ETV Bharat / bharat

આઝાદીની લડાઇ વાયોલિન સાથે લડનાર યોદ્ધા કેપ્ટન રામ સિંહ ઠાકુરી

author img

By

Published : Sep 19, 2021, 7:24 AM IST

આપણા રાષ્ટ્રગીત 'જન ગણ મન'ની ધૂન હિમાચલ પ્રદેશમાં જન્મેલા એક ગોરખા રામસિંહ ઠાકુરીએ તૈયાર કરી હતી. રામસિંહ ઠાકુરી એક સ્વાતંત્ર્ય સેનાની હતા. સંગીતથી તેમને ઘણો જ લગાવ હતો, પરંતુ રાષ્ટ્રની ધૂનના આ રચયિતા દેશમાં તો છોડો આજે હિમાચલમાં પણ અજાણ્યા છે.

રામસિંહ ઠાકુરી એક સ્વાતંત્ર્ય સેનાની હતા. સંગીતથી તેમને ઘણો જ લગાવ હતો.

  • કેપ્ટન રામ સિંહ ઠાકુરીએ બનાવી હતી રાષ્ટ્રગીતની ધૂન
  • સ્વાતંત્ર્ય સેનાની હતા રામ સિંહ ઠાકુરી
  • બીજું વિશ્વ યુદ્ધ લડ્યા, ઝાદ હિંદ ફોજના પણ સિપાહી હતા

ધર્મશાલા: ભારતના અનેક વીર સપૂતોએ વર્ષો સુધી ચાલેલી આઝાદીની લડાઈનું પોતાના લોહીથી સિંચન કર્યું. કોઈએ અહિંસાના રસ્તે જઇને યુદ્ધ લડ્યું, તો કોઈએ ગોળી અને બંદુકથી. પરંતુ જરૂરી નથી કે યુદ્ધ હંમેશા હથિયારોથી લડવામાં આવે. ભારતના એવા ગુમનામ સ્વતંત્રતા સેનાની જેમણે હાથથી બંદૂક છોડીને વાયલિન પકડ્યું અને સંગીતને પોતાનું હથિયાર બનાવ્યું અને દેશના લોકોની નસોમાં જુસ્સો ભરી દીધો. તેઓ હથિયાર ચલાવવામાં પણ પારંગત હતા અને સંગીતમાં પણ પારંગત હતા. તેમનું નામ હતું કેપ્ટન રામ સિંહ ઠાકુરી.

આઝાદીની લડાઇ વાયોલિન સાથે લડનાર યોદ્ધા કેપ્ટન રામ સિંહ ઠાકુરી

રાષ્ટ્રગીતની ધૂન આપી છે રામસિંહ ઠાકુરી

જ્યારે પણ ભારતના લોકો રાષ્ટ્રગીતની ધૂન સાંભળીને સાવધાનમાં ઉભા રહે છે, તો આપણને આને લખનારા મહાકવિ રવિન્દ્રનાથ ટાગોરની યાદ આવે છે, પરંતુ ઘણા ઓછા લોકો જાણતા હશે કે આપણા રાષ્ટ્રગીત 'જન ગણ મન'ની ધૂન હિમાચલ પ્રદેશમાં જન્મેલા એક ગોરખા રામસિંહ ઠાકુરીએ તૈયાર કરી હતી. રામસિંહ ઠાકુરી એક સ્વાતંત્ર્ય સેનાની હતા. સંગીતથી તેમને ઘણો જ લગાવ હતો, પરંતુ રાષ્ટ્રની ધૂનના આ રચયિતા દેશમાં તો છોડો આજે હિમાચલમાં પણ અજાણ્યા છે, ઉપેક્ષિત છે. ગુમનામીના આ ઘોર અંધારામાં ન તો પ્રદેશ સરકારે અંદર ઝાંખવાનો પ્રયત્ન કર્યો અને ન તો દેશની સરકારે.

