તુલા (સપ્ટેમ્બર 23 - ઑક્ટેબર 23) LIBRA :
આજનું રાશિફળ: વર્તમાન સમય ભાગ્યવૃદ્ધિનો હોવાથી નવા સાહસો અને કાર્યો હાથ ધરવા માટે આજે શુભ દિવસ છે. યોગ્ય જગ્યાએ મૂડી રોકાણ આપને ફાયદાકારક રહેશે. પરિવારમાં ભાઇભાંડુઓ સાથે આત્મીયતા અને સુમેળ રહેશે. નાનકડા ધાર્મિક પ્રવાસનું આયોજન કરી શકશો. વિદેશથી સારા સમાચાર મળશે.
સિંહ રાશિમાં સૂર્યનું ભ્રમણ : સૂર્ય હવે સિંહ રાશિમાં આવશે જેના પ્રભાવ હેઠળ તમારી ઇચ્છાઓ પૂરી થવાના યોગ વધારે બળવાન થશે. તમારા સ્વાસ્થ્યમાં સુધારો આવશે. આવકમાં ઝડપથી વધારો થશે. સરકારી ક્ષેત્રોમાંથી લાભ થઇ શકે છે. સરકારી યોજનાઓ દ્વારા પણ તમને કોઇ ફાયદો થઇ શકે છે. શિક્ષણમાં સારું પરિણામ મેળવી શકશો.
ઉપાય – રવિવારના દિવસે ભગવાન વિષ્ણની પૂજા કરો અને તેમને મીઠાઇનો ભોગ ધરાવો.
સાપ્તાહિક રાશિફળ: પ્રેમમાં સંબંધો સુધરશે, પ્રમોશન આપવામાં આવશે.
Lucky Colour: Sea-green
Lucky Day: Friday
સપ્તાહનો ઉપાય : તુલસી પાસે ઘીનો દીવો પ્રગટાવો
સાવધાની : કોઈ તમને ફસાવવાનો પ્રયત્ન કરી શકે છે.