ETV Bharat / bharat

IT દરોડા અંગે રાહુલે પસ્તાળ પાડીઃ સરકાર આઈટી-સીબીઆઈને આંગળીના ટેરવે નચાવે છે - IT Raid Tapsi Pannu

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે સોશિયલ મીડિયા પર કડવા વેણ કાઢતાં કેન્દ્ર સરકારની ટીકા કરી હતી. રાહુલ ગાંધીએ લખ્યું છે ભોંઠી પડેલી બીલાડી ઊંડા નહોર મારે છે.

તાપસી-અનુરાગ વગેરે પર આઇટી દરોડા અંગે રાહુલે પસ્તાળ પાડીઃ સરકાર આઈટી-સીબીઆઈને આંગળીના ટેરવે નચાવે છે

author img

By

Published : Mar 4, 2021, 1:55 PM IST

  • તાપસી-અનુરાગ સામે આઈટી કાર્યવાહી સામે રાહુલે આપી પ્રતિક્રિયા
  • કેન્દ્ર સરકાર આઈટીને પોતાને ઇશારે નચાવતી હોવાનો કર્યો આક્ષેપ
  • આઈટી દરોડા મામલે બોલીવૂડ પર કાર્યવાહીને લઇ મોદી સરકારને ઘેરવામાં આવી

નવી દિલ્હીઃ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ મોદી સરકારને આડેહાથ લેતાં કેટલાક ટવીટ કરતાં કેટલીક કહેવતો ટાંકીને ટીકા કરી હતી. તાપસી પન્નુ સહિતની કેટલીક બોલીવૂડ હસ્તીઓ સામે થઇ રહેલી આઈટી કાર્યવાહીને આ સાથે જોડવામાં આવી છે.

  • તમામ મુદ્દે રાહુલ ઘેરી રહ્યાં છે મોદી સરકાર

રાહુલ ગાંધીએ કહ્યું કે ભોંઠી પડેલી બીલાડી વધુ ઊંડા નહોર મારે અને આઈટીને કેન્દ્ર દ્વારા આંગળીના ઇશારે નચાવવાની વાત કરી છે. ખેડૂત સમર્થકો પર કેન્દ્ર સરકાર દરોડા પડાવે છે તેનો સંદર્ભ પણ અહીં છે.આપને જણાવીએ કે સોશિઅલ મીડિયા દ્વારા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા મોદી સરકાર પર સતત શાબ્દિક હુમલો કરવામાં આવી રહ્યો છે. તે ચીનનો મુદ્દો હોય કે અર્થતંત્રથી સંબંધિત કોઈ મુદ્દો હોય. જોકે રાહુલ ગાંધીની પહેલાં મહારાષ્ટ્ર સરકાર, મહારાષ્ટ્ર કોંગ્રેસ, શિવસેના અને અન્ય વિરોધી પક્ષોએ પણ આઈટી કાર્યવાહીને સરકારની બદલો લેતી કાર્યવાહી ગણાવી હતી.

  • મોડી રાત સુધી આઈટીની પૂછપરછ ચાલી

નોંધપાત્ર છે કે આવકવેરા વિભાગની ઘણી ટીમોએ છેલ્લા દિવસે મુંબઈ-પૂણેમાં લગભગ 30 સ્થળોએ દરોડા પાડ્યાં હતાં. આ તમામ જગ્યાઓ અનુરાગ કશ્યપની કંપની ફેન્ટમ અને કેટલાક અન્ય ફિલ્મ નિર્માણ સાથે સંકળાયેલા હતાં. આ ઉપરાંત આવકવેરા વિભાગે તાપસી પન્નુના કામકાજનું સંચાલન કરતી કંપનીના ઠેકાણાઓ પર પણ દરોડા પાડ્યા હતાં. આ દરોડા દરમિયાન આવકવેરા વિભાગે ઘણા દસ્તાવેજોની તપાસ કરી છે. લેપટોપ ચેક કર્યું છે. એટલું જ નહીં, પૂણેમાં અનુરાગ કશ્યપ, તાપસી પન્નુની મોડી રાત સુધી આયકરવિભાગ આકરી પૂછપરછ કરતો રહ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.