નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ ટકરાવા માટે તૈયાર છે. 31 માર્ચ ગુરુવારે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં બંને ટીમો વચ્ચે ટક્કર થશે. IPL 2023ની શરૂઆત પહેલા જ CSK પ્લેયર ડ્વેન પ્રિટોરિયસનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગ્યો છે. આ વીડિયોમાં ડ્વેન પ્રિટોરિયસ ગ્રાઉન્ડ પર પ્રેક્ટિસ મેચ રમતા જોવા મળે છે. પરંતુ આ મેદાન પર પ્રેક્ટિસ મેચ દરમિયાન ડ્વેન તેના પુત્ર હેનલુ પ્રિટોરિયસ સાથે ક્રિકેટ રમતા જોવા મળે છે.
-
Pursuit of Happyness ft. Birthday Lion and cub! #WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/9kgDX0LPOI
— Chennai Super Kings (@ChennaiIPL) March 29, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Pursuit of Happyness ft. Birthday Lion and cub! #WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/9kgDX0LPOI
— Chennai Super Kings (@ChennaiIPL) March 29, 2023Pursuit of Happyness ft. Birthday Lion and cub! #WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/9kgDX0LPOI
— Chennai Super Kings (@ChennaiIPL) March 29, 2023
ડ્વેન પ્રિટોરિયસનો એક વીડિયો શેર કર્યો:
ચેન્નાઈ સુપર કિંગ્સે પોતાના ટ્વિટર હેન્ડલ પરથી ડ્વેન પ્રિટોરિયસનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો નરેન્દ્ર મોદી સ્ટેડિયમની નેટ પ્રેક્ટિસનો છે. આમાં ડ્વેન પ્રિટોરિયસ તેના 6 વર્ષના પુત્ર હેનલુ પ્રિટોરિયસ સાથે મેદાન પર ક્રિકેટ રમતા જોવા મળે છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે પહેલા ડ્વેન પ્રિટોરિયસ તેના પુત્ર સાથે મેદાનમાં આવે છે અને પછી બંને સાથે દોડે છે. તે પછી પ્રેટોરિયસ બોલિંગ કરતો જોવા મળે છે અને પુત્ર હેન્લુ પ્રિટોરિયસ તેના બેટ વડે તેના બોલ પર સિક્સ મારતો જોવા મળે છે. આ પછી હેનલુ પ્રિટોરિયસ તેના પિતા ડ્વેન માટે બોલિંગ કરે છે અને ડ્વેન બેટિંગ કરે છે. પરંતુ 6 વર્ષીય હેનલુ ડ્વેનના શોટ કેચ કરે છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ડ્વેન પ્રિટોરિયસના જન્મદિવસની ઉજવણી: ડ્વેન પ્રિટોરિયસનો જન્મ 29 માર્ચ 1989ના રોજ થયો હતો. બુધવાર, 29 માર્ચના રોજ, પ્રિટોરિયસે પત્ની જિલ્મા અને પુત્ર હેન્લુ પ્રિટોરિયસ સાથે ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ સાથે તેનો 34મો જન્મદિવસ ઉજવ્યો. તેનો વીડિયો ચેન્નાઈ સુપર કિંગ્સે પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં ડ્વેન કેક કાપતો જોવા મળી રહ્યો છે. તે જ સમયે, પુત્રએ ડ્વેનના ચહેરા પર કેક લગાવીને તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે અને CSKના તમામ ખેલાડીઓએ તેને તાળીઓ પાડીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. આ પ્રસંગે ટીમનો કેપ્ટન ધોની પણ બધા સાથે કેક ખાતો જોવા મળે છે.
Arjun Tendulkar Debut: સચિન તેંડુલકરના પુત્ર અર્જન તેંડુલકરે હજુ સુધી IPLમાં પદાર્પણ કર્યું નથી
કેવું રહ્યું ડ્વેનનું કરિયર: દક્ષિણ આફ્રિકાના ઓલરાઉન્ડર ડ્વેન પ્રિટોરિયસે ગયા વર્ષે 2022થી આઈપીએલમાં ડેબ્યૂ કર્યું હતું. ડ્વેન પ્રિટોરિયસ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમે છે. પરંતુ તેણે જાન્યુઆરી 2023 માં ક્રિકેટના આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. પ્રિટોરિયસની કારકિર્દીની વાત કરીએ તો, તેણે દક્ષિણ આફ્રિકા માટે કુલ 60 ક્રિકેટ મેચ રમી છે. આ 60 મેચોમાં 30 T20, 27 ODI અને 3 ટેસ્ટ મેચ સામેલ છે.