ETV Bharat / bharat

CU Girl Bath Video Case : પંજાબ પોલીસે આરોપી વિદ્યાર્થીનીના બોયફ્રેન્ડ સહિત 2 લોકોને શિમલાથી ઝડપી લીધા - mohali university viral video

મોહાલીની ચંદીગઢ યુનિવર્સિટીમાં વીડિયો લીક થવાના મામલામાં આરોપી વિદ્યાર્થીના કથિત બોયફ્રેન્ડ સહિત બે લોકોની શિમલાથી અટકાયત કરવામાં આવી છે. પંજાબ પોલીસ છોકરાને પૂછપરછ કરવા માટે તેમની સાથે ચંદીગઢ લઈ ગઈ છે. યુનિવર્સિટી પ્રશાસને 2 દિવસ માટે અભ્યાસ બંધ રાખવાની જાહેરાત કરી છે. એટલે કે 2 દિવસને નોન ટીચિંગ ડે તરીકે જાહેર કરવામાં આવ્યો છે. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનો દાવો છે કે આરોપી વિદ્યાર્થીનીએ 50થી 60 છોકરીઓના નહાતી હોવાના વીડિયો રેકોર્ડ કર્યા છે.

CU Girl Bath Video Case
CU Girl Bath Video Case
author img

By

Published : Sep 19, 2022, 9:44 AM IST

Updated : Sep 19, 2022, 9:54 AM IST

હિમાચલ પ્રદેશ : મોહાલીની ચંદીગઢ યુનિવર્સિટીમાં વીડિયો લીક થવાના મામલામાં આરોપી વિદ્યાર્થીના કથિત બોયફ્રેન્ડ સહિત બે લોકોની શિમલાથી અટકાયત કરવામાં આવી છે. પંજાબ પોલીસ છોકરાને પૂછપરછ કરવા માટે તેમની સાથે ચંદીગઢ લઈ ગઈ છે. એક આરોપી યુવક શિમલાના રોહડૂનો છે. જ્યારે અન્ય ઠિયોગ વિસ્તારનો છે. સની મહેતા એ વાયરલ વિડીયો કરનાર યુવતીનો છે. આ કેસમાં 31 વર્ષીય રંકજ વર્માને પણ પંજાબ પોલીસે કસ્ટડીમાં લીધો છે.

બે લોકોની અટકાયત ચંદીગઢ યુનિવર્સિટીના સેંકડો વિદ્યાર્થીઓ રસ્તાઓ પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. વિદ્યાર્થીઓની માંગ છે કે પ્રશાસન અને યુનિવર્સિટી મેનેજમેન્ટ આ બાબતને દબાવવાનો પ્રયાસ ન કરે. વધી રહેલા હંગામાને જોતા યુનિવર્સિટી પ્રશાસને 2 દિવસ માટે અભ્યાસ બંધ રાખવાની જાહેરાત કરી છે. એટલે કે 2 દિવસને નોન ટીચિંગ ડે તરીકે જાહેર કરવામાં આવ્યો છે. યુનિવર્સિટીના વિદ્યાર્થીનો દાવો છે કે આરોપી વિદ્યાર્થીનીએ 50થી 60 છોકરીઓના નહાતી હોવાના વીડિયો રેકોર્ડ કર્યા છે.

કાયદેસરની કાર્યવાહી કરવા માગ મુખ્યપ્રધાન જયરામ ઠાકુરે કહ્યું કે, આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. પંજાબ પોલીસે હિમાચલ પોલીસ પાસેથી સહયોગ માંગ્યો છે. DGP સંજય કુંડુને આ મામલે મોહાલી પોલીસને સહકાર આપવા અને આ મામલે કાર્યવાહી કરવા કહેવામાં આવ્યું છે. રાજ્ય પોલીસ આ મામલે પંજાબ પોલીસને સંપૂર્ણ સહયોગ કરશે. જે પણ દોષિત હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

યુનિવર્સિટીએ દાવાને નકાર્યો ચંદીગઢ યુનિવર્સિટીએ પણ આ સમગ્ર મામલે નિવેદન જાહેર કર્યું છે. યુનિવર્સિટીના જણાવ્યા અનુસાર, અન્ય વિદ્યાર્થીનીઓના વાંધાજનક વીડિયો શૂટ કરવાની વાત સંપૂર્ણપણે ખોટી અને પાયાવિહોણી છે. કોઈ પણ વિદ્યાર્થીનીનો કોઈ વિડિયો વાંધાજનક જોવા મળ્યો ન હતો, સિવાય કે એક છોકરી દ્વારા શૂટ કરાયેલ ખાનગી વિડિયો જે તેના બોયફ્રેન્ડ સાથે શેર કરવામાં આવ્યો હતો. એવી અફવા છે કે 7 છોકરીઓએ આત્મહત્યા કરી છે જ્યારે સત્ય એ છે કે કોઈ છોકરીએ આવું પગલું ભરવાનો પ્રયાસ કર્યો નથી. આ ઘટનામાં કોઈ છોકરીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી નથી.

Last Updated : Sep 19, 2022, 9:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.