મેષ (માર્ચ 21 - એપ્રિલ 20) ARIES :
ચંદ્ર તુલા રાશિમાં છે. આપની રાશિથી સપ્તમ ભાવમાં ચંદ્ર રહેશે. આપના આજના દિવસનો સવારનો ભાગ મોજમજા અને આનંદપ્રમોદમાં પસાર થશે. વિજાતીય પાત્રોનો સંગાથ આનંદ આપશે. શરીર અને મનનું આરોગ્ય સારું રહેશે. બપોર પછી નવા કાર્યની શરૂઆત કરવામાં થોડી પ્રતિકૂળતા આવી શકે છે માટે સાચવજો. વાણી અને વર્તન પર સંયમ રાખવો હિતાવહ છે. રાગદ્વેષથી દૂર રહેવું તથા હિતશત્રુઓથી સંભાળવું. તંદુરસ્તી સાચવવી, આધ્યાત્મિક સિદ્ધિ મેળવવા માટે શ્રેષ્ઠ દિવસ છે. રહસ્યમય બાબતો અને ગૂઢવિદ્યા પ્રત્યે આકર્ષણ અનુભવશો. ઊંડુ ચિંતન- મનન આપના મનને શાંતિ આપશે.
વૃષભ (એપ્રિલ 21 - મે 21) TAURUS:
ચંદ્ર તુલા રાશિમાં છે. આપની રાશિથી ષષ્ટમ ભાવમાં ચંદ્ર રહેશે. આજે નોકરિયાત વર્ગને તેમના કાર્યમાં યશ અને સફળતા મળશે. સાથી કર્મચારીઓનો પૂરો સાથ અને સહકાર પણ મળી રહેશે. આર્થિક લાભ મળે. હરિફો મ્હાત થાય. બપોર પછી આપ મનોરંજનની દુનિયામાં સફર કરતા હશો. વિજાતીય પાત્રોનો સંગાથ મળે. મિત્રો અને પ્રિયપાત્ર આપના મનને હર્ષિત કરશે. નવા વસ્ત્રો, ઘરો કે મોજશોખના સાધનોની ખરીદી થાય. જાહેર માન- સન્માન મળે.
મિથુન (મે 22 - જૂન 21) GEMINI:
ચંદ્ર તુલા રાશિમાં છે. આપની રાશિથી પંચમ ભાવમાં ચંદ્ર રહેશે. આપનો આજનો દિવસ મધ્યમ ફળદાયક રહેશે. આજે નવા કાર્યની શરૂઆત ન કરવી. બૌદ્ધિક ચર્ચાઓ કે વાટાઘાટો કરવી આજે હિતાવહ નથી. સંતાનોની બાબતોમાં આજે ઘણો સમય ખર્ચાઈ જવાની શક્યતા છે. પરંતુ મધ્યાહન પછી ઘરમાં સુખશાંતિનું વાતાવરણ રહે. જેથી આપ માનસિક રીતે થોડી હળવાશ અનુભવશો. શારીરિક સ્વાસ્થ્ય સુધરે. નોકરીમાં સહકાર્યકરોનો પૂરતા સાથ સહકાર મળશે. આર્થિક લાભ થાય. કાર્યમાં યશની પ્રાપ્તિ થાય.
કર્ક (જૂન 22 - જુલાઈ 22) CANCER :
ચંદ્ર તુલા રાશિમાં છે. આપની રાશિથી ચતુર્થ ભાવમાં ચંદ્ર રહેશે. આપને શારીરિક અને માનસિક બેચેની રહેવાની શક્યતા હોવાથી આજે વાણી પર સંયમ રાખવો અને શક્ય હોય ત્યાં સુધી શરૂઆતથી જ તમારું મન પ્રફુલ્લિત રહે તેવા કાર્યોમાં ભાગ લેવો. શક્ય હોય તો મુસાફરી ટાળવી. જમીન વાહન મિલકત અંગની કાર્યવાહી આજે સ્થગિત રાખવી હિતાવહ છે. માતાના સ્વાસ્થ્યની સુખાકારી માટે વધુ ધ્યાન આપવું પડશે. શારીરિક સ્ફૂર્તિ વધશે. વિચારોથી વિચલિત ન થવાની સલાહ આપવામાં આવે છે. બપોર બાદ શરીરના તાજગી સ્ફૂર્તિ અનુભવશો. પ્રિયપાત્ર સાથે મુલાકાત થાય. નવા કાર્યમાં સફળતા મેળવવા માટે વધુ પરિશ્રમ કરવો પડશે.
