ETV Bharat / bharat

18-44 વયજૂથ માટે કેન્દ્રની રસીકરણ નીતિ પક્ષપાતી અને તર્કહીન : સુપ્રીમ કોર્ટ - કોરોના રસીકરણ

દેશમાં કોરોના રસીકરણ મામલા ચાલી રહેલી અંધાધૂંધીથી ખફા સુપ્રીમ કોર્ટે બુધવારે કેન્દ્ર સરકારની વેક્સિન પોલિસી પર આકરા સવાલો ઉઠાવ્યા હતા. સુપ્રીમ કોર્ટનો મત છે કે 1 મેથી શરૂ થયેલી 'ઉદાર રસીકરણ નીતિ' કેન્દ્ર અને રાજ્યો વચ્ચેની જવાબદારીઓના બંધારણીય સંતુલન સાથે વિરોધાભાસી છે, કારણ કે 18 થી 44 વર્ષની વય જૂથના લોકોને રસી આપવાનો સંપૂર્ણ ભાર રાજ્યોને આપી દેવામાં આવ્યો છે.

સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટ
author img

By

Published : Jun 3, 2021, 9:43 AM IST

Updated : Jun 3, 2021, 9:54 AM IST

  • 18-44 વયજૂથનાને કોરોના રસીની કેન્દ્રની નીતિ પક્ષપાતી અને તર્કહીન
  • કેન્દ્રની કોવિડ રસીકરણ નીતિને પક્ષપાતી અને તર્કહીન
  • 18-44 વય જૂથના લોકો પાસેથી ફી વસૂલવાની મંજૂરી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે કેન્દ્રની કોવિડ રસીકરણ નીતિને પક્ષપાતી અને તર્કહીન ગણાવી છે. જેમાં પ્રથમ બે તબક્કામાં સંબંધિત જૂથોને રસીના મફત ડોઝ આપવામાં આવ્યા હતા અને હવે રાજ્યો અને ખાનગી હોસ્પિટલોને 18-44 વય જૂથના લોકો પાસેથી ફી વસૂલવાની મંજૂરી આપવામાં આવી છે.

કોર્ટે કેન્દ્રને સમીક્ષા કરવા આદેશ

કોર્ટે કેન્દ્રને સમીક્ષા કરવા આદેશ આપ્યો હતો અને કહ્યું હતું કે, જ્યારે કારોબારીની નીતિઓ નાગરિકોના હક્કોનો ઘસારો કરે છે ત્યારે અદાલતો ચૂપ રહી શકે નહીં.કોવિડ રસીકરણ નીતિનું વિગતવાર મૂલ્યાંકન કરવાનો પ્રયાસ કરતી વખતે, સર્વોચ્ચ અદાલતે કેન્દ્રને અનેક માહિતી માટે પૂછ્યું છે. તો આ સાથે કોર્ટ જાણવા માંગે કે રસીકરણ માટે રાખવામાં આવેલા રૂપિયા 35૦૦૦ કરોડનો ખર્ચ અત્યાર સુધી કેવી રીતે કરવામાં આવ્યો છે, જેમાં નીતિ સંબંધિત તમામ દસ્તાવેજો અને ફાઇલ નોટિસ પ્રદાન કરવા જણાવ્યું હતું.સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને તેની વેક્સિન પોલિસીની પુન: સમીક્ષી કરવા અને 31 ડિસેમ્બર 2021 સુધી કેટલી રસી ઉપલબ્ધ થશે તે અંગની માહીતી કોર્ટ સામે રજૂ કરવા આદેશ આપ્યો હતો.

આ પણ વાંચો : સુરતમાં એક જ માસમાં 18થી 44 વર્ષના 2.52 લાખ લોકોએ રસી લીધી

બે તબક્કામાં ચોક્કસ જૂથોને વિનામૂલ્યે રસી અપાઇ

સુપ્રીમ કોર્ટે રસીની કિંમતની સરખામણી રજૂ કરવા જણાવ્યું છે.કોર્ટે રસીકરણને અંત્યત મહત્વનું ગણાવતા જણાવ્યું હતું કે, 18-44ની વયજૂથના લોકો ન ફક્ત કોરનાથી સંક્રમિત થઇ રહ્યા છે બલ્કી તેની ગંભીર અસરોનો સામનો પણ કરી રહ્યા છે.તેમને લાંબો સમય હોસ્પિટલમાં રહેવું પડે છે.કેન્દ્ર રસકારને કરેલા આદેશમાં નાન્યાધીશ ડી.વાય ચંદ્રચૂડ,નાન્યધીશ એલ.એન રાવ, નાન્યાધીશ રવિન્દ્ર ભટની બેન્ચે જણાવ્યું હતું કે, સરકારે પહેલા બે તબક્કામાં ચોક્કસ જૂથોને વિનામૂલ્યે રસી આપી અને ત્યાપરછી રાજ્ય સરકારો અને ખાનગી હોસ્પિટલનો નાણા વસૂલીને 18-44 વયજૂથના લોકોને રસી આપવાનું કહ્યું, જે પક્ષપાતી અને તર્કહિન છે.

રસીની ખરીદી માટે રૂપિયા 35000 કરોડ બજેટની ફાળવણી

સુપ્રીમ કોર્ટે સવાલ ઉઠાવ્યો હતો તે.સરકારે કોરોના રસીની ખરીદી માટે રૂપિયા 35000 કરોડ બજેટની ફાળવણી કરી છે તો તેનો ઉપયોગ 18-44ની વયજૂથના લોકોને રસી આપવા કેમ કરાતો નથી? શું રાજ્ય સરકારો 18-44 ની વયજૂથના લોકોમે વિનામૂલ્યે રસી આપવા તૈયાર છે?

આ પણ વાંચો : સુરત ગ્રામ્યમાં સોમવારે 1983 લોકોએ કોરાના રસી લીધી

રસીકરણને લઇ દસ્તાવેજો રજૂ કરવા આદેશ

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કોવેક્સિન, કોવિશિલ્ડ અને સ્પુતનિક સહિતની તમામ કોરોના વેક્સિન અત્યાર સુધી કરાયેલી ખરીદીનો વિગતવાર એહવાર રજૂ કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર તેની વેક્સિન નીતિને લગતા તમામ દસ્તાવેજ અને ફાઇલ નોટિંગ્સ અદાલત સમક્ષ બે અઠવાડિયામાં રજૂ કરે. સુપ્રીમ કોર્ટે બ્લેક ફંગલની સારવારમાં વપરાતી દવાઓની ઉપલબ્ધતા માટે સરકાર દ્વારા કેવા પ્રકારના પગલા લેવાઇ રહ્યા છે તેની પણ કેન્દ્ર પાસે માહીતી માગી છે. તો આ સાથે વધુ સુનાવણી 30 જૂનની રોજ થશે.

Last Updated : Jun 3, 2021, 9:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.