ETV Bharat / bharat

CDS General Bipin Rawat: વેલિંગ્ટનમાં CDS જનરલ બિપિન રાવત સહિત શહિદોને શ્રદ્ધાંજલિ અર્પણ - શિયાળુ સત્ર

સ્વર્ગસ્થ CDS જનરલ બિપિન રાવત (CDS General Bipin Rawat) સહિત અન્ય 12 લોકોના પાર્થિવ અવશેષોને આર્મીની વેલિંગ્ટન હોસ્પિટલમાંથી મદ્રાસ રેજિમેન્ટલ સેન્ટરમાં (Madras Regimental Center from Wellington Hospital) લાવવામાં આવ્યા છે. શુક્રવારે દિલ્હી છાવણીમાં બન્નેના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તેમની નાની બહેન અને ભાઈ પણ અંતિમ સંસ્કાર માટે ત્યાં હાજર રહેશે, જ્યારે આજે સંસદના શિયાળુ સત્રમાં (Winter Session) સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ દ્વારા (Defense Minister Rajnath Singh) બન્ને ગૃહોમાં હેલિકોપ્ટર દુર્ઘટના વિશે માહિતી આપશે.

CDS General Bipin Rawat: વેલિંગ્ટનમાં CDS જનરલ બિપિન રાવત સહિત શહિદોને શ્રધ્ધાંજલી અર્પણ

author img

By

Published : Dec 9, 2021, 12:04 PM IST

Updated : Dec 9, 2021, 12:17 PM IST

  • એર ચીફ માર્શલ વીઆર ચૌધરી ઘટનાસ્થળની મુલાકાતે
  • જનરલ બિપિન રાવત, તેમની પત્નીના દેહને વિમાન દ્વારા દિલ્હી લવાયા
  • 11 થી 2 વાગ્યા સુધી તેમના અંતિમ દર્શન કરવાની મંજૂરી
  • શુક્રવારે દિલ્હી છાવણીમાં બંનેના અંતિમ સંસ્કાર કરવામાં આવશે

ચેન્નાઈ: ભારતના પ્રથમ CDS જનરલ બિપિન રાવતનું (CDS General Bipin Rawat) બુધવારે તમિલનાડુના કુન્નૂરમાં વિમાન દુર્ઘટનામાં અવસાન પામ્યા હતા. આ અકસ્માતમાં તેની પત્ની સહિત 12 લોકોના મોત થયા છે. હાલ સ્વર્ગસ્થ CDS જનરલ બિપિન રાવત અને અન્ય 12 લોકોના પાર્થિવ દેહને આજે સવારે આર્મીની વેલિંગ્ટન હોસ્પિટલમાંથી મદ્રાસ રેજિમેન્ટલ સેન્ટરમાં (Madras Regimental Center from Wellington Hospital) લાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો: Bipin Rawat Chopper Crash: રાજનાથ સિંહ અને સ્પીકર ઓમ બિરલાએ શ્રદ્ધાંજલિ આપી

વાયુસેનાના પ્રમુખ એર ચીફ માર્શલ વીઆર ચૌધરી ઘટનાસ્થળની મુલાકાતે

ભારતીય વાયુસેનાના પ્રમુખ AIR Cheif માર્શલ વીઆર ચૌધરી (Air Chief Marshal VR Chaudhari) કુન્નુરમાં ઘટનાસ્થળે પહોંચી ગયા છે, ઉપરાંત તમિલનાડુના DGP સી સિલેન્દ્ર બાબુ (DGP C. Silendra Babu) પણ એરફોર્સ ચીફ સાથે હાજર હતા, તેમણે નીલગીરી જિલ્લામાં કુન્નુર નજીક હેલિકોપ્ટર ક્રેશ સ્થળની મુલાકાત લીધી હતી અને અહીં તેમના દ્વારા અકસ્માત વિશે પૂછપરછ કરવામાં આવી હતી. વાયુસેનાના પ્રમુખ બુધવારે જ પાલમથી તમિલનાડુ જવા રવાના થઇ ગયા હતા.

શુક્રવારે દિલ્હી છાવણીમાં બંનેના અંતિમ સંસ્કાર કરવામાં આવશે

કહેવામાં આવી રહ્યું છે કે, જનરલ બિપિન રાવત, તેમની પત્ની મધુલિકા અને અન્ય તમામ 11 લોકોના પાર્થિવ દેહને આજે લશ્કરી વિમાન દ્વારા તમિલનાડુથી દિલ્હી લાવવામાં આવશે. ત્યારબાદ શુક્રવારે પતિ-પત્નીના મૃતદેહને તેમના ઘરે લઇ જવામાં આવશે અને લોકોને સવારે 11 થી 2 વાગ્યા સુધી તેમના અંતિમ દર્શન કરવાની મંજૂરી આપવામાં આવશે. તે પછી તેમની અંતિમ યાત્રા કામરાજ માર્ગથી દિલ્હીના કૈંટોનમેંટ બરાડ ચૌરાહા સ્મશાન ઘાટ સુધી કાઢવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, શુક્રવારે દિલ્હી છાવણીમાં બન્નેના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તેમની નાની બહેન અને ભાઈ પણ અંતિમ સંસ્કાર માટે ત્યાં હાજર રહેશે, જ્યારે આજે સંસદના શિયાળુ સત્રમાં (Winter Session) સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ દ્વારા (Defense Minister Rajnath Singh) બન્ને ગૃહોમાં હેલિકોપ્ટર દુર્ઘટના વિશે માહિતી આપવામાં આપશે.

આ પણ વાંચો: Air Crashes in India: માત્ર બિપિન રાવત જ નહીં, ભારતની અનેક હસ્તીઓએ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવ્યા

Last Updated : Dec 9, 2021, 12:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.