ધર્મશાલાના ખનિયારામાં થયો જન્મ

15 ઑગસ્ટ 1914ના ધર્મશાલાના ખનિયારામાં જન્મેલા રામ સિંહનું બાળપણ ધૌલાધાર ઝોનમાં આવેલા ખનિયારા ગામમાં વિત્યું. બાળપણથી જ રામસિંહને સંગીતનો શોખ હતો અને તેમના નાનાજી નાથૂ ચંદે તેમને આગળ વધવા માટે પ્રેરિત કર્યા. બાળપણમાં પ્રાણીઓના સિંગડાથી સંગીત વાદ્યના સૂર નીકાળનારા રામ સિંહ ફક્ત 14 વર્ષની ઉંમરમાં અંગ્રેજોની ગોરખા રાઇફલમાં સામેલ થયા. અહીં પણ તેમણે પોતાના સંગીત શોખને છોડ્યો નહીં. સેનામાં પણ તેમણે સતત સંગીત શીખ્યું.

બીજા વિશ્વ યુદ્ધમાં જાપાની સેનાએ બંદી બનાવ્યા

મીડિયાને આપેલા એક ઇન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું હતું કે, સેનામાં જાણીતા બ્રિટિશ સંગીતકાર, હડસન એન્ડ ડેનિશથી બ્રાસ બેન્ડ, સ્ટ્રિંગ બેન્ડ અને ડાન્સ બેન્ડની પણ મેં ટ્રેનિંગ લીધી. કેપ્ટન રોઝ પાસેથી વાયલિન શીખ્યું. ઑગસ્ટ 1941માં તેમને બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન સેનાની સાથે મલય અને સિંગાપુર મોકલવામાં આવ્યા. અહીં જાપાની સેનાએ યુદ્ધ દરમિયાન ભારતીય બ્રિટિશ સેનાના અનેક સૈનિકોને કેદી બનાવ્યા. આ સૈનિકોમાં લગભગ 200 સૈનિકો ભારતીય હતા, જેમાંથી રામ સિંહ પણ એક હતા.

છૂટ્યા બાદ નેતાજી સાથે સંપર્ક

1942માં કેદ કરવામાં આવેલા ભારતીય સૈનિકો જાપાનથી મુક્ત થયા બાદ નેતાજી સુભાષ ચંદ્ર બોઝે આઝાદ હિન્દ ફોજ બનાવી. રામ સિંહ પણ આઝાદ હિંદ ફોજમાં સામેલ થયા. અહીં રામસિંહની મુલાકાત સુભાષ ચંદ્ર બોઝ સાથે થઈ. જ્યારે તેઓ પહેલીવાર નેતાજીને મળ્યા તો તેમણે તેમના સન્માનમાં મુમતાઝ હુસૈનના લખેલા ગીતને પોતાની ધૂન આપીને તૈયાર કર્યું. એ ગીત હતું, 'સુભાષજી, સુભાષજી, વો જાને હિન્દ આ ગયે, હૈ નાઝ જીસ પે હિન્દ કો વો જાને હિન્દ આ ગયે.'

નેતાજીએ પોતાનું વાયલીન આપ્યું હતું

સુભાષ ચંદ્ર બોઝે તેમની સંગીત સમજથી પ્રભાવિત થઈને તેમને પોતાનું મનપસંદ વાયલિન આપ્યું હતું. તેમણે રામ સિંહને એ જવાબદારી આપી કે તેઓ એવા ગીત બનાવે જે તેમની સેનાનો જુસ્સો વધારી રાખે અને દેશના લોકોના દિલમાં જોશ ભરી દે. ત્યારબાદ પંડિત વંશીધર શુક્લે 'કદમ-કદમ બઢાયે જા, ખુશી કે ગીત ગાયે જા' લખ્યું. આની ધૂન રામ સિંહ ઠાકુરીએ તૈયાર કરી હતી. આજે પણ આ ગીત દેશના લોકોમાં જોશ ભરી દે છે. કેપ્ટન રામ સિંહે આ ઉપરાંત પણ અનેક ગીતોમાં સંગીત આપ્યું.

