- ભારતીય સેના દ્વારા કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઈકના પાંચ વર્ષ
- વર્ષ 2016માં પાકિસ્તનામાં રહેલા આંતકવાદીઓ સામે કરાઈ હતી સર્જિકલ સ્ટ્રાઈક
- સર્જિકલ સ્ટ્રાઈક કરી ભારતીય સેના દ્વારા ઉરી હુમલાનો બદલો લેવામાં આવ્યો
ન્યૂઝ ડેસ્ક : ભારતીય સેના( Indian Army ) દ્વારા પાકિસ્તાનના POKમાં કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઈક (Surgical Strike)ને આજે બુધવારે પાંચ (Five Year Of Surgical Strike ) વર્ષ પૂર્ણ થયા છે. 29 સપ્ટેમ્બર એ તારીખ છે, જ્યારે ભારતીય સેનાના જવાનોએ પાકિસ્તાનની છાતી પર ચઢીને આતંકવાદીઓને મોતને ઘટા ઉતારી દીધા હતા અને આતંકવાદીઓના તાબાઓનો પણ નાશ કર્યો હતો. 29 સપ્ટેમ્બર 2016ની તારીખ ઇતિહાસના સુવર્ણ પાનામાં નોંધાઈ છે.
ભારતીય સેનાએ 50 થી વધુ આતંકીઓને કર્યા ઠાર
પાકિસ્તાને વર્ષ 2016 માં 18 સપ્ટેમ્બરના રોજ ભારતીય સેનાના સૂઈ રહેલા સૈનિકો પર હુમલો કર્યો હતો. આ આતંકી હુમલામાં દેશના 19 બહાદુર જવાનો શહીદ થયા હતા. આ બાદ પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે ભારતીય સેનાએ સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. ભારતીય સેના દ્વારા કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઈક ( Surgical Strike )માં 50થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હતા, જ્યારે ભારતીય જવાનો દ્વારા આતંકવાદીઓ ઘણા તાબાઓનો પણ નાશ કરવામાં આવ્યો હતો. 28-29 સપ્ટેમ્બરની મધ્યરાત્રિએ ભારતીય સેનાના 150 કમાન્ડો POKમાં દુશ્મન પ્રદેશમાં ઘૂસી ગયા હતા. આ તે દિવસ હતો જ્યારે સેનાએ માત્ર 4 કલાકના ઓપરેશનમાં પાકિસ્તાનમાં પ્રવેશ કરીને આતંકવાદી કેમ્પનો નાશ કરવામાં સફળતા મેળવી હતી.
પાકિસ્તાન ભારતીય સેનાના આ મીશનથી અજાણ
ભારતીય સેનાએ ભીંબર, કેલ, તત્તાપાની અને લિપા વિસ્તારોમાં આતંકવાદીઓના અનેક તાબાઓનો નાશ કર્યો હતો. આપણા કમાન્ડોએ એવી રીતે ઓપરેશન કર્યું કે પાકિસ્તાની સેનાને ભારતની ચાલનો ખ્યાલ પણ ન રહ્યો. આ મિશનમાં આતંકવાદીઓની દરેક હિલચાલ પર RAW અને મિલિટરી ઇન્ટેલિજન્સ કાળજીપૂર્વક નજર રાખતા હતા. આ ઓપરેશનમાં ઓછામાં ઓછા 40 આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ સર્જિકલ સ્ટ્રાઈકમાં આતંકીઓની સાથે પાકિસ્તાન સેનાના 2 જવાનો પણ માર્યા ગયા હતા. આ મીશન રાત્રે 12.30 વાગ્યે શરૂ કરવામાં આવ્યું હતું, જ્યારે તે સવારે 4.30 વાગ્યે સમાપ્ત થયું. આ સર્જિકલ સ્ટ્રાઈક નવી દિલ્હીમાં આર્મી હેડક્વાર્ટરથી સીધી ચલાવવામાં આવી રહી હતી.
ભારતે લીધો ઉરી હુમલાનો બદલો
ભારતે ઉરી હુમલાનો બદલો લેવા અને પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. ઉરી હુમલા બાદ જ્યારે વડાપ્રધાન વોર રૂમમાં ગયા ત્યારે તે જ દિવસથી સર્જિકલ સ્ટ્રાઈકની તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી. આ ઓપરેશન 10 દિવસની તૈયારી પછી થયું હતું. આ બેઠકમાં એ પણ નક્કી કરવામાં આવ્યું હતું કે જ્યારે ભારત દ્વારા કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઈક બાદ પાકિસ્તાનની પ્રતિક્રિયા પર આપણે શું જવાબ આપવો.ઉલ્લેખનીય છે કે, 18 સપ્ટેમ્બર 2016ના રોજ જૈશ-એ-મોહમ્મદ(Jaish-e-Mohammed) ના 4 આતંકવાદીઓએ સવારના લગભગ 5.30 વાગ્યે સેનાના બ્રિગેડ હેડક્વાર્ટર(Brigade Headquarter) પર હુમલો કર્યો હતો. આ સમયે મોટાભાગના સૈનિકો તેમના ટેન્ટમાં સૂઈ રહ્યા હતા. આ હુમલામાં 19 જવાન શહીદ થયા હતા.
આ પણ વાંચો: