ETV Bharat / bharat

Horoscope for the Day 14 OCTOBER : આજનું રાશિફળ, જાણો કેવો રહેશે આપનો દિવસ

Daily Horoscope : તમારો આખો દિવસ કેવો રહેશે? અભ્યાસ, પ્રેમ, લગ્ન, વ્યવસાય જેવા મોરચે ગ્રહોની સ્થિતિ કેવી રહેશે? દાંપત્ય જીવનમાં મુશ્કેલીથી રાહત મળશે? બાળકોને ભણવાનું મન થતું નથી, શું કરશો ઉપાય? શું આગામી સમયમાં વિદેશ પ્રવાસ કરવાની તક મળશે? તમારા જીવનસાથી સાથે સમય કેવી રીતે પસાર થશે? આવા બધા પ્રશ્નોના જવાબો જાણવા માટે, ઇટીવી ભારત પર વાંચો, આજનું રાશિફળ -

Horoscope for the Day 14 OCTOBER
Horoscope for the Day 14 OCTOBER
author img

By

Published : Oct 14, 2021, 6:20 AM IST

  • મેષ (માર્ચ 21 - એપ્રિલ 20) ARIES :

આજે ચંદ્ર મકર રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી દશમ ભાવમાં રહેશે. આપના કોઇ કાર્ય કે પ્રોજેક્ટને સરકાર તરફથી ફાયદો થઇ શકે. ઓફિસમાં ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વની બાબતો પર ચર્ચા થઇ શકે છે. ઓફિસના કામથી પ્રવાસ થઇ શકે. આપ વધારે પડતા કામમાં વ્યસ્ત રહેશો. કૌટુંબિક બાબતોમાં રસ લઇને પરિવારજનો સાથે ચર્ચા વિચારણા કરશો. ઘરના સુશોભન માટે વિચારશો. માતા સાથેનો સંબંધ વધુ ગાઢ બનશે.

  • વૃષભ (એપ્રિલ 21 - મે 21) TAURUS:

આજે ચંદ્ર મકર રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી નવમ ભાવમાં રહેશે. વિદેશ જવા માંગતા હોય તેમના માટે વધુ તકો ઉભી થશે. વિદેશમાં વસતા મિત્રો અને સગા-સંબંધીઓ પાસેથી સારા સમાચાર મેળવી શકશો. વેપાર-ધંધામાં પણ આર્થિક લાભ થઇ શકશે. આપ નવા કાર્યો અને નવા આયોજનો હાથ ધરો તેવી શક્યતા છે. આપ લાંબો પ્રવાસ કરો તેવા યોગ જણાઇ રહ્યા છે. કોઇ ધાર્મિક સ્થળની મુલાકાત લેશો. આધ્યાત્મિક ક્ષેત્રે પ્રગતિ થઇ શકશે. આપના સંતાનોની પણ પ્રગતિ થઇ શકશે. આપે આપના આરોગ્યની સંભાળ રાખવી પડશે.

  • મિથુન (મે 22 - જૂન 21) GEMINI:

આજે ચંદ્ર મકર રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી અષ્ટમ ભાવમાં રહેશે. આજના દિવસે દરેક રીતે ચેતીને ચાલવાની સલાહ આપવામાં આવે છે. આજે કોઇપણ નવા કાર્યની શરૂઆત ટાળવાની સલાહ છે. આપના મનમાં ક્રોધની લાગણી હોય તો દૂર કરીને શાંતિથી કામ લેવું. બીમાર વ્‍યક્તિએ નવી દવાની શરૂઆત કે ઓપરેશન આજે ટાળવાની સલાહ છે. ખર્ચને પહોંચી વળવા માટે અગાઉથી તૈયારી રાખવી. ઘરમાં કે ઓફિસમાં વાણી પર સંયમ રાખવાથી ઝગડો કે વિવાદ ટાળી શકાશે. ઇશ્વર આરાધનાથી શાંતિ મળે.

