નવી દિલ્હી: કર્ણાટકની ચૂંટણી પછી વિપક્ષને વિપક્ષમાં સ્થાન મળ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે. સતત કેટલાય દિવસોથી વિપક્ષ ચર્ચામાં આવી રહ્યું છે. જેમાં આમ આદમી પાર્ટી વધુ ચર્ચામાં આવી હોય તેવું નજરે ચડે છે. આમ આદમીના અંરવિદ કેજરીવાલ હોય કે પછી મનીષ સિસોદિયા હોય સતત ચર્ચાનો વિષય બન્યા છે.
મોટી વાત કહીઃ જેમાં દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી CBIની ચાર્જશીટ પર કોર્ટમાં સુનાવણી દરમિયાન CBI દ્વારા કોર્ટને અનેક મહત્વપૂર્ણ તથ્યો જણાવવામાં આવ્યા હતા. સીબીઆઈની ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે સિસોદિયાએ કબૂલાત કરી છે કે તેણે ડિજિટલ પુરાવાનો નાશ કરવા માટે બે મોબાઈલ ફોનનો નાશ કર્યો હતો. સીબીઆઈએ પોતાની ચાર્જશીટમાં સિસોદિયાને આરોપી નંબર વન બનાવ્યા છે.
નવા ફોનનો ઉપયોગ: સીબીઆઈએ તારીખ 26 ફેબ્રુઆરીએ સિસોદિયાની પૂછપરછ દરમિયાન મનસ્વી રીતે પ્રશ્નોના જવાબ આપવા, એક્સાઈઝ પોલિસી સંબંધિત ડિજિટલ પુરાવાઓને ભૂંસી નાખવાના આરોપમાં ધરપકડ કરી હતી. તપાસ એજન્સીના સૂત્રોના જણાવ્યા અનુસાર, સીબીઆઈએ સિસોદિયાનો છેલ્લો મોબાઈલ હેન્ડસેટ તારીખ 19 ઓગસ્ટ 2022ના રોજ જપ્ત કર્યો હતો. સિસોદિયા તારીખ 22 જુલાઈ 2022થી જપ્ત કરાયેલા ફોનનો ઉપયોગ કરી રહ્યો હતો. ત્યારબાદ ગૃહ મંત્રાલયે આ મામલો સીબીઆઈને સોંપી દીધો હતો. સીબીઆઈ અધિકારીઓનું કહેવું છે કે તપાસના સંકેત મળતાં જ સિસોદિયાએ પોતાનો જૂનો ફોન નષ્ટ કરી દીધો અને નવા ફોનનો ઉપયોગ શરૂ કર્યો.
આરોપ મૂકવામાં આવ્યો: 1 વર્ષમાં 14 મોબાઈલ ફોન બદલવાનો આરોપ 4 મેના રોજ સિસોદિયા સામે ED દ્વારા રજૂ કરવામાં આવેલી પૂરક ચાર્જશીટમાં સિસોદિયા પર વર્ષ 2021થી 2022 દરમિયાન 14 અલગ-અલગ મોબાઈલ ફોન બદલવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. તેમાંથી બે ફોન ED દ્વારા જપ્ત કરવામાં આવ્યા હતા. બે ફોન મળી આવ્યા ન હતા. જેલમાંથી મનીષ સિસોદિયાએ અંરવિદ કેજરીવાલને પત્ર પણ લખ્યા છે. આ પત્ર અંરવિદ કેજરીવાલે જનતા સમક્ષ મુકયા છે.