ETV Bharat / bharat

મોદી કેબિનેટે બહુ રાજ્ય સહકારી સમિતિ અધિનિયમમાં સુધારાને આપી મંજૂરી - મલ્ટી સ્ટેટ કો ઓપરેટિવ સોસાયટીઝ એક્ટ

કેન્દ્રીય કેબિનેટે (Union Cabinet) બહું રાજય સહકારી સમિતિ અધિનિયમ (સુધારા) બિલ 2022ને (Multi State Cooperative Societies Act) મંજૂરી આપી છે. સરકારનું કહેવું છે કે, આ સુધારો બિલ બિઝનેસ કરવાની સરળતા સુધારવા માટે લાવવામાં આવ્યું છે. આ ઉપરાંત કેબિનેટે ગુજરાતમાં ટૂના-ટેકારા, દીનદયાળ બંદર ખાતે કન્ટેનર ટર્મિનલ વિકસાવવા પ્રોજેક્ટને મંજૂરી આપી હતી.

મોદી કેબિનેટે બહુ રાજ્ય સહકારી સમિતિ અધિનિયમમાં સુધારાને આપી મંજૂરી

author img

By

Published : Oct 13, 2022, 8:59 AM IST

Updated : Oct 13, 2022, 9:31 AM IST

દિલ્હી: કેન્દ્રીય મંત્રીમંડળએ (Union Cabinet) બહું રાજય સહકારી સમિતિ અધિનિયમ (સુધારા) બિલને મંજૂરી આપી છે. આ પહેલનો ઉદ્દેશ્ય ક્ષેત્રમાં પારદર્શિતા લાવવાનો અને ચૂંટણી પ્રક્રિયામાં સુધારો કરવાનો છે. માહિતી અને પ્રસારણ પ્રધાન અનુરાગ ઠાકુરે (Cabinet Minister Anurag Thakur) કેબિનેટની બેઠક બાદ એક પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું હતું કે કેન્દ્રીય મંત્રીમંડળએ બહું- રાજય સહકારી સમિતિ અધિનિયમ (સુધારા) બિલ, 2022ને મંજૂરી આપી દીધી છે. આ દ્વારા બહું- રાજય સહકારી સમિતિ અધિનિયમ, 2002માં સુધારાની દરખાસ્ત કરવામાં આવી છે.

બિઝનેસ કરવાની સરળતા સુધારવા માટે સુધારો બિલ લાવવામાં આવ્યું : અનુરાગ ઠાકુરે (Cabinet Minister Anurag Thakur) કહ્યું હતું કે, "બિઝનેસ કરવાની સરળતા સુધારવા માટે સુધારો બિલ લાવવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે, બિલમાં 97માં બંધારણીય સુધારાની જોગવાઈઓ સામેલ કરવામાં આવશે. આ સુધારો શાસન પ્રણાલી અને ચૂંટણી પ્રક્રિયામાં સુધારો કરવા, મોનિટરિંગ મિકેનિઝમને મજબૂત કરવા અને પારદર્શિતા અને જવાબદારી વધારવા માટે લાવવામાં આવ્યો છે. મલ્ટિ-સ્ટેટ કોઓપરેટિવ સોસાયટીઓમાં ભંડોળ એકત્ર કરવા ઉપરાંત, આ બિલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની રચનામાં સુધારો કરવા અને નાણાકીય શિસ્તની ખાતરી કરવા માટે પણ જોગવાઈ કરવામાં આવી છે. વિધેયકમાં બહુ-રાજ્ય સહકારી મંડળીઓની કામગીરીને વધુ લોકતાંત્રિક, પારદર્શક અને જવાબદાર બનાવવા માટે સહકારી ચૂંટણી સત્તામંડળ, સહકારી માહિતી અધિકારી અને સહકારી લોકપાલની સ્થાપનાની જોગવાઈનો સમાવેશ થાય છે.

દીનદયાળ બંદર પર કન્ટેનર ટર્મિનલના વિકાસ માટે મંજૂરી: કેન્દ્રીય મંત્રીમંડળે બુધવારે ગુજરાતના ટૂના-ટેકારા, દીનદયાળ બંદર ખાતે કન્ટેનર ટર્મિનલ વિકસાવવાના પ્રોજેક્ટને મંજૂરી આપી હતી. આ પ્રોજેક્ટનો વિકાસ જાહેર ખાનગી ભાગીદારી હેઠળ કરવામાં આવશે. એક સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે રૂ. 4,243.64 કરોડનો અંદાજિત ખર્ચ કન્સેશન (પ્રોજેક્ટનો વિકાસ કરી રહેલા એકમ) તરફથી થશે અને રૂ. 296.20 કરોડના અંદાજિત ખર્ચે સામાન્ય વપરાશકર્તા સુવિધાઓ વિકસાવવામાં આવશે.

કન્સેશનના સમયગાળા દરમિયાન એપ્રોચ ચેનલ, બર્થ પોકેટ અને ટર્નિંગ સર્કલને ઊંડા/ પહોળા કરીને કન્સેશનરને 18 મીટર સુધીના જહાજોને હેન્ડલ કરવાની મંજૂરી આપવામાં આવશે: અનુરાગ ઠાકુર, માહિતી અને પ્રસારણ પ્રધાન

Last Updated : Oct 13, 2022, 9:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.