ETV Bharat / bharat

Central Ordinance Issue : કેન્દ્રીય વટહુકમ મુદ્દે અરવિંદ કેજરીવાલ બાકીના 56 ક્યાંથી લાવશે? બેઠકોનો દોર

author img

By

Published : Jun 1, 2023, 9:33 PM IST

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલનો આજનો દિવસ ખૂબ વ્યસ્ત રહ્યો. તેઓ રાજકીય પક્ષોના વડાઓને મળી રહ્યાં છે અને વટહુકમને રદ કરાવવા માટેના મતનું સમર્થન મેળવવા પ્રયાસ કરી રહ્યાં છે. તેમની પાસે 64 વોટ તો છે પણ બાકીના 56 વોટ માટે રાજ્યસભા સાંસદોનું સમર્થન મેળવવું ખૂબ જરુરી છે.

Central Ordinance Issue : કેન્દ્રીય વટહુકમ મુદ્દે અરવિંદ કેજરીવાલ બાકીના 56 ક્યાંથી લાવશે? બેઠકોનો દોર
Central Ordinance Issue : કેન્દ્રીય વટહુકમ મુદ્દે અરવિંદ કેજરીવાલ બાકીના 56 ક્યાંથી લાવશે? બેઠકોનો દોર

નવી દિલ્હી : દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે કેન્દ્રના વટહુકમ સામે સમર્થન મેળવવા અભિયાન શરૂ કર્યું છે. કેજરીવાલને અન્ય પાર્ટીના ઘણાં નેતાઓ તરફથી સમર્થનનું આશ્વાસન મળ્યું તો છે, પરંતુ જો રાજ્યસભામાં તે પાર્ટીઓની હાજરી જોવામાં આવે તો તેમાં 64થી વધુ વોટ મળે તેમ નથી. તેની સામે વટહુકમ રદ કરાવવા માટે અરવિંદ કેજરીવાલને ઓછામાં ઓછા 120 સભ્યોના સમર્થનની જરૂર પડશે. કોંગ્રેસની નિષ્ક્રિયતા તેમના પ્રયાસોને મોળા પાડી રહી છે તેમ છતાં અરવિંદ કેજરીવાલે આશા છોડી નથી.

કેજરીવાલની દોડાદોડ : કેન્દ્રના તાજેતરના વટહુકમ સામે સમર્થન મેળવવા માટે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે ગુરુવારે ચેન્નાઈમાં તમિલનાડુના મુખ્યપ્રધાન એમકે સ્ટાલિનને મળ્યા હતા. મીટિંગ બાદ અરવિંદ કેજરીવાલે મીડિયાને સંબોધતા કહ્યું કે સુપ્રીમ કોર્ટે સેવાઓને લઈને દિલ્હી સરકારની તરફેણમાં નિર્ણય આપ્યો છે. આ સાથે અધિકારીઓ પર સરકારનો અંકુશ હોત, પરંતુ વટહુકમ લાવીને તેને પલટાવી દેવામાં આવ્યો છે.

અત્યારે હાલત એવી છે કે અધિકારીઓ સરકાર અને પ્રધાનોની વાત સાંભળતા નથી. એટલા માટે અમે ઈચ્છીએ છીએ કે જ્યારે આ વટહુકમ ચોમાસુ સત્રમાં પસાર કરવા માટે રજૂ કરવામાં આવે ત્યારે રાજ્યસભામાં ભાજપની બહુમતી ન હોવી જોઈએ. જો આપણે બધા સાથે મળીને આ વટહુકમનો વિરોધ કરીશું તો તે પસાર થશે નહીં. દરેક પસાર થતા દિવસ સાથે અમને વધુ વિશ્વાસ થઈ રહ્યો છે કે અમે તેને રાજ્યસભામાં નીચે લાવીશું. કોંગ્રેસને સમર્થન ન આપવાનું કોઈ કારણ નથી. આ (વટહુકમ) સંઘીય માળખા પર હુમલો છે....અરવિંદ કેજરીવાલ (દિલ્હીના મુખ્યપ્રધાન)

મતનું ગણિત : ગુરુવાર પહેલાં અરવિંદ કેજરીવાલ અન્ય ઘણા વિરોધ પક્ષોના નેતાઓને પણ મળ્યાં છે. રાજ્યસભાની કુલ 245 બેઠકોમાંથી 7 બેઠકો હજુ ખાલી છે. એટલે જો રાજ્યસભાના 238 સભ્યો મતદાનમાં ભાગ લે તો 120 સભ્યોના મત મેળવવા જરૂરી બની રહેશે. કેજરીવાલની આગેવાની હેઠળની આમ આદમી પાર્ટીના રાજ્યસભામાં કુલ 10 સભ્યો છે.

