- ભૂલથી પાણીની જગ્યાએ એસિડ પી લેતા થયું મોત
- મૃતક મેનકા દૃષ્ટિહીન સાથે ડાયાબિટીસથી પણ પીડિત હતી
- સારવાર દરમિયાન સરકારી હોસ્પટલમાં થયું મોત
ચેન્નઈ: તમિલનાડુની રાજધાની ચેન્નઇમાં એક દૃષ્ટિહીન મહિલાએ આકસ્મિક રીતે પાણીની જગ્યાએ એસિડ પી લીધું હતું. જેના કારણે મહિલાનું મોત થયું હતું. આ ઘટના ચેન્નઈના અયપ્પક્કમ વિસ્તારની છે, જ્યાં મેનકા નામની એક દૃષ્ટિહીન મહિલાએ પાણી સમજીવે એસિડ પી લીધું હતું.
ભૂલથી પાણીની જગ્યાએ એસિડ પી લીધું
પ્રાપ્ત થતી માહિતી અનુસાર, મૃતક મેનકા દૃષ્ટિહીન હોવાની સાથે સાથે ડાયાબિટીસથી પણ પીડિત હતી. તેથી તે દરરોજ ડાયાબિટીસની ગોળીઓ લેતી હતી.
આ પણ વાંચો: ધરમપુર ખાતે રહેતી મોડલિંગ ક્ષેત્રે પ્રતિભા ધરાવતી સગીરાએ કરી આત્મહત્યા
મૃતક મેનકા ડાયાબિટીસથી પીડિત હતી
દરરોજની જેમ સોમવારે પણ તેણે ડાયાબિટીસની ગોળીઓ ખાવા માટે પાણી પીધું પરંતુ આ વખતે તેણે આકસ્મિક રીતે પાણીની જગ્યાએ નજીકમાં રાખેલ એસિડ પી લીધું હતું.
આ પણ વાંચો: વિકાસની પરિભાષા કહેવાતા ગુજરાતમાં 3 વર્ષમાં દહેજથી કંટાળીને 184 યુવતિઓએ આત્મહત્યા કરી
સારવાર દરમિયાન મોત થયું
પરિવારના સભ્યો તાત્કાલિક મેનકાને હોસ્પિટલમાં લઈ ગયા હતા અને તેને સરકારી હોસ્પિટલમાં દાખલ કરી હતી. જ્યાં સારવાર દરમિયાન તેણીનું મૃત્યું થયું હતું.