- કેબિનેટ વિસ્તરણના થોડા સમય પહેલા કરી બેઠક
- રૂપાલા - માંડવિયાને પ્રમોશનની શક્યતા
- ગુજરાતના ત્રણ નવા ચહેરાઓનો થઈ શકે છે સમાવેશ
નવી દિલ્હી : કેન્દ્રીય કેબિનેટ વિસ્તરણના ( cabinet expansion ) થોડા સમય પહેલા જ વડાપ્રધાન મોદીએ સંભવિત પ્રધાનો સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ , રક્ષા પ્રધાન રાજનાથ સિંહ , કેન્દ્રીય પ્રધાન નિતિન ગડકરી સહિત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા હાજર હતા.
બેઠકમાં આ નેતાઓ હાજર
વડાપ્રધાન મોદીની બેઠકની તસ્વીર સામે આવી છે તેમાં પહેલી હરોળમાં આરસીપી સિંહ , જ્યોતિરાદિત્ય સિંધિયા , સર્વાનંદ સોનેવાલ , નારાયણ રાણે નજરે પડે છે.
બેઠકમાં LGP સાંસદ પશુપતિ કુમાર પારસ પણ હાજર હતા. મહત્વનું છે કે, પશુપતિ કુમારનો પ્રધાન મંડળમાં સમાવેશ ન કરવા માટે ચિરાગ પાસવાને વડાપ્રધાન મોદીને પત્ર પણ લખ્યો હતો. આ સિવાય શહેરી વિકાસ પ્રધાન હરદીપ પુરી , નાણાં રાજ્ય પ્રધાન અનુરાગ ઠાકુર , ગૃહ રાજ્ય પ્રધાન જી કિશન રેડ્ડી હાજર હતા.
-
43 leaders to take oath today in the Union Cabinet expansion. Jyotiraditya Scindia, Pashupati Kumar Paras, Bhupender Yadav, Anupriya Patel, Shobha Karandlaje, Meenakshi Lekhi, Ajay Bhatt, Anurag Thakur to also take the oath. pic.twitter.com/pprtmDu4ko
— ANI (@ANI) July 7, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">43 leaders to take oath today in the Union Cabinet expansion. Jyotiraditya Scindia, Pashupati Kumar Paras, Bhupender Yadav, Anupriya Patel, Shobha Karandlaje, Meenakshi Lekhi, Ajay Bhatt, Anurag Thakur to also take the oath. pic.twitter.com/pprtmDu4ko
— ANI (@ANI) July 7, 202143 leaders to take oath today in the Union Cabinet expansion. Jyotiraditya Scindia, Pashupati Kumar Paras, Bhupender Yadav, Anupriya Patel, Shobha Karandlaje, Meenakshi Lekhi, Ajay Bhatt, Anurag Thakur to also take the oath. pic.twitter.com/pprtmDu4ko
— ANI (@ANI) July 7, 2021
ગુજરાતના ક્યાં સાંસદો હાજર
ગુજરાત માટે મહત્વનું કહી શકાય તેમ આ બેઠકમાં ગુજરાતના પણ અને સાંસદ નજરે પડી રહ્યા છે જેમાં રસાયણ અને ખાતરો રાજ્ય મંત્રી મનસુખ માંડવિયા , પરસોત્તમ રૂપાલા , દર્શના જર્દોશ સહિત ગુજરાતના 5 સાંસદ બેઠકમાં હાજર રહ્યા હતા.
ગુજરાતના બીજા નામોની ચર્ચા
આ સિવાય ગુજરાતમાંથી ચૂંટાઈને ગયેલા સાંસદોમાં જુગલ ઠાકોર, દર્શના જરદોશ, મહેન્દ્ર મુંજપરા , દેવુસિંહ ચૌહાણ , ભારતીબહેન શિયાળ, કિરીટ સોલંકી અને પરબત પટેલના નામો મોદી કેબિનેટમાં આવે તેવી ચર્ચા ચાલી રહી છે. જો કે પીએમ મોદી દર વખતે કંઈક નવું કરવાના હોય છે, જેથી હાલના તબક્કે ચર્ચા અને સંભાવનાઓ પર કયાશ લગાવી શકાય. સાંજે 6 વાગ્યે કેબિનેટનું વિસ્તરણ ( modi cabinet reshuffle ) થાય ત્યારે ખરેખર કયા નામો આવે છે, તેના પર સૌની મીટ મંડાયેલી છે.