- કૃષિ કાયદાઓ રદ્દ કર્યા, આનાથી વિશેષ કંઈ ના થઈ શકે
- કેપ્ટને PM અને ગૃહ પ્રધાનનો માન્યો આભાર
- BJP સાથે કામ કરવા માટે ઉત્સુક છે અમરિંદર સિંહ
ચંદીગઢ: કૃષિ કાયદા (Agricultural laws) પાછા લેવાના નિર્ણય પર કેપ્ટન અમરિંદર સિંહે (Former CM of Punjab Captain Amarinder Singh) કહ્યું છે કે, પ્રકાશ પર્વ પર PM મોદી (PM Modi)એ ત્રણેય કૃષિ કાયદા (Three Agricultural laws)ને નાબૂદ કરવાનો નિર્ણય લીધો અને ખેડૂતોની માફી માંગી. આનાથી મોટું કંઇપણ ન થઈ શકે.
વડાપ્રધાન અને ગૃહ પ્રધાનનો આભાર માન્યો
અમરિંદર સિંહે (Amarinder Singh) કહ્યું છે કે, તેઓ કૃષિ કાયદા પાછા લેવાના નિર્ણય માટે વડાપ્રધાન અને ગૃહ પ્રધાનના આભારી છે. આનાથી વધારે કોઈ કંઈ ન કરી શકે. કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની જાહેરાત બાદ પ્રતિક્રિયાઓનો દોર ચાલી રહ્યો છે. પંજાબ (Punjab)ના પૂર્વ મુખ્યપ્રધાન અમરિંદરના મીડિયા સલાહકાર રવીન ઠુકરાલે બીજેપી સાથે વધતી અમરિંદરની દોસ્તીને લઇને ટ્વીટ કર્યું છે.
BJP સાથે મળીને કામ કરવા તૈયાર કેપ્ટન
પંજાબના મુખ્યપ્રધાન અમરિંદર સિંહે કહ્યું છે કે, 'આ ના ફક્ત ખેડૂતો માટે મોટી રાહત તરીકે આવ્યું છે, પરંતુ પંજાબની પ્રગતિનો માર્ગ મોકળો કર્યો છે. હું ખેડૂતોના વિકાસ માટે @BJP4Indiaના નેતૃત્વવાળા કેન્દ્રની સાથે હાથ મિલાવીને કામ કરવા માટે ઉત્સુક છું. હું પંજાબના લોકોને વાયદો કરું છું કે, હું ત્યાં સુધી આરામથી નહીં બેસું, જ્યાં સુધી હું દરેક આંખમાંથી આસું નહીં લૂછી દઉં.'
આ પણ વાંચો: RAKESH TIKAIT EXCLUSIVE INTERVIEW: ખેડૂતોનું આંદોલન તરત પાછું નહીં ખેંચાય
આ પણ વાંચો: ખેડૂતોએ સત્યાગ્રહથી અહંકારનું માથું ઝુકાવી દીધું, PMએ ગુનો સ્વીકાર્યો - કૉંગ્રેસે મોદી સરકારને લીધી આડેહાથ