  • AAP national convener & Delhi CM Arvind Kejriwal, Punjab CM Bhagwant Mann and other leaders of the party met Tamil Nadu CM & DMK president MK Stalin today in Chennai over the issue of Centre's Ordinance on Delhi. pic.twitter.com/TxrGQ52mC9

    — ANI (@ANI) June 1, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

56 રાજ્યસભા સભ્યોનું સમર્થન જરુરી : આમ આદમી પાર્ટી ઇચ્છે છે કે 120 સભ્યો કેન્દ્ર દ્વારા લાવવામાં આવેલા વટહુકમ વિરુદ્ધ મતદાન કરે જ્યારે તેને જુલાઈમાં યોજાનાર ચોમાસું સત્ર અથવા તેના પછીના શિયાળુ સત્રમાં પસાર કરવા માટે સંસદમાં રજૂ કરવામાં આવે. પરંતુ અત્યાર સુધીમાં અરવિંદ કેજરીવાલે વટહુકમ સામે સમર્થનની ખાતરી મેળવનાર નેતાઓ અને રાજકીય પક્ષોની સંખ્યા માત્ર 64 છે. આ સ્થિતિમાં આમ આદમી પાર્ટીએ ઓછામાં ઓછા 56 રાજ્યસભા સભ્યોનું સમર્થન મેળવવું જરુરી છે.

કોંગ્રેસ પાસે વિપક્ષમાં વધુ સાંસદો : અરવિંદ કેજરીવાલની આશા કોંગ્રેસ પર પણ છે. રાજ્યસભામાં કોંગ્રેસના 31 સભ્યો છે. કેજરીવાલ પણ કોંગ્રેસને કેન્દ્રના વટહુકમ વિરુદ્ધ મતદાન કરવાની માગણી કરી રહ્યા છે. આ સંબંધમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીને મળવા માટે સમય માંગ્યો છે પરંતુ હજુ સુધી મળ્યો નથી. બીજી તરફ કેજરીવાલ શુક્રવારે રાંચીમાં ઝારખંડના મુખ્યપ્રધાન હેમંત સોરેન સાથે મુલાકાત કરવાના છે. રાજ્યસભામાં ઝારખંડ મુક્તિ મોરચાના બે સભ્યો છે.

શું છે વટહુકમ : એવો કોઈ વિષય હોય કે જેના પર તાત્કાલિક કાયદો બનાવવાની જરૂર હોય અને તે સમયે સંસદનું સત્ર ચાલુ ન હોય તો વટહુકમ લાવવામાં આવે છે. બંધારણના અનુચ્છેદ નંબર 123માં વટહુકમ બહાર પાડવા માટેની રાષ્ટ્રપતિની સત્તાઓનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. વટહુકમની અસર સંસદ દ્વારા પસાર કરાયેલા કાયદા જેવી જ હોય છે અને આ કોઈપણ સમયે પાછો ખેંચી શકાય છે.

વટહુકમનો સમયગાળો : જો કે વટહુકમ દ્વારા સામાન્ય લોકો પાસેથી તેમના મૂળભૂત અધિકારો છીનવી શકાતા નથી. કેન્દ્રીય કેબિનેટની સલાહ પર રાષ્ટ્રપતિ દ્વારા વટહુકમ બહાર પાડવામાં આવે છે. સંસદને કાયદો બનાવવાનો અધિકાર છે. આવી સ્થિતિમાં વટહુકમ માટે સંસદની મંજૂરી લેવી પડે છે. વટહુકમ જારી કર્યાના 6 મહિનાની અંદર સંસદનું સત્ર બોલાવવું અને તેને પાસ કરાવવું ફરજિયાત છે. વટહુકમ કામચલાઉ હોય છે. તેને પસાર કરવા માટે સંસદની મંજૂરી જરૂરી નથી. પ્રવર્તમાન સંજોગોને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર પાડવામાં આવે છે. તેનો સમયગાળો ઓછામાં ઓછો 6 અઠવાડિયા અને વધુમાં વધુ છ મહિનાનો રહે છે.

  1. Nitish Kumar's 'Mission 2024': કેસીઆર અને કેજરીવાલ સાથે કોંગ્રેસના મુદ્દાઓ વચ્ચે 12 જૂને વિપક્ષની બેઠક
  2. Delhi news: કેન્દ્ર સરકારના વટહુકમ સામે સુપ્રીમ કોર્ટમાં જશે CM કેજરીવાલ
  3. Delhi Government Vs Central Ordinance: વટહુકમ સામે શરદ પવારનું સમર્થન મેળવવા સીએમ કેજરીવાલ મુંબઈ પહોંચ્યા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.