ETV Bharat / bharat

અયોધ્યામાં રામ મંદિરમાં દર્શન વખતે ભક્તોના પગ ન બળે તે માટે કાર્પેટ પાથરવામાં આવશે - અયોધ્યામાં કાર્પેટ નખાયું

અયોધ્યામાં રામ જન્મભૂમિના અસ્થાઈ મંદિરમાં બિરાજમાન ભગવાન શ્રીરામ લલ્લાના દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓ માટે ટ્રસ્ટે નવી વ્યવસ્થા બનાવી છે. આ વ્યવસ્થામાં શ્રદ્ધાળુ ઉઘાડા પગેથી જ પરિસરમાં પ્રવેશ કરી રામલલ્લાના દર્શન કરશે.

અયોધ્યામાં રામ મંદિરમાં દર્શન વખતે ભક્તોના પગ ન બળે તે માટે કાર્પેટ પાથરવામાં આવશે

author img

By

Published : Mar 25, 2021, 11:59 AM IST

  • શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે રામ ભક્તો માટે સુવિધા વધારી
  • રામલલ્લાના દર્શન કરવા આવતા ભક્તો માટે કાર્પેટની વ્યવસ્થા
  • રામ ભક્તો હવે ઉઘાડા પગે મંદિરે દર્શન કરવા જઈ શકશે

આ પણ વાંચોઃ રામ મંદિરના નિર્માણ માટે ખોદકામ દરમિયાન ખંડિત મૂર્તિઓ મળી

અયોધ્યાઃ શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્ર્સ્ટે રામભક્તો માટે સુવિધામાં વધારે કરવાની કવાયત તેજ કરી દીધી છે. આ ક્રમમાં હવે રામલલ્લાના દર્શન માર્ગ પર ભક્તો માટે કાર્પેટ પાથરવામાં આવી રહ્યું છે. અયોધ્યામાં રામ જન્મભૂમિના અસ્થાઈ મંદિરમાં બિરાજમાન ભગવાન શ્રીરામ લલ્લાના દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓ માટે ટ્રસ્ટે નવી વ્યવસ્થા બનાવી છે. આ વ્યવસ્થામાં શ્રદ્ધાળુ ઉઘાડા પગેથી જ પરિસરમાં પ્રવેશ કરી રામલલ્લાના દર્શન કરશે. વધતી ગરમીને ધ્યાનમાં રાખી ટ્રસ્ટે દર્શન માર્ગ પર પ્રવેશથી લઈને બહાર જવાના માર્ગ સુધી તમામ સ્થળ પર કાર્પેટ પાથરવાનું શરૂ કરી દીધું છે. એટલે કે તાપમાન વધે તો પણ શ્રદ્ધાળુઓના પગ ન બળે.

આ પણ વાંચોઃ બોટાદ સ્વામિનારાયણ મહિલા મંદિર દ્વારા રામ મંદિર નિર્માણમાં 11,11,111 નો ચેક અર્પણ કરાયો

પ્રવેશ માર્ગથી લઈ બહાર જવાના માર્ગ સુધી કાર્પેટ પાથરવામાં આવશે

શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય ડો. અનિલ મિશ્રાએ જણાવ્યું હતું કે, રામલલ્લાના દર્શન માટે મોટી સંખ્યામાં પહોંચી રહેલા શ્રદ્ધાળુઓ માટે નવી વ્યવસ્થા ઊભી કરાઈ રહી છે. શ્રદ્ધાળુઓ ઉઘાડા પગે શ્રીરામ જન્મભૂમિ પરિસરમાં પ્રવેશ કરીને રામલલ્લાના દર્શન કરશે. આ માટે અમાવા મંદિરથી લઈને પ્રવેશ માર્ગ શ્રીરામલલ્લાના અસ્થાઈ મંદિરના રસ્તેથી વિકાસ માર્ગ સુધી સંપૂર્ણ પરિસરમાં કાર્પેટ પાથરવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.