  • કર્ક (જૂન 22 - જુલાઈ 22) CANCER :

આજે ચંદ્ર મકર રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી સપ્તમ ભાવમાં રહેશે. વૈભવી મોજશોખ અને મનોરંજનની પ્રવૃત્તિઓથી આજે આપ ખૂબ પ્રસન્‍ન રહેશો. વિજાતીય આકર્ષણ વધારે રહે અને વિજાતીય વ્‍યક્તિઓ સાથેની મુલાકાત મનને રોમાંચિત કરશે. મોજશોખના સાધનો, નવાં વસ્‍ત્રો, આભૂષણો, વાહન વગેરેની ખરીદી થાય. ઉત્તમ દાંપત્‍યસુખ મળે. વ્‍યવસાય ક્ષેત્રે આપને લાભ થાય. આરોગ્‍ય સારું રહેશે. માન પ્રતિષ્‍ઠામાં વધારો થાય. યાત્રા- પ્રવાસ થાય.

  • સિંહ (જુલાઈ 23 - ઑગસ્ટ 23) LEO :

આજે ચંદ્ર મકર રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી ષષ્ટમ ભાવમાં રહેશે. આપનો આજનો દિવસ મધ્‍યમ ફળ આપનાર હશે. ઘરમાં પરિવારના સભ્‍યો સાથે આજે સંભાળીને વર્તવું. જેથી સંઘર્ષ ટાળી શકાય. રોજિંદા કામોમાં પણ કંઇક નડતર આવ્‍યા કરે જેના કારણે કામો વિલંબથી થાય. નોકરીમાં ઉચ્‍ચ અધિકારીઓ સાથે વાદવિવાદમાં પડવું નહીં. આજે વધુ પરિશ્રમ કર્યા બાદ પણ ફળ ધાર્યા મુજબ ન મળો તો પણ મન પર ના લેવાની સલાહ છે. બીજા લોકો પર વહેમ અને શંકાઓમાં પડવું નહીં. શત્રુઓથી સાવચેત રહેવું. માતૃપક્ષ સંબંધિત બાબતોમાં વધુ સમય આપવો પડશે.

  • કન્યા (ઑગસ્ટ 24 - સપ્ટેમ્બર 22) VIRGO :

આજે ચંદ્ર મકર રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી પંચમ ભાવમાં રહેશે. આજના દિવસે આપને વાટાઘાટો અને ચર્ચાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. આકસ્‍િમક ધનખર્ચની શક્યતા છે. વિદ્યાર્થીઓને વિદ્યાભ્‍યાસમાં વિલંબ થઈ શકે છે અથવા એકાગ્રતાની ફરિયાદ થઈ શકે છે. પ્રિયજન સાથેની મુલાકાતથી આનંદ થાય. પેટની તકલીફો હોય તેમણે સાચવવું. શેરસટ્ટાથી સાવધાન રહેવું. મનમાં ચિંતા અને ઉદ્વેગ ઘટાડવા માટે મનોરંજનની પ્રવૃત્તિઓમાં રુચિ લેવાની સલાહ છે.

  • તુલા (સપ્ટેમ્બર 23 - ઑક્ટેબર 23) LIBRA :

આજે ચંદ્ર મકર રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી ચતુર્થ ભાવમાં રહેશે. આપના માટે આ શુભ સમય પૂરવાર થશે. સંવેદનશીલતાથી આપનું મન આર્દ્ર બને. શરીરમાં સ્‍ફૂર્તિ અને તાજગી ઓછી રહે. માનસિક બેચેની થોડી પરેશાનીમાં વધારો કરી શકે છે. ઘરમાં કલેશ ટાળવા માટે સૌહાર્દ જાળવવા પર વધુ ભાર મુકવો. ધન-કીર્તિને સંભાળવાની સલાહ છે. માતાના આરોગ્ય અને સુખાકારી માટે તમારે તેમની સેવા વધારવી પડશે. આપ્‍તજનો સાથે મનદુ:ખના બનાવ ટાળવા. સ્‍ત્રી તેમજ પાણીથી સંભાળીને ચાલવું.

  • વૃશ્ચિક (ઑક્ટેબર 24 - નવેમ્બર 22) SCORPIO :

આજે ચંદ્ર મકર રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી તૃતીય ભાવમાં રહેશે. નવા કાર્યની શરૂઆત માટે આજે અનુકૂળ દિવસ હોવાનું જણાઈ રહ્યું છે. સમગ્ર દિવસ દરમ્‍યાન ચિત્તની પ્રસન્‍નતાનો અનુભવ કરો. ભાઇભાંડુઓ સાથે ઘરની બાબતમાં અગત્‍યની ચર્ચા કરો અને આનંદપૂર્વક સમય પસાર થાય. આર્થિક લાભ અને ભાગ્‍યવૃદ્ધિના યોગ છે. મિત્રો સાથે મુલાકાત થાય. કાર્ય સફળતા મળે. ટૂંકી મુસાફરી થવાના યોગ છે.