સિંહ (જુલાઈ 23 - ઑગસ્ટ 23) LEO :
ચંદ્ર તુલા રાશિમાં છે. આપની રાશિથી તૃતીય ભાવમાં ચંદ્ર રહેશે. આજે આપને ધાર્મિક યાત્રા થવાનો સંકેત મળે છે. નવા કાર્યની શરૂઆત આજે કરી શકો છો. દરિયાપારના દેશોથી સમાચાર પ્રાપ્ત થાય. રોકાણકારો માટે આ સમય લાભદાયક પુરવાર થાય. મધ્યાહન બાદ આપ વધુ પડતા લાગણીશીલ બનશો. મનમાં વધુ પડતા વિચારો કરવાના બદલે શાંતિ અને સ્થિરતા આવે તેવો પ્રયાસ કરવો. જળાશયોથી ચેતતા રહેવું. મિલકતના દસ્તાવેજ કરવા માટે આજે દિવસ અનુકૂળ નથી. માતાની તબિયતની વધુ સંભાળ લેવાની સલાહ છે.
કન્યા (ઑગસ્ટ 24 - સપ્ટેમ્બર 22) VIRGO :
ચંદ્ર તુલા રાશિમાં છે. આપની રાશિથી દ્વિતિય ભાવમાં ચંદ્ર રહેશે. મનની દ્વિધાભરી પરિસ્થિતિને ધ્યાનમાં લેતા નવા કાર્યની શરૂઆત ન કરવાની સલાહ આપવામાં આવે છે. વાણી પર સંયમ નહીં રહે તો મનદુ:ખના પ્રસંગો ઉભા થાય. પરિવારજનો સાથે વાદવિવાદ ટાળવાની સલાહ છે. શરીર અને મનની સ્વસ્થતા ન જળવાય પરંતુ બપોર બાદ આપનો સમય સુધરતો જણાય. ભાઇભાંડુઓ સાથે બેસી મહત્વની ચર્ચા થશે. બહારગામ જવાનું આયોજન થાય. વિશેષ કરીને ધાર્મિક પ્રવાસ થાય. રોકાણકારો માટે આજે સારો દિવસ છે. ભાગ્યવૃદ્ધિ થાય.
તુલા (સપ્ટેમ્બર 23 - ઑક્ટેબર 23) LIBRA :
ચંદ્ર તુલા રાશિમાં છે. આપની રાશિથી પ્રથમ ભાવમાં ચંદ્ર રહેશે. આજે આપની કલાત્મક અને સર્જનાત્મક શક્તિમાં વધુ નિખાર આવે. શારીરિક અને માનસિક રીતે સંપૂર્ણ સ્વસ્થ રહેશો. વૈચારિક દૃઢતા અને સમતોલ વિચારસરણીથી આપ કાર્યને સારી રીતે પાર પાડી શકશો. પ્રિયપાત્ર જોડે આનંદથી સમય પસાર થાય. વસ્ત્રાભૂષણો કે મનોરંજન પાછળ ધનખર્ચ બાદ આપનું મન દ્વિધાયુક્ત પરિસ્થિતિમાં મુકાશે. જેથી આપ અગત્યના નિર્ણયો નહીં લઇ શકો. કુટુંબીજનો સાથે વાદવિવાદ ટાળવો. આજે આપે અહમને બાજુ પર મુકીને બાંધછોડભર્યું વલણ અપનાવવું પડશે.
વૃશ્ચિક (ઑક્ટેબર 24 - નવેમ્બર 22) SCORPIO :
ચંદ્ર તુલા રાશિમાં છે. આપની રાશિથી દ્વાદશ ભાવમાં ચંદ્ર રહેશે. આજે આપનો ઉગ્ર સ્વભાવ કે અસંયમિત વલણ વધી શકે છે માટે તેને અંકુશમાં રાખશો અને શાંત ચિત્તે કામ લેશો જો ઘણા સંબંધોમાં આવનારી સમસ્યા ટાળી શકશો. અકસ્માતથી સાવધાન રહેવું. આવકની તુલનાએ ખર્ચનું પ્રમાણ વધારે રહે માટે નાણાંની જોગવાઈ અગાઉથી રાખવી. સગાંસંબંધી સાથે તણાવ થઈ શકે છે, પરંતુ બપોર પછી સ્થિતિ ઘણી સુધારાત્મક રહેશે. આપ શારીરિક અને માનસિક સ્વસ્થતા જાળવી શકશો. આર્થિક બાબતોનું વ્યવસ્થિત આયોજન કરી શકશો. પ્રિયપાત્ર સાથે રોમાંચની ક્ષણો માણી શકશો. આપનો આત્મવિશ્વાસ વધશે.
