કુંભ (જાન્યુઆરી 21- ફેબ્રુઆરી 18) AQUARIUS :
આજનું રાશિફળ: આજે આપના પર ઉપરી અધિકારીઓ અને વડીલવર્ગની પણ કૃપા દૃષ્ટિ રહેશે. આપના દરેક કાર્યો સરળતાથી પાર પડતા લાગે, નોકરી- વ્યવસાયના ક્ષેત્રે પરિસ્થિતિ અનુકૂળ રહે. આપ માનસિક રીતે હળવાશ અનુભવશો. તંદુરસ્તી જળવાશે. માન- સન્માન વધે. ગૃહસ્થજીવનમાં આનંદની અનુભૂતિ કરશો.
સિંહ રાશિમાં સૂર્યનું ભ્રમણ : આજથી સૂર્યનું સિંહ રાશિમાં ભ્રમણ શરૂ થવાથી તમારા વેપારમાં વૃદ્ધિ થશે અને નફો પણ વધશે. તમારી કિર્તીમાં વધારો થશે. જોકે, સાથે જ તમારા દાંપત્યજીવનમાં તણાવ વધવાની શક્યતા પણ છે. આ સમય દરમિયાન તમે જેટલા મૌન રહેશો એટલું સારું રહેશે. તમે મૌન રહીને ઘણા વિવાદો ટાળી શકશો.
ઉપાય – માતા સરસ્વતીની ઉપાસના કરવી અને તેમને પીળા રંગના ફુલ અર્પણ કરવા.
સાપ્તાહિક રાશિફળ: પ્રગતિનો માર્ગ ખુલશે, વ્યસ્તતાને કારણે તક ગુમાવી શકાય છે.
Lucky Colour: Grey
Lucky Day: Tuesday
સપ્તાહનો ઉપાય : જરૂરિયાતમંદ વ્યક્તિને ખવડાવો
સાવધાની : કોઈપણ કામમાં બેદરકાર ન બનો