- ટૂલકિટ વિવાદ હવે દિલ્હી થઈને રાજધાની જયપુર પહોંચ્યો છે
- ભાજપ પોતાની છબી બનાવવા માટે બીજાની છબીને કલંકિત કરી રહી છે
- જયપુરના બજાજ નગર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાઈ છે
જયપુરઃ ટૂલકિટ વિવાદ હવે દિલ્હી થઈને રાજધાની જયપુર પહોંચ્યો છે. પીસીસી સેક્રેટરી જસવંત ગુર્જરે ટૂલકિટ વિવાદ કેસમાં ભાજપના રાષ્ટ્રીય જેપી નડ્ડા, કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની, રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રા, રાષ્ટ્રીય મહાસચિવ બી.એલ. સંતોષ વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી છે.
આ પણ વાંચોઃ ટૂલકિટ કેસ: શાંતનુની જામીન અરજી પર આજે સુનાવણી
ભાજપના નેતાઓએ કોંગ્રેસ પાર્ટીની છબીને દૂષિત કરવાનો પ્રયાસ કર્યો છે
જસવંત ગુર્જરે પોતાની એફઆઈઆરમાં આરોપ લગાવ્યો છે કે, આ નેતાઓએ એકબીજા સાથે મળીને ષડયંત્ર રચિને કોંગ્રેસ પક્ષના સંશોધન વિભાગના નામે ટૂલકિટનો બગડેલો દસ્તાવેજ બનાવીને પોતાના ટ્વિટર એકાઉન્ટથી ટ્વિટ કર્યું છે. ભાજપના આ નેતાઓએ કોંગ્રેસ પાર્ટીની છબીને દૂષિત કરવાનો પ્રયાસ કર્યો છે, જેના કારણે આ નેતાઓ વિરુદ્ધ જયપુરના બજાજ નગર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાઈ છે.
હાલ કોરોનાકાળમાં ભાજપે માનવ સેવાનું કામ કરવું જોઈએ
જસવંત ગુર્જરે કહ્યું હતું કે, હાલ કોરોનાકાળમાં ભાજપે માનવ સેવાનું કામ કરવું જોઈએ, પરંતુ તે તેની કલંકિત છબીને તેજસ્વી બનાવવાની કોશિશમાં જૂઠ, દંભ અને કપટને આધારે કામ કરી રહી છે, જે આજ સુધી ભારતીય રાજકારણના ઇતિહાસમાં આજ સુધી ક્યારેય થયું નથી.
આ પણ વાંચોઃ ટૂલકિટ કેસ: અદાલત આજે નિકિતા જેકોબની જામીન અરજી પર સુનાવણી કરશે
ભૂતકાળમાં પણ આપત્તિ આવી ચૂકી છે જેમાં સત્તા અને વિપક્ષોએ ભેગા મળીને તેનો સામનો કર્યો છે
જસવંત ગુર્જરે કહ્યું કે, ચૂંટણીમાં વિજય-પરાજય આ પહેલા પણ થયો છે. ભૂતકાળમાં પણ આપત્તિ આવી ચૂકી છે. સત્તા અને વિપક્ષોએ ભેગા મળીને તેનો સામનો કર્યો છે, પરંતુ ભાજપ કેન્દ્રમાં સત્તાનો દુરૂપયોગ કરી રહી છે. રાજ્યમાં વિપક્ષી નેતા આક્ષેપો અને નિવેદનોનું રાજકારણ કરીને પોતાની છબિ બનાવવામાં અને અન્યની છબીને કલંકિત કરવામાં રોકાયેલા છે, જે યોગ્ય નથી. જનતા બધુ જોઈ રહી છે.