ETV Bharat / bharat

Chandrayaan 3 Moon Landing: 'ઓટોમેટિક લેન્ડિંગ સિક્વન્સ' માટે સંપૂર્ણપણે તૈયાર - ઈસરો - Chandrayaan 3 moon landing

ચંદ્રયાન-3 સાંજે 6.04 કલાકે ચંદ્રની સપાટી પર લેન્ડિંગ કરરશે. ISROએ કહ્યું કે તે ચંદ્રયાન-3ના લેન્ડર મોડ્યુલ (LM)ને ચંદ્રની સપાટી પર ઉતારવા માટે 'ઓટોમેટિક લેન્ડિંગ સિક્વન્સ' (ALS) શરૂ કરવા માટે તૈયાર છે.

Chandrayaan 3 Moon Landing
ChandrayaanChandrayaan 3 Moon Landing 3 Moon Landing
author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 23, 2023, 4:23 PM IST

બેંગલુરુ: ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) એ જણાવ્યું કહ્યું કે તે તેના મહત્વાકાંક્ષી ત્રીજા ચંદ્ર મિશન ચંદ્રયાન-3ના લેન્ડર મોડ્યુલ (LM)ને ચંદ્રની સપાટી પર નીચે લાવવા માટે 'ઓટોમેટિક લેન્ડિંગ સિક્વન્સ' (ALS) શરૂ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. લેન્ડર 'વિક્રમ' અને રોવર 'પ્રજ્ઞાન'થી સજ્જ LM બુધવારે સાંજે 6.04 કલાકે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરશે. આ એક એવી સિદ્ધિ છે, જે અત્યાર સુધી કોઈ દેશ હાંસલ કરી શક્યો નથી.

  • Chandrayaan-3 Mission:
    All set to initiate the Automatic Landing Sequence (ALS).
    Awaiting the arrival of Lander Module (LM) at the designated point, around 17:44 Hrs. IST.

    Upon receiving the ALS command, the LM activates the throttleable engines for powered descent.
    The… pic.twitter.com/x59DskcKUV

    — ISRO (@isro) August 23, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ઈસરોની ટીમ તૈયાર: ISROએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર લખ્યું કે, 'ઓટોમેટિક લેન્ડિંગ સિક્વન્સ (ALS) શરૂ કરવા માટે તૈયાર છે. લેન્ડર મોડ્યુલ (LM) લગભગ 17.44 કલાકે (ભારતીય સમય મુજબ 5.44 કલાકે) નિયુક્ત બિંદુ સુધી પહોંચે તેવી અપેક્ષા છે. સ્પેસ એજન્સીએ કહ્યું, 'ALS કમાન્ડ મળ્યા પછી, LM ઝડપથી ઉતરવા માટે થ્રોટલેબલ એન્જિનને સક્રિય કરે છે. મિશન ઓપરેશન્સ ટીમ ઓર્ડરના વ્યવસ્થિત અમલની પુષ્ટિ કરવાનું ચાલુ રાખશે.

ચંદ્રયાન કેવી રીતે કરશે લેન્ડિંગ: તમામ પરિમાણો તપાસ્યા પછી અને લેન્ડિંગ પર નિર્ણય લીધા પછી ISRO તેના ઇન્ડિયન ડીપ સ્પેસ નેટવર્ક (IDSN) ઇન્સ્ટોલેશનથી LM પર જરૂરી આદેશો અપલોડ કરશે. લેન્ડિંગના નિર્ધારિત સમયના થોડા કલાકો પહેલાં. ઈસરોના અધિકારીઓના જણાવ્યા અનુસાર લેન્ડિંગ માટે લગભગ 30 કિમીની ઉંચાઈ પર, લેન્ડર 'પાવર બ્રેકિંગ ફેઝ'માં પ્રવેશ કરે છે અને ધીમે ધીમે સ્પીડ ઘટાડે છે. ચંદ્રની સપાટી સુધી પહોંચવા માટે તેના ચાર થ્રસ્ટર એન્જિનના 'રેટ્રો ફાયરિંગ'નો ઉપયોગ કરવાનું શરૂ કરે છે. ચંદ્રના ગુરુત્વાકર્ષણની અસરને કારણે લેન્ડર 'ક્રેશ' ન થાય તેની ખાતરી કરવા માટે આવું કરવામાં આવે છે.

સપાટીને તપાસ્યા બાદ લેન્ડિંગ: અધિકારીઓના જણાવ્યા અનુસાર જ્યારે તે 6.8 કિમીની ઉંચાઈ પર પહોંચશે ત્યારે માત્ર બે એન્જિનનો ઉપયોગ કરવામાં આવશે અને અન્ય બે એન્જિનને બંધ કરી દેવામાં આવશે, જેનો ઉદ્દેશ્ય 'રિવર્સ થ્રસ્ટ' (સામાન્ય દિશાની વિરુદ્ધ દિશામાં ધકેલવો) લૅન્ડરને જ્યારે સપાટીની નજીક આવવું. લેન્ડિંગ પછી લેન્ડરની ગતિ ધીમી કરવા માટે). અધિકારીઓએ કહ્યું કે લગભગ 150 થી 100 મીટરની ઉંચાઈ પર પહોંચવા પર, લેન્ડર તેના સેન્સર અને કેમેરાનો ઉપયોગ કોઈપણ અવરોધો માટે સપાટીને તપાસવા માટે કરશે અને પછી સોફ્ટ-લેન્ડિંગ કરવા માટે નીચે ઉતરવાનું શરૂ કરશે.

લેન્ડિંગનો સૌથી મહત્વપૂર્ણ ભાગ: ઈસરોના અધ્યક્ષ એસ સોમનાથે તાજેતરમાં કહ્યું હતું કે 30 કિમીની ઉંચાઈથી અંતિમ ઉતરાણ સુધી લેન્ડરની ઝડપ ઘટાડવાની પ્રક્રિયા અને અવકાશયાનને આડાથી ઊભી તરફ રીડાયરેક્ટ કરવાની ક્ષમતા એ લેન્ડિંગનો સૌથી મહત્વપૂર્ણ ભાગ હશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર સોફ્ટ-લેન્ડિંગ પછી રોવર તેની એક બાજુની પેનલનો ઉપયોગ કરીને લેન્ડરની અંદરથી ચંદ્રની સપાટી પર ઉતરશે, જે રેમ્પ તરીકે કામ કરશે.

અભ્યાસ માટે કેટલા દિવસ મળશે: ઈસરોના અધ્યક્ષે કહ્યું કે લેન્ડિંગ પછી ચંદ્રની સપાટીની નજીક તેમાં હાજર એન્જિન સક્રિય થવાને કારણે લેન્ડરને ધૂળના પડકારનો સામનો કરવો પડી શકે છે. ચંદ્રની સપાટી અને આસપાસના વાતાવરણનો અભ્યાસ કરવા માટે લેન્ડર અને રોવર પાસે એક ચંદ્ર દિવસ (લગભગ 14 પૃથ્વી દિવસની સમકક્ષ) હશે. જો કે, વૈજ્ઞાનિકોએ વધુ એક ચંદ્ર દિવસ સુધી બંને સક્રિય રહેવાની શક્યતાને નકારી નથી.

(PTI-ભાષા)

  1. Chandrayaan-3: સમગ્ર દુનિયાની નજર ચંદ્રયાન પર, ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગમાં ભારત સફળ થશે!
  2. Chandrayaan 3 Landing : જાણો ચંદ્રયાનના સોફ્ટ લેન્ડિંગના 8 તબક્કા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.