- 140 સભ્યની કેરળ વિધાનસભાની ચૂંટણી 6 એપ્રિલે યોજાશે
- તેનાં પરિણામો 2 મે એ જાહેર થશે
- 74 વર્ષીય ચાકો લાંબા સમયથી રાજ્યના રાજકારણથી દૂર રહ્યા છે
નવી દિલ્હી: કૉંગ્રેસમાં ચાકોને હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યા હતા, તેમણે બે દિવસ પહેલાં પક્ષાંતર કર્યું હતું અને તેઓ CPM નીત ડાબેરી લોકશાહી મોરચાના સમર્થનમાં સઘન પ્રચાર કરી શકે છે. NCP આ મોરચાનો ઘટક છે. 74 વર્ષીય ચાકો લાંબા સમયથી રાજ્યના રાજકારણથી દૂર રહ્યા છે, પરંતુ તેમણે વર્ષ- 1991,1996 અને 1998માં લોકસભામાં અનુક્રમે ત્રિસૂર, મુકુંદપુરમ્, ઇડુક્કી જેવા વિસ્તારોનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
કૉંગ્રેસ નીત યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટમાં જોડાશે
કૉંગ્રેસના પૂર્વ નેતાએ NCPમાં તેમના પ્રવેશને ગૃહપ્રવેશ તરીકે ગણાવ્યો હતો, તેમ છતાં શરદ પવાર નીત પક્ષ પોતે જૂથવાદથી પીડાઈ રહ્યો છે. તેના લીધે પાલાના ધારાસભ્ય મણિ સી. કપ્પને ગઈ ફેબ્રુઆરીમાં તેમનો નવો પક્ષ રાષ્ટ્રવાદી કૉંગ્રેસ (કેરળ) તરતો મૂક્યો હતો અને જાહેર કર્યું હતું કે તેઓ કૉંગ્રેસ નીત યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટમાં જોડાશે.
આ પણ વાંચો: દિલ્હી: કોંગ્રેસે ચોપરા અને પી.સી ચાકોનું રાજીનામું સ્વીકાર્યું, શક્તિ સિંહ ગોહિલ વચગાળાના પ્રભારી
મુલપલ્લી રામચંદ્રન ઈચ્છતા હતા કે, કપ્પન જૂના પક્ષમાં જોડાય જાય
કૉંગ્રેસના કેરળ એકમના વડા મુલપલ્લી રામચંદ્રન ઈચ્છતા હતા કે, કપ્પન જૂના પક્ષમાં જોડાય જાય, પરંતુ NCPના બળવાખોરે તેના બદલે સ્વતંત્ર મંચ કરવાનું વિચાર્યું. કપ્પન, જેમને LDFમાં પાલામાંથી ચૂંટણી લડવાનું મળ્યું નહોતું, તેમને બે અન્ય બેઠકો ઉપરાંત કૉંગ્રેસે પાલા બેઠકની પણ ખાતરી આપી હતી. CPI-એમના નેતા અને કેરળના મુખ્યપ્રધાન પિનરાઈ વિજયને NCPના નેતા પ્રફૂલ પટેલ સાથે કપ્પનના પગલા અંગે વાત કરી હતી, પરંતુ તેઓ તેમને અલગ પડતા રોકી શક્યા નહીં.
આ પણ વાંચો: દિલ્હીમાં કોંગ્રેસના સૂપડાં સાફ, પ્રભારી પદથી પીસી ચાકોનું રાજીનામું
કૉંગ્રેસ દિલ્હીમાંથી સાફ થઈ ગઈ પછી ચાકોનો ગ્રાફ નીચો ગયો
પવાર ખુલ્લા હાથે ચાકોને આવકારતા હોય તેવું દૃશ્ય દક્ષિણના આ રાજ્યમાં કૉંગ્રેસ અને NCP વચ્ચે ખોટી કુશ્તી બતાવે છે. આમ તો, બંને પક્ષો પશ્ચિમી મહારાષ્ટ્ર રાજ્યમાં સત્તા વહેંચે છે. UDFના મેનેજરોએ કહ્યું કે, ચાકોના કાર્યભાર હેઠળ કૉંગ્રેસ દિલ્હીમાંથી સાફ થઈ ગઈ પછી ચાકોનો ગ્રાફ નીચો ગયો. વધુમાં, પક્ષના ધોવાણ માટે દિલ્હીનાં ત્રણ વખતનાં પૂર્વ મુખ્યપ્રધાન શીલા દીક્ષિતને તેમણે લક્ષ્ય બનાવે રાખ્યા તે પણ શીર્ષ નેતૃત્વને પસંદ પડ્યું નહીં. તેમણે દિલ્હીમાં પક્ષને બેઠો કરવા માટે કેરળના આ નેતા પર ભરોસો મૂક્યો હતો.
તમામ 14 જિલ્લાઓમાં પ્રવાસ કરવાની યોજના ધરાવે છે
NCPમાં ચાકોનો પ્રવેશ પૂર્વ અનુમાનિત હતો, તેમ કૉંગ્રેસના આંતરિક વર્તુળોનું કહેવું છે. તેમણે એ નોંધ્યું કે, આ નેતાનો ત્રિસૂર અને ચાલાકુડીના કેટલાક ભાગોમાં પ્રભાવ છે. જોકે તેઓ તમામ 14 જિલ્લાઓમાં પ્રવાસ કરવાની યોજના ધરાવે છે. તેમણે કહ્યું કે, આ નેતાનો LDF કૉંગ્રેસના રાજ્યના એકમમાં ચાલી રહેલા આંતરિક સંઘર્ષને દર્શાવવા વધુ કરશે અને CPM નીત મોરચાને વધુ સારા વિકલ્પ તરીકે દર્શાવશે.
રાજ્યમાં 20 લોકસભા બેઠક પૈકી 19 બેઠક UDFએ જીતી હતી
વર્ષ-2019ની રાષ્ટ્રીય ચૂંટણીમાં આ દરિયા તટીય રાજ્યમાં 20 લોકસભા બેઠક પૈકી 19 બેઠક UDFએ જીતી હતી. તેથી તેના મેનેજરો મોરચાની જંગી સફળતા પર આધાર રાખીને બેઠા છે અને તેમને આશા છે કે આ સફળતા 2021માં પણ ચાલુ રહેશે. વર્ષ-2019ની લોકસભા ચૂંટણીમાં માત્ર એક જ બેઠક જીતનારી LDFને ડિસેમ્બર 2020ની સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં તેના સારા પ્રદર્શનના લીધે બીજી મુદ્દત જીતવા માટે આશા છે. આ ચૂંટણીને 2021ની વિધાનસભા ચૂંટણી પહેલાં એક પ્રકારની સેમી ફાઇનલ તરીકે રાજકીય વિશ્લેષકો જોતા હતા.