તેઓ સાંજ સુધીમાં છત્તીસગઢ પહોંચશે.
આ પણ વાંચો : ઝારખંડમાં થયો નક્સલી હુમલો, 11 જવાન ઘાયલ
નક્સલવાદીઓએ મોર્ટાર લોન્ચરથી સૈનિકો પર હુમલો કર્યો હતો
બીજપુર એન્કાઉન્ટર પર પ્રતિક્રિયા આપતા છત્તીસગઢના ગૃહપ્રધાન તામ્રધ્વજ સાહુએ કહ્યું કે, નક્સલવાદીઓએ મોર્ટાર લોન્ચરથી સૈનિકો પર હુમલો કર્યો હતો. સાહુ કહે છે કે, નક્સલવાદીઓએ મોર્ટાર લોન્ચર તેમજ આધુનિક શસ્ત્રોથી હુમલો કર્યો હતો. તે જ સમયે, બસ્તરના IG પી.સુંદરરાજે દાવો કર્યો કે, આ એન્કાઉન્ટરમાં એક મહિલા નક્સલવાદી સહિત 9 માઓવાદીઓ માર્યા ગયા છે. સુંદરરાજ કહે છે કે, આ કાર્યવાહીમાં 15 જેટલા નક્સલીઓ ઇજાગ્રસ્ત થયા છે. એક મહિલા નક્સલીનો મૃતદેહ મળી આવ્યો છે.
આ પણ વાંચો : બીજાપુરમાં નક્સલીઓએ જિલ્લા પંચાયતના સભ્યની જાહેરમાં હત્યા કરી
હુમલામાં નક્સલવાદીઓને ઘણું નુકસાન થયું
નક્સલ વિરોધી ઝુંબેશમાં બીજપુરના તારારમથી 760, ઉસુરથી 200, પેમેડથી 195, સુકમાના મીનાપાથી 483, નરસાપુરમથી 420 જવાનોનો દળ નીકળી ગયા હતા. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, આ હુમલામાં નક્સલવાદીઓને ઘણું નુકસાન થયું છે. અત્યાર સુધીની માહિતી મુજબ સ્થળ પરથી એક નક્સલવાદીનો મૃતદેહ મળી આવ્યો છે. અનેક નકસલવાદીઓના મૃતદેહના ઢગલા થયા હોવાના પણ સમાચાર છે.