ETV Bharat / bharat

Chandrayan 3 Replica : આ જૂઓ જયપુરમાં ચંદ્રયાન 3ની ક્લે મોડેલ પ્રતિકૃતિની ખૂબીઓ - Navratan Prajapati

ચંદ્રયાન 3ના પ્રક્ષેપણ પહેલાં જયપુરના શિલ્પકાર અને ગિનિસ બુક રેકોર્ડધારક નવરત્ન પ્રજાપતિએ માટીનું એક મોડેલ તૈયાર કર્યું છે. નવરત્ને ક્લે મોડેલ બનાવવાનો હેતુ મિશનની સફળતામાં ભાગીદારી નોંધાવવાનો હોવાનું જણાવ્યું હતું.. તેઓ આ પહેલાં વિશ્વની સૌથી નાની ચમચી બનાવીને ગિનીસ બુકમાં પોતાનું નામ નોંધાવી ચૂક્યાં છે.

Chandrayan 3 Replica : આ જૂઓ જયપુરમાં ચંદ્રયાન 3ની ક્લે મોડેલ પ્રતિકૃતિની ખૂબીઓ

author img

By

Published : Jul 14, 2023, 2:35 PM IST

અવકાશના નજારા સાથે ચંદ્રની નજીક ચંદ્રયાન

જયપુર : ભારતના અવકાશ મિશનના મહત્વના તબક્કામાં આજે ચંદ્રયાન 3 લોન્ચ કરવામાં આવશે. શ્રીહરિકોટાથી બપોરે 2.35 કલાકે લોન્ચિંગ કાર્ય પૂર્ણ થવા સાથે આ પ્રક્ષેપણથી ભારત અવકાશમાં ચોથી મહાસત્તા તરીકે ઉભરી આવશે. ચંદ્રની દક્ષિણ બાજુની સપાટી પર ઉતરનાર દેશોમાં ભારત પણ શામેલ થશે. લેન્ડર વિક્રમ આ કાર્યક્રમ હેઠળ 23 કે 24 ઓગસ્ટે ચંદ્રની સપાટી પર ઉતરશે. જયપુર સ્થિત શિલ્પકાર અને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ મેડલ વિજેતા નવરત્ન પ્રજાપતિએ મિશનને ઈસરોની સફળતા વાંચ્છતાં ચંદ્રયાનને સમર્પિત માટીનું મોડેલ બનાવ્યું છે. આ મોડેલમાં ચંદ્રયાનને અવકાશના નજારા સાથે ચંદ્રની નજીક બતાવવામાં આવ્યું છે.

ચંદ્રયાન 3ના ક્લે મોડલમાં આ ખાસ છે : ગિનિસ બુકના રેકોર્ડ ધારક નવરત્ન પ્રજાપતિએ તેમના ક્લે મોડેલમાં ચંદ્રયાનને બ્રહ્માંડમાંથી પસાર થતું બતાવ્યું છે. આ દરમિયાન ચંદ્રયાન શનિ, મંગળ, ગુરુ અને અન્ય ગ્રહોને પાર કરતી વખતે ચંદ્રની નજીક દેખાય છે. આ મોડેલમાં નવરત્ને ચંદ્રની સપાટીને પણ ખૂબ જ ઝીણવટથી દર્શાવી છે. જે રીતે ચંદ્રની સપાટી પર નાના નાના ખાડાઓ છે જે પૃથ્વી પરથી કાળા ધબ્બા તરીકે દેખાય છે. આ આર્ટવર્કમાં તેની કોતરણી પણ કરવામાં આવી છે.

આ મોડલને પોસ્ટર કલરથી સજાવ્યું છે. તેને આખું મોડલ બનાવવામાં 48 કલાકનો સમય લાગ્યો છે. આ મૉડલ બનાવવા પાછળનો મારે ઉદ્દેશ્ય એ છે કે ચંદ્રયાન સફળતાપૂર્વક તેની ભ્રમણકક્ષા સુધી પહોંચે અને હેતુ પૂરો કરે. ક્લેમાંથી તૈયાર કરેલી આ કલાકૃતિની કુલ ઊંચાઈ 20 ઈંચ છે...નવરત્ન પ્રજાપતિ(શિલ્પકાર)

નવરત્ને દુનિયાની સૌથી નાની ચમચી બનાવી છે : શિલ્પકાર નવરત્ન પ્રજાપતિએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન સ્વ.અટલ બિહારી વાજપેયીની પ્રતિમાઓના માટીના નમૂના પણ તૈયાર કર્યા છે. તેમને સૌથી વધુ પ્રસિદ્ધિ ત્યારે મળી જ્યારે દુનિયાની સૌથી નાની ચમચીમાં કીડીને ખોરાક ખવડાવ્યો હતો. નવરત્નના આ પરાક્રમ માટે તેમનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાયેલું છે. નવરત્ન દ્વારા બનાવેલ આ લાકડાની ચમચી માત્ર 2 એમએમની હતી. જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો ત્યારબાદ તેમના આર્ટવર્કની ચર્ચા અને ખ્યાતિ ચોતરફ ફેલાઈ હતી.

  • मूर्तिकार Navratan Prajapati ने प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी की माँ हीराबेन को क्ले से मूर्ति बनाकर भावुक श्रद्धांजलि दी !!
    ऐसी मां को नमन जो दिग्गज प्रधानमंत्री के जैसे पुत्र को जन्म देती है🙏🙏 pic.twitter.com/suRLIizXxz

    — navratan prajapati murtikar (@navrata58344574) January 7, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

હીરાબા મોદીની માટીની પ્રતિમા : તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું માટીનું મોડેલ પણ બનાવ્યું છે, જ્યારે પીએમ મોદીના માતાના નિધન પર શ્રદ્ધાંજલિ આપતા તેમણે હીરાબા મોદીની માટીની પ્રતિમા પણ બનાવી છે. નવરત્ને ચણાની દાળના દાણામાંથી નાની બાઇકનું મોડલ પણ તૈયાર કર્યું છે.

  1. ISRO Chandrayaan 3: ચંદ્રયાન માટે કાઉન્ટડાઉન શરૂ, હવે મિશન સોફ્ટ લેન્ડિગ
  2. Chandrayaan 3: ઘણા દેશો ISRO સાથે કામ કરવા આતુર, ખગોળશાસ્ત્રી રમેશ કપૂરનું મોટું નિવેદન
  3. Chandrayaan 3 Mission: અમદાવાદ ISROનો મહત્વનો ફાળો, 11 જેટલી વસ્તુ બનાવીને ચંદ્રયાન અંદર મૂકવામાં આવી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.