નવી દિલ્હી ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયે (Ministry of Information and Broadcasting) ઘણી ભારતીય અને પાકિસ્તાની યુટ્યુબ ન્યૂઝ ચેનલો સામે કડક કાર્યવાહી (blocked YouTube channels) કરી છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે ભારતની રાષ્ટ્રીય સુરક્ષા, વિદેશ સંબંધો અને જાહેર વ્યવસ્થા સાથે સંબંધિત પ્રચાર ફેલાવવા માટે 8 યુટ્યુબ ચેનલોને બ્લોક (blocked 8 YouTube channels) કરી છે.
આ પણ વાંચો મોદી સરકારે ટ્રમ્પની ભારત મુલાકાત પર ખર્ચ્યા લાખો રૂપિયા, RTIમાં થયો ખુલાસો
સાત ભારતીય ન્યૂઝ ચેનલો બ્લોક સરકારે ગુરુવારે રાષ્ટ્રીય સુરક્ષા, અન્ય દેશો સાથેના સંબંધો અને જાહેર વ્યવસ્થા સંબંધિત કથિત પ્રચાર માટે પાકિસ્તાની ચેનલ સહિત આઠ યુટ્યુબ ચેનલોને બ્લોક કરવાનો આદેશ આપ્યો છે. એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ બ્લોક કરાયેલી ચેનલોને 114 કરોડ વ્યૂઝ અને 85.73 લાખ સબસ્ક્રાઇબર્સ ધરાવે છે અને આ ચેનલોના કન્ટેન્ટમાંથી પૈસા કમાઈ રહ્યા છે. ઇન્ફોર્મેશન ટેક્નોલોજી નિયમો 2021 હેઠળ બ્લોક કરવામાં આવેલી ચેનલોમાં સાત ભારતીય ન્યૂઝ ચેનલોનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો મહારાષ્ટ્રના હરિહરેશ્વર કિનારેથી શંકાસ્પદ બોટ બરામત, મોટી માત્રમાં હથિયારો મળી આવ્યા
યુટ્યુબ ચેનલોનો દુરૂપયોગ એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ યુટ્યુબ ચેનલોએ ભારત સરકાર દ્વારા ધાર્મિક માળખાને તોડી પાડવા, ધાર્મિક તહેવારોની ઉજવણી પર પ્રતિબંધ, ભારતમાં ધાર્મિક યુદ્ધની ઘોષણા જેવા ખોટા દાવા કર્યા છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ સામગ્રી દેશમાં સાંપ્રદાયિક સૌહાર્દ અને જાહેર વ્યવસ્થાને ખલેલ પહોંચાડી શકે છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, આ યુટ્યુબ ચેનલોનો ઉપયોગ ભારતીય સશસ્ત્ર દળો અને જમ્મુ અને કાશ્મીર જેવા વિવિધ વિષયો પર નકલી સમાચાર પોસ્ટ કરવા માટે પણ કરવામાં આવતો હતો. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, રાષ્ટ્રીય સુરક્ષા અને અન્ય દેશો સાથે ભારતના મૈત્રીપૂર્ણ સંબંધોના દૃષ્ટિકોણથી આ સામગ્રી સંવેદનશીલ અને સંપૂર્ણપણે ખોટી હોવાનું જાણવા મળ્યું છે.
Ministry of Information and Broadcasting, Youtube, yotube channels, block 8 youtube channels.