ETV Bharat / bharat

CBI summons to Tejashwi Yadav: લેન્ડ ફોર જોબ કૌભાંડમાં તેજસ્વી યાદવને તેડું - लैंड फॉर जॉब स्कैम

લેન્ડ ફોર જોબ કૌભાંડ કેસમાં યાદવ પરિવારની મુશ્કેલીઓ સતત વધી રહી છે. રાબડી દેવી અને લાલુ યાદવ બાદ હવે CBI તેજસ્વી યાદવની પૂછપરછ કરશે. આ અંગે તેમને સમન્સ મોકલવામાં આવ્યું છે.

CBI summons to Tejashwi Yadav in Land For Job Scam

author img

By

Published : Mar 11, 2023, 1:37 PM IST

પટના: બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવને CBI સમન્સ (CBI summons to Tejashwi Yadav) મળ્યા છે. માહિતી અનુસાર, અગાઉ 4 ફેબ્રુઆરીએ તેમને CBI દ્વારા સમન્સ મોકલવામાં આવ્યા હતા, પરંતુ તે પછી તેઓ તપાસ એજન્સી સમક્ષ હાજર થયા ન હતા. હવે 11 માર્ચે તેમણે સીબીઆઈ સમક્ષ હાજર થવું પડશે.

  • CBI has summoned Bihar Deputy CM and RJD leader Tejashwi Yadav today, March 11 in connection with land-for-job case. This is the second summon issued to him, the first being issued on 4th February: Agency official

    (File photo) pic.twitter.com/8s564sDzu2

    — ANI (@ANI) March 11, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

6 માર્ચે રાબડી દેવીની પૂછપરછ કરવામાં આવી હતીઃ અગાઉ 6 માર્ચે પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીની સીબીઆઈ દ્વારા પટનામાં રાબડીના ઘરે 4 કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ સમયે રાબડીના ઘરની બહાર સમર્થકોની મોટી ભીડ એકઠી થઈ ગઈ હતી. જો કે પૂછપરછ બાદ રાબરીએ પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે, હવે આ કોઈ નવી વાત નથી. સીબીઆઈના લોકો દરરોજ અમારા ઘરે આવતા-જતા રહે છે.

Delhi Liquor Scam: BRS નેતા કવિતા એજન્સીઓ દ્વારા પૂછપરછ ટાળવા નાટક કરે છે - BJP

7 માર્ચે દિલ્હીમાં લાલુ યાદવની પૂછપરછઃ બીજા દિવસે એટલે કે 7 માર્ચે પૂર્વ રેલવે મંત્રી લાલુ યાદવની પણ CBI દ્વારા દિલ્હીમાં મીસા ભારતીના નિવાસસ્થાને લાંબા સમય સુધી પૂછપરછ કરવામાં આવી હતી. નાદુરસ્ત તબિયત હોવા છતાં લાલુની પૂછપરછ માટે વિપક્ષી પાર્ટીઓએ તપાસ એજન્સી અને કેન્દ્રની મોદી સરકાર પર જોરદાર પ્રહારો કર્યા હતા. પુત્રી રોહિણી આચાર્યએ કહ્યું હતું કે પિતાને કંઇ થશે તો ઠીક નહીં થાય.

Land For Jobs Scam: CBI-EDની તપાસ પર લાલુ યાદવે ટ્વીટ કર્યું

શું છે લેન્ડ ફોર જોબ કૌભાંડ?: વાસ્તવમાં પૂર્વ રેલ મંત્રી લાલુ યાદવ પર રેલ્વેમાં જમીનના બદલામાં નોકરી આપવાનો આરોપ છે. આ મામલો 2004-2009 વચ્ચેનો છે, જ્યારે લાલુ કેન્દ્રમાં મનમોહન સિંહ સરકારમાં રેલવે મંત્રી હતા. આરોપ છે કે, લાલુ પરિવારે રેલવેમાં નોકરી મેળવ્યા બાદ લોકો પાસેથી ભેટમાં પોતાના નામે લખેલી જમીન મેળવી હતી. આ કેસમાં લાલુ, રાબડી, મીસા ભારતી અને હેમા યાદવ સહિત 15 લોકો સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. કોર્ટમાં 15 માર્ચે સુનાવણી થવાની છે, પરંતુ તે પહેલા સીબીઆઈ અને ઈડીએ કાર્યવાહી ઝડપી કરી છે.

લાલુ યાદવે કેન્દ્ર પર નિશાન સાધ્યું: લાલુ યાદવે પોતાના ટ્વીટમાં લખ્યું કે તેમણે ઈમરજન્સીનો યુગ પણ જોયો છે. તેણે યુદ્ધ પણ લડ્યું. ભાજપ અને સ્વયં સેવક સંઘ સામે મારી પહેલાથી જ વૈચારિક લડાઈ ચાલતી આવી છે જે આગળ પણ ચાલુ જ રહેશે. હું ક્યારેય તેમની સામે ઝૂક્યો નથી, તેણે આગળ લખ્યું કે મારા પરિવાર અને પાર્ટીમાંથી કોઈ તેમની રાજનીતિ સામે ઝૂકશે નહીં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.