- બાઇકસવાર દુર્ઘટનાનો ભોગ બનતા માંડ માંડ બચ્યો
- ફ્લાયઓવરનો સ્લેબ તૂટી પડતા ત્રણ લોકો થયા ઈજાગ્રસ્ત
- ગુરુગ્રામમાં ફ્લાયઓવર તૂટી પડવાનો આ પહેલો કેસ નથી
હરિયાણા: રવિવારે સવારે ગુરુગ્રામના દૌલાતાબાદમાં તૂટી પડેલા અંડર કન્સ્ટ્રકશન ફ્લાયઓવરના CCTV ફૂટેજ સામે આવ્યા છે, જેમાં સ્પષ્ટ રીતે જોઇ શકાય છે કે ફ્લાયઓવરનો કેટલોક ભાગ અચાનક તૂટી પડ્યો હતો. વીડિયોમાં તમે જોઈ શકો છો કે ફ્લાયઓવરની ઉપર બે કામદારો ચાલી રહ્યા છે અને થોડીવારમાં ફ્લાયઓવરનો સ્લેબ તૂટી પડે છે. તે જ સમયે, રસ્તા પરથી પસાર થઈ રહેલા બાઇકસવાર માંડ માંડ પોતાનો જીવ બચાવે છે. આ દુર્ઘટનામાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ ગુરુગ્રામમાં દ્વારકા એક્સપ્રેસ વે પર બની રહેલા ફ્લાયઓવરનો સ્લેબ ધરાશાયી, 3 ઈજાગ્રસ્ત
રવિવારની સવારે દુર્ઘટના બની
રવિવારની સવારે સાડા સાત વાગ્યે આ દુર્ઘટના બની હતી. જેમાં અત્યાર સુધી ત્રણ કામદારો ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી એકની હાલત ગંભીર છે. સ્થાનિક લોકોએ જણાવ્યું હતુ કે, જ્યારે આ ફ્લાયઓવરનો કેટલોક ભાગ નીચે પડ્યો ત્યારે અવાજ આવ્યો હતો, જેનો અવાજ સાંભળી લોકો ડરી ગયા હતા.
17 ડિસેમ્બર, 2018ના રોજ બ્રિજના એક ભાગને નુકસાન થયું
ગુરુગ્રામમાં ફ્લાયઓવર પડી જવાનો આ પહેલો કેસ નથી, 17 ડિસેમ્બર, 2018ના રોજ બ્રિજના એક ભાગને નુકસાન થયું હતું. ત્યારબાદ 18 જુલાઈ, 2019ના રોજ પ્લાસ્ટરનો એક ભાગ બ્રિજ નીચે પડ્યો હતો, 15 સપ્ટેમ્બર, 2019ના રોજ ફરી એક વાર પુલને નુકસાન પહોંચ્યું હતું.
આ પણ વાંચોઃ કોલકાતાથી ગુરુગ્રામ જઈ રહેલી બસે પલટી મારતા, 20થી વધુ લોકો ઘાયલ