ETV Bharat / bharat

Manipur: મણિપુરમાં મહિલાઓના વાયરલ વીડિયોને લઈને કેન્દ્ર થઈ સખ્ત, ટ્વિટરને નોટિસ મોકલી

મણિપુર છેલ્લા બે મહિનાથી હિંસાની આગમાં સળગી રહ્યું છે. આ દરમિયાન બે મણિપુરી મહિલાઓને રોડ પર નગ્ન અવસ્થામાં પરેડ કરવાનો મામલો સામે આવ્યો છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કેન્દ્રએ આ વાયરલ વીડિયોને લઈને ટ્વિટર અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મને નોટિસ મોકલી છે.

Manipur:
Manipur:
author img

By

Published : Jul 20, 2023, 4:11 PM IST

નવી દિલ્હી: મણિપુરની બે મહિલાઓની નગ્ન પરેડની ઘટના વચ્ચે કેન્દ્રએ ટ્વિટર અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મને નોટિસ જારી કરી છે. બુધવારે સોશિયલ મીડિયા પર મણિપુરી મહિલાઓનો વીડિયો સામે આવ્યો હતો. ત્યારબાદ કેન્દ્રએ આ મામલે તપાસ ચાલુ હોવાથી સોશિયલ મીડિયા પરથી વહેલામાં વહેલી તકે વીડિયો હટાવવાનો નિર્દેશ આપ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ ઘટના 4 મેના રોજ બની હતી અને આ મામલામાં અત્યાર સુધીમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.

ટ્વિટર સામે કાર્યવાહીઃ સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્રએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને નોટિસ પાઠવી છે. તે જ સમયે કેન્દ્ર મણિપુરી મહિલાઓના નગ્ન ફરવાના વીડિયોને લઈને ટ્વિટર વિરુદ્ધ કાર્યવાહી કરી શકે છે. કેન્દ્રનું માનવું છે કે ભારતમાં સક્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માટે ભારતીય કાયદાઓનું પાલન કરવું ફરજિયાત છે. મણિપુરી મહિલાઓ પર અત્યાચાર ગુજારવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ તંગદિલી ફેલાઈ ગઈ છે, ત્યારબાદ કેન્દ્રએ આ નોટિસ જારી કરી છે.

આરોપીઓ વિરુદ્ધ કેસ દાખલ: એક વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર આ ઘટના મણિપુરના થોબલ જિલ્લામાં 4 મેના રોજ બની હતી. આ મામલે અપહરણ, ગેંગરેપ અને હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. 19 જુલાઈના રોજ પોલીસ અધિક્ષક કે. મેઘચંદ્ર સિંહે જણાવ્યું હતું કે અજાણ્યા સશસ્ત્ર લોકો દ્વારા નગ્ન પરેડ કરતી બે મહિલાઓના વીડિયોના સંબંધમાં નોંગપોક સેકમાઈ પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ અપહરણ, ગેંગરેપ અને હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તપાસ શરૂ થઈ ગઈ છે અને રાજ્ય પોલીસ તમામ ગુનેગારોને વહેલી તકે પકડવા માટેના તમામ પ્રયાસો કરી રહી છે.

શાહે કડક કાર્યવાહીની સૂચના આપી: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પણ વીડિયો સામે આવ્યાના એક દિવસ પછી સીએમ એન. બિરેન સિંહ સાથે વાત કરી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગૃહમંત્રીએ 4 મેના રોજ બનેલી ઘટનામાં સામેલ લોકો સામે કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે શાહે સિંહને ઘટનામાં સામેલ તમામ આરોપીઓને પકડવા અને કાયદા હેઠળ યોગ્ય પગલાં લેવા માટે તમામ સંભવિત પગલાં લેવા જણાવ્યું છે.

  • PM’s silence and inaction has led Manipur into anarchy.

    INDIA will not stay silent while the idea of India is being attacked in Manipur.

    We stand with the people of Manipur. Peace is the only way forward.

    — Rahul Gandhi (@RahulGandhi) July 19, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

રાહુલ ગાંધીનો દાવોઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તેમના ટ્વીટમાં દાવો કર્યો છે કે આ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મૌનથી રાજ્ય અરાજકતામાં ધકેલાઈ ગયું છે. તેમણે ટ્વીટ કર્યું કે પીએમના મૌન અને નિષ્ક્રિયતાએ મણિપુરને અરાજકતા તરફ ધકેલી દીધું છે. જ્યારે મણિપુરમાં ભારતના વિચાર પર હુમલો થઈ રહ્યો છે, ત્યારે ભારત ચૂપ નહીં રહે. અમે મણિપુરના લોકો સાથે ઉભા છીએ.

(વધારાની ઇનપુટ-એજન્સી)

  1. Reshma Patel: મણીપુરમાં મહિલાઓ સાથે થયેલા કૃત્ય મામલે આમ આદમી પાર્ટીએ રાષ્ટ્રપતિને આપ્યું આવેદનપત્ર
  2. Manipur viral video: મણિપુરના વીડિયો પર સુપ્રીમ કોર્ટની ફટકાર, CJIએ કહ્યું- સરકારે પગલાં લેવા જોઈએ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.