  • ધન (નવેમ્બર 23 - ડિસેમ્બર 21) SAGITTARIUS :

આજે ચંદ્ર મકર રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી દ્વિતિય ભાવમાં રહેશે. આપનો આજનો દિવસ મધ્‍યમ ફળદાયી નીવડશે. આપના મનમાં કોઇપણ નિર્ણય અંગે અસમંજસ પેદા થાય. જેથી કોઇ ચોક્કસ નિર્ણય લઇ શકો નહીં. મનની વ્‍યગ્રતા દૂર કરવા કામની સાથે મોજશોખ અથવા મનોરંજનની પ્રવૃત્તિઓમાં પણ ધ્યાન આપવાની સલાહ છે. કુટુંબીજનો સાથે મનદુ:ખ થવાના પ્રસંગો ટાળવા માટે વર્તનમાં વિનમ્રતા કેળવવી પડશે. કાર્યોમાં ધાર્યા મુજબની સફળતા મેળવવા મહેનત વધારજો. આપના કાર્યભાર અને જવાબદારીમાં વધારો થઈ શકે છે. શક્ય હોય ત્યાં સુધી ખોટો ધનખર્ચ ટાળવો.

  • મકર (ડિસેમ્બર 22 - જાન્યુઆરી 20) CAPRICORN :

આજે ચંદ્ર મકર રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી પ્રથમ ભાવમાં રહેશે. આજે આપનું દરેક કાર્ય સરળતાથી પાર પડે. ઓફિસમાં અને વ્‍યવસાયમાં આપનું વર્ચસ્‍વ વધે. ઉપરી અધિકારીઓ આપના કામથી ખુશ રહે. નોકરીમાં બઢતી મળવાની પણ શક્યતા છે. ગૃહસ્‍થજીવનમાં આનંદનું વાતાવરણ રહે. આજે દેહપીડા થવાની સંભાવના હોવાથી પડવા- વાગવાથી સંભાળવું. મિત્રો સ્‍નેહીઓ સાથે મુલાકાત થાય. ઇશ્વરનું નામ સ્‍મરણ, પાઠપૂજન વગેરેમાં સવારનો સમય પસાર થાય. માનસિક શાંતિ રહે.

  • કુંભ (જાન્યુઆરી 21- ફેબ્રુઆરી 18) AQUARIUS :

આજે ચંદ્ર મકર રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી દ્વાદશ ભાવમાં રહેશે. આપે કોઇના જામીન ન થવું જોઇએ કે કોઇની સાથે રૂપિયાની લેવડ-દેવડ ન કરવી જોઇએ. આપે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે, પરિવારજનો સાથે મનદુઃખની કોઈપણ સ્થિતિ ટાળવાની સલાહ છે. કોઇની સાથે મતભેદ કે ચડભડ થાય તો પણ તમારે સમાધાનકારી નીતિ રાખવી અને વહેલી તકે વિવાદનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરવો. આજે ગુસ્સા પર અંકુશ રાખવો હિતાવહ છે. બીજા લોકોનું ભલું કરવા જતા પોતાનું નુકસાન ન થઇ જાય તેનું ધ્યાન રાખશો. અકસ્માતથી સંભાળીને રહેવાની સલાહ છે.

  • મીન (ફેબ્રુઆરી 19 - માર્ચ 20) PISCES :

આજે ચંદ્ર મકર રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી એકાદશ ભાવમાં રહેશે. આજે આપ કુટુંબ અને સામાજિક બાબતોમાં વધારે પ્રવૃત્ત રહેશો. મિત્રોથી મુલાકાત અને લાભ મળે તો મિત્રો પાછળ નાણા ખર્ચવા પણ પડશે. સુંદર સ્‍થળે પ્રવાસ પર્યટનની શક્યતા ઉભી થાય. નોકરી, વ્‍યવસાય, કૌટુંબિક આર્થિક એમ દરેક ક્ષેત્રમાં આજે લાભ થવાનો દિવસ છે. સ્‍ત્રી મિત્રોની મુલાકાત થાય. જીવનસાથીની શોધમાં હોય તેવા યુવક- યુવતીઓને મનપસંદ પાત્ર મળશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.