- ટોલ ફ્રી નંબર અને કાર્ડ પણ જારી
- આ પહેલથી લગભગ 38 કરોડ શ્રમજીવીઓને ફાયદો થશે
- શ્રમિકોના ડેટા બેઝ તૈયાર કરવા માટે પગલા ભર્યા
નવી દિલ્હી : કેન્દ્રીય શ્રમ તથા રોજગાર મંત્રાલય તરફથી કરવામાં આવેલા આ પહેલથી લગભગ 38 કરોડ શ્રમજીવીઓને ફાયદો થશે. જેમાં નિર્માણ મજૂર ઉપરાંત પ્રવાસી શ્રમિક, લારી ગલ્લા વાળા અને ઘરેલુ કામદારો પણ સામેલ છે.
-
e-SHRAM card will give a new identity to crores of Unorganized Workers of the Nation. The e-SHRAM card will be valid across the country.#ShramevJayate pic.twitter.com/IPUqhbKUGm
— Ministry of Labour (@LabourMinistry) August 25, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">e-SHRAM card will give a new identity to crores of Unorganized Workers of the Nation. The e-SHRAM card will be valid across the country.#ShramevJayate pic.twitter.com/IPUqhbKUGm
— Ministry of Labour (@LabourMinistry) August 25, 2021e-SHRAM card will give a new identity to crores of Unorganized Workers of the Nation. The e-SHRAM card will be valid across the country.#ShramevJayate pic.twitter.com/IPUqhbKUGm
— Ministry of Labour (@LabourMinistry) August 25, 2021
શ્રમિકોને મદદ માટે એક રાષ્ટ્રીય ટોલ ફ્રી 14434 પણ શરુ
શ્રમિકોને મદદ માટે એક રાષ્ટ્રીય ટોલ ફ્રી 14434 પણ શરુ કરવામાં આવશે. જેના માધ્યમથી રજિસ્ટ્રેસન કરાવી શકશે. આ પહેલથી શ્રમિકોને એક ઈ શ્રમ કાર્ડ જારી કરવામાં આવશે. જેમાં 12 અંકનો યુનિક નંબર રહેશે. ઈ શ્રમ કાર્ડથી દેશના કરોડો અસંગઠિત કામદારોને એક નવી ઓળખ મળશે. આખા દેશમાં ઈ- શ્રમ કાર્ડ માન્ય રહેશે.
આ પણ વાંચો : કેરળમાં 3 મહિના પછી એક દિવસમાં કોરોનાના નવા 31,445 કેસ નોંધાયા, 215ના મોત
શ્રમિકોના ડેટા બેઝ તૈયાર કરવા માટે પગલા
કેન્દ્રીય શ્રમ તથા રોજગાર મંત્રાલય મુજબ સરકાર અસંગઠિત વિસ્તારના શ્રમિકોના ડેટા બેઝ તૈયાર કરવા માટે પગલા ભર્યા છે. આ પગલાનો હેતુ સરકારની સામાજિક સુરક્ષા યોજનાઓનું એકીકરણ કરવાનું છે. શ્રમિકોનું વિવરણ રાજ્ય સરકારો અને વિભાગો દ્વારા પણ શેર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે મંગળવારે શ્રમ મંત્રીએ ઈ- પોર્ટલ જારી કર્યુ હતુ.
આ પણ વાંચો : નારાયણ રાણેની ધરપકડ બાદ ભાજપ અને શિવસેના સામસામે, ભાજપે ઉદ્ધવ ઠાકરે, તેમના પત્ની સામે નોંધાવી ફરિયાદ
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને જલ્દીથી જલ્દી ડેટાબેઝ તૈયાર કરવાનું કહ્યું
ઉલ્લેખનીય છે કે ગત વર્ષ કોરોનાના કારણે લોકડાઉન લગાવ્યા બાદ મોટા પાયા પર વર્કર્સની ઘર વાપસી થઈ હતી. વર્કર્સની રોજી- રોટીનું સંકટ આવી ગયુ હતુ. આ ઘટનાક્રમ બાદ ડેટા બેસ તૈયાર કરવા પર ભાર મુકવામાં આવ્યો હતો. જો તે ડેટાબેસ તૈયાર કરવામાં ઘણું મોડું થયું છે. કોરોનાની બીજી લહેરમાં આ ઉણપ જોવા મળી હતી. આ જ કારણે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને જલ્દીથી જલ્દી ડેટાબેઝ તૈયાર કરવાનું કહ્યું હતુ. જેથી મજૂરોની સામાજિક કલ્યાણ અને અન્ય જરુરિયાતોને સરળતાથી પુરા કરી શકાય.