ધન (નવેમ્બર 23 - ડિસેમ્બર 21) SAGITTARIUS :
ચંદ્ર તુલા રાશિમાં છે. આપની રાશિથી એકાદશ ભાવમાં ચંદ્ર રહેશે. નોકરી- વ્યવસાયના ક્ષેત્રે આજે આપના માટે લાભકારી દિવસ હોવાનું જણાઈ રહ્યું છે. કુટુંબજીવનમાં આનંદનું વાતાવરણ રહે. હોદ્દામાં બઢતી મળે. મિત્રવર્ગ સાથે બહાર જવાનું થાય. ઉત્તમ લગ્નસુખની પ્રાપ્તિ થાય. વેપારીવર્ગને સારો લાભ મળે પરંતુ બપોર પછી તબિયત સંભાળવાની સલાહ આપવામાં આવે છે. સહેજ પણ અવિચારી વલણ સંબંધો પર અસર કરશે માટે સૌમ્યતા અને ધીરજથી વર્તન કરવું. વ્યાવસાયિક વ્યક્તિઓ સાથે ઉગ્ર બોલાચાલી ટાળવી.
મકર (ડિસેમ્બર 22 - જાન્યુઆરી 20) CAPRICORN :
ચંદ્ર તુલા રાશિમાં છે. આપની રાશિથી દશમ ભાવમાં ચંદ્ર રહેશે. જમીન મકાનના દસ્તાવેજો કરવા માટે આજે સારો દિવસ હોવાનું જણાઈ રહ્યું છે. નોકરી વ્યવસાયમાં આપને સફળતા મળશે. તથા ઉપરી અધિકારીઓ તરફથી આપને પ્રોત્સાહન મળશે. બઢતીના યોગ છે. પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે. સામાજિક આર્થિક ક્ષેત્રે લાભ થશે. મિત્રો અને વિશેષ કરીને સ્ત્રી મિત્રોથી લાભ થાય. સફળતા મળે. લગ્નોત્સુકના લગ્ન ગોઠવાય.
કુંભ (જાન્યુઆરી 21- ફેબ્રુઆરી 18) AQUARIUS :
ચંદ્ર તુલા રાશિમાં છે. આપની રાશિથી નવમ ભાવમાં ચંદ્ર રહેશે. આજે આપ બૌદ્ધિક કાર્યો અને સાહિત્ય સર્જન કે લેખનપ્રવૃત્તિમાં ગુંથાયેલા રહેશો. આજે આપ નવું કાર્ય શરૂ કરી શકો છો. લાંબી મુસાફરી પર જવાનો કે ધાર્મિક સ્થળની મુલાકાત લેવાનો તખ્તો ઘડાય. વ્યવસાયમાં લાભની તકો મળે. નોકરિયાતોએ થોડું સંભાળીને ચાલવું. તબિયત સાચવવી પરંતુ મધ્યાહન બાદ કુટુંબ જીવનમાં હર્ષોલ્લાસનું વાતાવરણ રહેશે. માતા તરફથી લાભ થાય. ઉત્તમ લગ્નસુખની પ્રાપ્તિ થાય. સરકારી કાર્યોમાં સફળતા મળે તેવા યોગ બની રહ્યા છે.
મીન (ફેબ્રુઆરી 19 - માર્ચ 20) PISCES :
ચંદ્ર તુલા રાશિમાં છે. આપની રાશિથી અષ્ટમ ભાવમાં ચંદ્ર રહેશે. આપને વાણી અને વર્તનને સંયમિત રાખવાની સલાહ છે, હિતશત્રુઓથી સાવધાન રહેવું. તંદુરસ્તી સંભાળવી. પાણી અને સ્ત્રીથી દૂર રહેવું. ગૂઢવિદ્યાઓ જાણવા માટે અનુકૂળ દિવસ છે. બપોર બાદ આપને વિદેશ વસતા મિત્ર કે સ્નેહીજનના સમાચાર મળશે. નોકરીના સ્થળે ઉપરી અધિકારીઓની નારાજગી રહે. સહકર્મચારીઓ તરફથી ઓછો સહકાર મળે. વિરોધીઓ સાથે વાદવિવાદમાં ન પડવા સલાહ આપવામાં આવે છે.