આઝાદ હિંદના કૌમી સૂરને આપ્યું સંગીત

આ સેંકડો ગીતોની વચ્ચે એક ખાસ ગીત છે, જેની ધૂન તેમણે તૈયાર કરી અને આજે પણ આ ગીત દરેક ભારતીયની જીભ પર છે એ ગીત છે આપણું રાષ્ટ્રગીત 'જન ગણ મન' નેતાજી સુભાષ ચંદ્ર બોઝે ટાગોરનીએ એક બંગાળી કવિતા 'ભારતો ભાગ્યો બિધાતા'નો હિન્દી અનુવાદ કરવાની જવાબદારી મુમતાઝ હુસૈન અને INAના કર્નલ આબિદ હસનના ખભા પર સોંપી હતી. આ કવિતાને હિન્દીમાં 'શુભ સુખ ચેન કી બરખા બરસે' ગીતનું સ્વરૂપ આપવામાં આવ્યું. આ ગીતને કેપ્ટન રામ સિંહ ઠાકુરીએ સંગીત આપ્યું. આ ગીત આઝાદ હિંદ ફોજનું કૌમી ગીત બન્યું.

15 ઑગષ્ટ 1947ના લાલ કિલ્લા પર ધૂન વગાડવામાં આવી હતી

15 ઑગષ્ટના 1947ના આઝાદીના અવસર પર પંડિત જવાહર લાલ નહેરુએ દેશના પહેલા પીએમ તરીકે શપથ લીધા. આ અવસર પર કેપ્ટન રામ સિંહના નેતૃત્વમાં INA (ઇન્ડિયન નેશનલ આર્મી)ના ઑર્કેસ્ટ્રાએ લાલ કિલ્લા પર 'શુભ સુખ ચેન કી બરખા બરસે' ગીતની ધૂન વગાડી.

લખનૌમાં થયું મોત

આ ગીતની ધૂનનો પ્રયોગ બાદમાં 'જન ગણ મન'ની ધૂન તરીકે થયો. આ રીતે આપણા રાષ્ટ્રગીતની ધૂન રામ સિંહે બનાવી હતી. સેનાથી રિટાયરમેન્ટ બાદ યુપી સરકારે સન્માન તરીકે તેમને પોલીસમાં ઇન્સપેક્ટર તરીકે ભરતી કર્યા. યુપી સરકારે આજીવન લખનૌમાં રહેવા માટે બંગલો આપ્યો હતો. 2002માં જ તેમણે અંતિમ શ્વાસ લીધા. દુનિયાથી જતાં પહેલા તેમણે ભારતના રાષ્ટ્રીય ગીતને એક અમર અને અવિનાશી ધૂનમાં ગૂંથીને જતા રહ્યા.

ન મળ્યું સન્માન

કેપ્ટન રામ સિંહ ઠાકુરીને એ સન્માન ન મળી શક્યું જેના તેઓ હકદાર હતા. તેમના વતનમાં તેમના પૂર્વજોનું ઘર આજે પણ છે. આને અનેક સંબંધીઓ સંભાળી રહ્યા છે, પરંતુ આટલા મોટા સ્વાતંત્ર્ય સેનાની અને રાષ્ટ્ર ગીતની ધૂન આપનારા રામ સિંહ ઠાકુરીનું અહીં એક સ્મારક પણ નથી. જો કે ગોરખા એસોસિએશન પંજાબ-હિમાચલ આનો પ્રયત્ન કરી રહ્યું છે. ગોરખા એસોસિએશન પંજાબ-હિમાચલના અધ્યક્ષ રવિન્દ્ર સિંહ રાણાએ કહ્યું કે, રામસિંહ ઠાકુરી ગોરખા સમુદાયનું ગૌરવ છે. તેમનું સ્મારક બનાવવા માટે તેઓ પ્રયત્નશીલ છે. ઉલ્લેખનીય છે કે રામસિંહ ઠાકુરીનો ઉત્તરાખંડથી પણ સંબંધ છે. માનવામાં આવે છે કે તેમના દાદા 1890માં ઉત્તરખંડથી નીકળીને હિમાચલ પ્રદેશના ધર્મશાલામાં વસી ગયા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.