નવી દિલ્હી: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા સેન્ટ્રલ ટીચર એલિજિબિલિટી ટેસ્ટની 16મી આવૃત્તિનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. CBSEએ શુક્રવારે આ અંગે નોટિસ જારી કરી છે. CBSEએ તેની સૂચનામાં જણાવ્યું છે કે કેન્દ્રીય શિક્ષક પાત્રતા પરિક્ષા 28 ડિસેમ્બર, 2022 થી 7 ફેબ્રુઆરી, 2023 સુધી ઑનલાઇન (CBT) મોડમાં લેવામાં આવી હતી.
CTET વેબસાઇટ પર જઈને ચેક કરી શકાશે: સીબીએસઈએ કહ્યું કે જે ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી તેઓ હવે તેમના પરિણામો ચકાસી શકે છે. CBSE એ કહ્યું કે તેઓએ તેમની સત્તાવાર વેબસાઇટ અને CTET વેબસાઇટ પર પરિણામ જાહેર કર્યું છે. ઉમેદવારો CTET વેબસાઇટ એટલે કે https://ctet.nic.in https://cbse.nic.in પર જઈને તેમનું પરિણામ જોઈ શકે છે.
માર્કશીટ ટૂંક સમયમાં અપલોડ કરવામાં આવશે: ઉમેદવારોની માર્કશીટ અને પાત્રતા પ્રમાણપત્રો પણ ટૂંક સમયમાં ડિજીલોકરમાં અપલોડ કરવામાં આવશે. ઉમેદવારો તેમના દ્વારા CTET ડિસેમ્બર-2022 ના ઓનલાઈન અરજી ફોર્મમાં આપેલા મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને તેને ડાઉનલોડ કરી શકે છે.
આ પણ વાંચો Education Investment: બાળકોની શૈક્ષણિક ખર્ચાને પહોંચી વળવા 8થી 10 વર્ષ અગાઉથી કરવી પડશે તૈયારી
આટલા બધા ઉમેદવારોએ CTET પરીક્ષામાં હાજરી આપી હતી: CBSE એ CTET પરીક્ષા ડિસેમ્બર 2022ની વિગતો આપતાં જણાવ્યું હતું કે પેપર 1 માટે 17,04,282 નોંધાયેલા ઉમેદવારો, પેપર-2 માટે 15,39,464 ઉમેદવારો નોંધાયા હતા. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ CTET અને CBSEની અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈને તેમનું પરિણામ તપાસે.
32.45 લાખ ઉમેદવારો નોંધાયા: અહીં માહિતી માટે, તમને જણાવી દઈએ કે 32.45 લાખ ઉમેદવારોએ CTET પરીક્ષા માટે નોંધણી કરાવી હતી. આ પરીક્ષા 74 શહેરોમાં 243 કેન્દ્રો પર લેવામાં આવી હતી.