રાજસ્થાન : ગુજરાતના ભાજપના ધારાસભ્ય સહિત ચાર લોકો પર એક સગીર સાથે છેડતી કરવા બદલ જિલ્લાના આબુ રોડ સદર પોલીસ સ્ટેશનમાં પોક્સોની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. એવું કહેવામાં આવ્યું હતું કે, પ્રાંતિજ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય ગજેન્દ્ર સિંહ પરમાર, સાબરકાંઠા સોસાયટીના ડિરેક્ટર મહેશભાઈ પટેલ અને અન્ય બે વિરુદ્ધ પોક્સોની વિવિધ કલમો હેઠળ સગીર વયની છેડતી કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે.
આ પણ વાંચો : ધીરેન્દ્ર શાસ્ત્રીના સમર્થનમાં આવ્યા કૈલાશ વિજયવર્ગીય, કહ્યું- તમે દરગાહ પર સવાલ કેમ નથી ઉઠાવતા?
પોક્સોમાં દાખલ ઈસ્તાગેસના આદેશ પર આરોપ લગાવ્યા છે : આ મામલામાં સદર પોલીસ સ્ટેશનના અધિકારી પ્રવીણ આચાર્યએ જણાવ્યું હતું કે, પીડિતાએ સ્પેશિયલ કોર્ટ પોક્સોમાં દાખલ ઈસ્તાગેસના આદેશ પર આરોપ લગાવ્યા છે. જેમાં તેણે જણાવ્યું છે કે, બે વર્ષ પહેલા ગુજરાતના ભાજપના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર રહેવાસી તલોદ, મહેશ પટેલ રહેવાસી હિંમતનગર અને અન્ય બે વ્યકતિ તેને તેમની પુત્રી સાથે ઓગસ્ટ 2020માં જેસલમેર જવા માટે લઈ જતા હતા, પરંતુ આબુ રોડ ખાતે પીડિતાને ઉલટીઓ થવા લાગી હતી અને બેચેની લાગતી હતી. જે બાદ આરોપીએ કાર રોકી અને તે કારમાંથી નીચે ઉતરી ગયો હતો. આ પછી તેમની પુત્રી પણ કારમાંથી નીચે ઉતરી અને રડવા લાગી હતી. તે જ સમયે, તેણીએ આરોપી સાથે ફરવા ન જવાની વાત શરૂ કરી હતી. આ પછી મા-દીકરી બંને અમદાવાદ ગયા હતા.
એક વર્ષ બાદ અમદાવાદમાં નોંધાયો હતો કેસ : ઘરે ગયા પછી, પુત્રીએ તેની સાથે છેડતીની ઘટના વિશે જણાવ્યું હતું. જેના પર એક વર્ષ બાદ અમદાવાદમાં કેસ નોંધાયો હતો. જો કે, જ્યારે કેસ નોંધવામાં આવ્યો ત્યારે પીડિતાને ઘણી હેરાન કરવામાં આવી હતી અને કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. આવી સ્થિતિમાં પીડિતાએ પરેશાન થઈને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ બચી ગઈ હતી. હવે પીડિતા વતી સિરોહી સ્પેશિયલ કોર્ટ પોક્સોમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે અને આબુ રોડ સદર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. જેની તપાસ શરૂ કરવામાં આવી છે. આ બાબતે પ્રાંતના ધારાસભ્ય ગજેન્દ્ર સિંહનો સંપર્ક કરતાં તેમણે જવાબ આપ્યો ન હતો.
આ પણ વાંચો : Azur Airlines: રશિયાથી ગોવા આવી રહેલા પ્લેનમાં સુરક્ષા એલર્ટ, ફ્લાઇટ ઉઝબેકિસ્તાન ડાયવર્ટ કરાઈ