નવી દિલ્હી : કેન્દ્ર સરકાર કોવિડ-19 સામે રસીકરણ અભિયાનના (on completion of 1 year of covid vaccination) એક વર્ષ પૂર્ણ થવા પર પોસ્ટેજ સ્ટેમ્પ (Center will issue postage stamp) બહાર પાડવા માટે તૈયાર છે. અધિકારીઓએ શનિવારે આ માહિતી આપી હતી. આજે રવિવારે દેશ રસીકરણ અભિયાનને એક વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. ગયા વર્ષે 16 જાન્યુઆરીથી રસીકરણની શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગને ચિહ્નિત કરવા માટે એક સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડવામાં (Commemorative postage stamp will be issued) આવશે.
આ પણ વાંચો : India Corona Update : દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના કેસ 2 લાખથાૃી વધુ,ઓમિક્રોનના 6 હજારથી વધુ
મનસુખ માંડવિયા પોસ્ટેજ સ્ટેમ્પ બહાર પાડશે
દેશ રવિવારે રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાનની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી કરશે. રસીકરણ ઝુંબેશ વરિષ્ઠ નાગરિકો અને કોમોર્બિડિટીઝ ધરાવતા લોકો સુધી લંબાવવામાં આવી હતી. હાલમાં 15 થી 18 વર્ષના વયજૂથના બાળકોને પણ રસી આપવામાં આવી રહી છે. હેલ્થ વર્કર્સ, ફ્રન્ટલાઈન વર્કર્સ અને 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને પ્રિકોશન ડોઝ આપવા માટેની ઝુંબેશ 10 જાન્યુઆરીથી શરૂ થઈ હતી. આ તકે, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા પોસ્ટેજ સ્ટેમ્પ બહાર પાડશે અને કાર્યક્રમને વર્ચ્યુઅલ રીતે સંબોધશે. કેન્દ્રીય સંચાર રાજ્ય પ્રધાન દેવુસિંહ ચૌહાણ પણ ભારત બાયોટેકના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડૉ. ક્રિષ્ના ઈલા સાથે કાર્યક્રમમાં હાજરી આપશે.
આ પણ વાંચો : Covaxin અને Covishield Vaccine ના મિશ્રણથી સારા પરિણામો મળે છે : AIG અભ્યાસ
દેશમાં રસીકરણ કવરેજ 156 કરોડના આંકને પાર
આ દરમિયાન, ભારતનું કોવિડ-19 રસીકરણ કવરેજ 156 કરોડના આંકને પાર કરી ગયું છે. શનિવારે સાંજે 7 વાગ્યા સુધીમાં 57 લાખથી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં કોવિડ રસીકરણ માટે ઓળખાયેલી શ્રેણીના લાભાર્થીઓને 42 લાખથી વધુ સાવચેતીના ડોઝ આપવામાં આવ્યા છે. 3 જાન્યુઆરીના રોજ 15 થી 18 વર્ષની વયના કિશોરો માટે રસીકરણ ઝુંબેશની શરૂઆત થઈ ત્યારથી, તે વય જૂથની લગભગ 40 ટકા વ્યક્તિઓએ તેમની રસીનો પ્રથમ ડોઝ પણ મેળવ્યો છે. આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર, આ જૂથના કુલ 3,36,09,191 કિશોરોને અત્યાર સુધીમાં રસી આપવામાં આવી છે.