- CBSEના ધોરણ 12ના વિદ્યાર્થીઓની મૂંઝવણ થઈ દૂર
- ધોરણ 12ના ગ્રેડનું મુલ્યાંકન ધોરણ 10, 11 અને 12ની પ્રિબોર્ડ પરીક્ષાના આધારે થશે
- સુપ્રીમ કોર્ટમાં CBSEએ ધોરણ 12ના ગ્રેડ મૂલ્યાંકન ફોર્મ્યુલાને કરી રજૂ
નવી દિલ્હી: CBSEના ધોરણ 12ના વિદ્યાર્થીઓના પરિણામ અંગે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. ત્યારે CBSEએ સુપ્રીમ કોર્ટમાં ધોરણ 12ની પરીક્ષાઓ માટે ગ્રેડ/પોઈન્ટ આપવા માટે પોતાની મૂલ્યાંકન ફોર્મ્યુલા રજૂ કરી છે. ધોરણ 12ના ગ્રેડનું મૂલ્યાંકન ધોરણ 10, 11 અને 12ની પ્રિબોર્ડ પરીક્ષાના આધારે થશે.
આ પણ વાંચો- કોર કમિટીનો નિર્ણય: મલ્ટીપ્લેક્ષ, જીમનો એક વર્ષનો સુધીના પ્રોપર્ટી ટેક્સ માફ, ITIમાં માસ પ્રમોશન
ધોરણ 10 અને 11ના 30 ટકા અને ધોરણ 12ના 40 ટકા વેઈટેજના આધારે પરિણામ જાહેર કરાશે
ધોરણ 10 અને 11 માટે ટર્મ પરીક્ષાના પાંચ પેપરોમાંથી ત્રણના સૌથી વધારે પોઈન્ટ પર વિચાર કરવામાં આવશે. ધોરણ 12 માટે યુનિટ, ટર્મ અને પ્રેક્ટિકલમાં મળેલા પોઈન્ટનેે ધ્યાનમાં રાખવામાં આવશે. CBSEએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, ધોરણ 12ના પરિણામ ધોરણ 10 (30 ટકા વેઈટેજ), ધોરણ 11 (30 ટકા વેઈટેજ) અને ધોરણ 12 (40 ટકા વેઈટેજ)માં પ્રદર્શનના આધાર પર નક્કી કરવામાં આવશે.
આ પણ વાંચો- વિદ્યાર્થીઓના L.Cમાં લખાશે Mass Promotion, શિક્ષણ વિભાગે કરી જાહેરાત
12 સભ્યોની સમિતિએ તૈયાર કર્યો રિપોર્ટ
આપને જણાવી દઈએ કે, CBSEએ ધોરણ 12ની બોર્ડ પરીક્ષાના પરિણામનું મૂલ્યાંકનનું ક્રાઈટએરિયા નક્કી કરવા માટે એક કમિટિ બનાવી હતી. વરિષ્ઠ અધિકારીઓએ ઈવેલ્યુએશન ક્રાઈટએરિયા આ સપ્તાહમાં જાહેર કરવાની આશા વ્યક્ત કરી હતી. 12 સભ્યોની વિશેષજ્ઞોની સમિતિના રિપોર્ટના આધારે ઈવેલ્યુએશન ક્રાઈટએરિયા બનાવ્યું છે.